Gujarat Election 2022 : KYC ઓપ્શનથી મળશે તમારા ઉમેદવાર માહિતી, જુઓ ચૂંટણીપંચની વેબસાઈટ

|

Nov 03, 2022 | 1:56 PM

ગુજરાતની વિધાનસભા ચૂંટણીની બે તબક્કામાં થશે એટલે કે તારીખ 01 ડિસેમ્બર 2022 અને 05 ડિસેમ્બર 2022ના દિવસે ચૂંટણી યોજાશે અને હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

Gujarat Election 2022 : KYC ઓપ્શનથી મળશે તમારા ઉમેદવાર માહિતી, જુઓ ચૂંટણીપંચની વેબસાઈટ
Gujarat election 2022 : KYC option

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

તમે ચૂંટણી પંચ ચૂંટણી પંચની વેબસાઈટ પર KYC વિકલ્પમાં જોઈ શકો છો. તો આવો જાણીએ આ KYC એટલે શું…

KYC એટલે શું..?

KYC એટલે Know Your Candidate. જેનો મતલબ થાય છે કે તમારા ઉમેદવારને જાણો.

KYC ઓપ્શન દ્વારા મળશે ઉમેદવારની ગુનાહિત માહિતી થશે ઉપલબ્ધ

જો કોઈપણ નાગરિક તેના ઉમેદવાર વિશે જાણવા માંગે છે, તો તે ચૂંટણી પંચની વેબસાઈટ પર KYC વિકલ્પમાં જોઈ શકે છે. તેના દ્વારા ઉમેદવારની ગુનાહિત માહિતી પણ મળી જશે. વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ચૂંટણી ખર્ચ પર નજર રાખવામાં આવશે. મોનિટરિંગ કરશે અને કાર્યવાહી કરશે.

આ ઓપ્શન દ્વારા મળશે આ માહિતી

તમે જે ઉમેદવાર વિશે જાણવા માંગતા હશો તેના વિશે તમને ચૂંટણી પંચની વેબસાઈટ પર બધી માહિતી જોવા મળશે. જેમ કે, કોઈ પણ ઉમેદવારની ઉંમર, તેની સંપતિ તેમજ તેમના જેટલા પણ ક્રિમિનલ તેમજ સિવિલ કેસ બાબતે પણ માહિતી મળી રહેશે.

યુનિક મતદાન મથકોમાં પણ સમાવેશ

આ વખતે યુનિક મતદાન મથકો બનાવાયા છે. 142 મોડેલ મતદાન મથકો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. આ વખતે નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.

(નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.)

Next Article