Gujarat Election 2022: સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ પર જનોઈ વઢ ઘા, કહ્યુ કે મને નીચી જાતિનો બતાવીને તમે મને મારી ઔકાત બતાવવા નીકળ્યા છો!, પણ આ ચૂંટણી ગુજરાતી લડી રહ્યો છે

|

Nov 21, 2022 | 2:25 PM

વડાપ્રધાને કહ્યું કે પહેલા અહીં સાઈકલ નહોતી બનતી, પરંતુ હવે વિમાન બને છે. આ ચૂંટણી 5 વર્ષની નહીં પરતું આગામી 25 વર્ષ માટે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે મને નીચ જાતિનો કહ્યો, હું તો સામાન્ય પરિવારનો વ્યક્તિ છું, હું તો સેવક છું. તમારી સામે મારી કોઈ ઓકાત નથી. હું અપમાન સહન કરી લઉં છું, કારણ કે મારે 130 કરોડ જનતાનું ભલુ કરવું છે.

Gujarat Election 2022: સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ પર જનોઈ વઢ ઘા, કહ્યુ કે મને નીચી જાતિનો બતાવીને તમે મને મારી ઔકાત બતાવવા નીકળ્યા છો!, પણ આ ચૂંટણી ગુજરાતી લડી રહ્યો છે
સુરેન્દ્રનગરના દૂધરેજમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

Follow us on

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  નરેન્દ્ર મોદી  સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા ગજવી રહ્યા છે અને તેમણે આ સભામાં સુરેન્દ્રનગર સાથેના સંસ્મરણો વહેચ્યા હતા સાથે જ કહ્યું હતું કે લોકોએ મને અઘરા કામ કરવા માટે  જ મોકલ્યો છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે   આ વખતેની ચૂંટણી અમે નથી લડતા, પરંતુ આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છે આજથી 10 વર્ષ પહેલા જ ગુજરાતના ગામે ગામેમાં  24 કલાક વિજળી પહોંચાડી છે સાથે જ તેમણે ખેડૂતો માટે જરૂરી એવા યુરિયા ખાતર અંગે પણ સભામાં કહ્યું હતું કે  એક જમાનો હતો કે  યુરિયા  ખાતર લેવા જોવા તો ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ  હવે તો ખેડૂતોને સમયસર યૂરિયા મળી રહ્યું છે.

ગુજરાત  ઇલેક્શન 2022:  નામ લીધાં વિના રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૂધરેજમાં નામ લીધાં વિના  રાહુલ ગાંધી પર આકરા વાક પ્રહાર  કર્યા હતા અને કહ્યું હતું કે,  યુરિયા વિદેશમાંથી લાવવામાં આવે છે, કેન્દ્ર સરકારને 2 હજારમાં પડે છે પરંતુ ખેડૂતોને સરકાર 270 રૂપિયામાં યુરિયા આપે છે. હવે તો નેને યુરિયા લાવ્યા છે. તો અમે ભારતમાં યુરિયાની બ્રાન્ડ બનાવવાનું  પણ નક્કી કર્યું છે. તો વધુમાં કહ્યું કે, આ વખતે મગફળીના સારા ભાવ છે, પરંતુ પદયાત્રા કરનારાઓને કપાસ અને મગફળી કોને કહેવાય એ પણ ખબર નહી હોય. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ છે તેવા લોકોના ખભે હાથ મુકીને યાત્રા કરી રહ્યા છે.

Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો શું થાય છે લાભ
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી

કોઈ એક કોંગ્રેસ નેતા બતાવો કે જેમણે પાણી પહોંચાડ્યુ હોય. સુરેન્દ્રનગરના વાસીઓએ ટેન્ક માફિયાઓનુું રાજ પણ જોયું છે. સાથે જ તેમણે  પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે સુરેન્દ્રનગરમાં મને  બધી બાજુ કેસરિયો સાગર  દેખાઈ રહ્યો છે. લોકોએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધુ છે. લાંબો સમય સરકાર રહે તો એન્ટી ઈન્કમ્બન્સીની વાતો થાય, પરંતુ ગુજરાતની જનતાએ રિવાજ બદલી નાખ્યો છે. ઉપરાંત PM મોદીએ કહ્યું કે, મોદી કે ભૂપેન્દ્ર પટેલ નહીં પણ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. તેમજ  કહ્યું હતું કે  ગુજરાતમાં પહેલા પણ સાઈકલ નહોતી બનતી, પરંતુ હવે વિમાન બને છે. આ ચૂંટણી 5 વર્ષની નહીં પરતું આગામી 25 વર્ષ માટે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે મને નીચ જાતિનો કહ્યો, હું તો સામાન્ય પરિવારનો વ્યક્તિ છું, હું તો સેવક છું. તમારી સામે મારી કોઈ ઓકાત નથી. હું અપમાન સહન કરી લઉં છું, કારણ કે મારે 130 કરોડ જનતાનું ભલુ કરવું છે.

ગુજરાત ચૂંટણી 2022:

સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મારૂ સૌભાગ્ય છે, કે ઝાલાવડની ધરતી પર આવ્યો છું અને એમાં હેલિપેડ પર સંતોએ મને આશીર્વાદ આપ્યા અને ભવ્ય વિજયની શુભકામનાઓ પણ આપી.

Published On - 1:21 pm, Mon, 21 November 22

Next Article