ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે મંગાવ્યા છે. આ હેલિકોપ્ટર દિલ્હી બેંગ્લોર અને મુંબઈથી હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં હવે સતત એક મહિના માટે વિવિધ રાજકીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની અવર જવર રહેશે તેના માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, 6 ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક કરવામાં આવ્યા છે. જેમાથી લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે.
ભાજપે નોયડાની મેઘા મેક્સ કંપનીના હેલિકોપટર હાયર કર્યા છે. જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે . તેઓ વિવિધ સ્થળે જનમેદનીને સંબોધન કરશે, રોડ શો કરશે , તેમજ પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે ત્યારે તેઓ ઝડપથી અવર જવર કરી શકે તે માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે. જેમ જેમ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ તેમ વધારે હેલિકોપ્ટર તથા ચાર્ટર્ડ વિમાનનું બુકિંગ કરવામાં આવશે.
આ ચૂંટણી પ્રચાર માટે વિવિધ પક્ષ દ્વારા ફાલ્કન, હોવકર, સાઇટેશન, સી-20 સહિતના એરક્ફાટનું બુકિંગ કરવામાં આવ્યું છે.
ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. આ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે વિવિધ માધ્યમોનો રાજકીય પક્ષ ઉપયોગ કરતા હોય છે ત્યારે રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત રાજ્યમાં ધામા નાખતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહોળો પ્રચાર પ્રસાર કરવા માટે જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદી અને તેમના માટે વિશેષ પાંચ જેટલા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે આવેલા હેલીપેડ માં હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ ચૂકી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે.
આ સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. આ ઉપરાંત હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે 40થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ સ્ટાર પ્રચારકોની યાદી આ મુજબ છે.
Published On - 10:45 am, Sat, 12 November 22