Gujarat Election 2022: વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારી, વડાપ્રધાનનો રોડ શો વલસાડની કઈ કઈ બેઠકોને કરશે અસર, જાણો સમગ્ર વિગતો

|

Nov 19, 2022 | 1:17 PM

વડાપ્રધાન (PM Modi) વાપીમાં જે રોડ શો કરશે તેની અસર  આસપાસના પારડી તેમજ ઉમરગામ વિસ્તારની બેઠક ઉપર પણ પડશે સાથે જ  વડાપ્રધાન વલસાડના જૂજવા ખાતે  પણ સભાને સંબોધન કરવાના છે ત્યારે  વલસાડની  સભાની અસર વલસાડ તાલુકા અને ધમરપુર સહિતના વિસ્તાર ઉપર પણ પડશે.

Gujarat Election 2022: વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારી, વડાપ્રધાનનો રોડ શો વલસાડની કઈ કઈ બેઠકોને કરશે અસર, જાણો સમગ્ર વિગતો
વાપીમાં વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  વડાપ્રધાન મોદી  આજે સાંજે વાપી જિલ્લામાં આવીને ગુજરાતમાં આક્રમક પ્રચારનો આરંભ કરશે.  દરમિયાન વાપી ખાતે વડાપ્રધાનના  રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન  વાપીના જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આ રોડ શો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અંગે માહિતી આપી હતી.  હેમંત કંસારાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન દમણ એરપોર્ટ ખાતે ઉતરીને  વાપી ચાલા રોડ ખાતે  600થી સાડા છસો મીટર સુધીનો રોડ શો યોજશે.

 

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગુજરાત ઇલેક્શન 2022 : ફરીથી વલસાડમાં વડાપ્રધાનની મુલાકાત, આ બેઠકો પર પડશે પ્રભાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કયા કયા મત વિસ્તારને અસર કરશે તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે  વડાપ્રધાન વાપીમાં જે રોડ શો કરશે તેની અસર  આસપાસના પારડી તેમજ ઉમરગામ વિસ્તારની બેઠક ઉપર પણ પડશે સાથે જ  વડાપ્રધાન વલસાડના જૂજવા ખાતે  પણ સભાને સંબોધન કરવાના છે ત્યારે  વલસાડની  સભાની અસર વલસાડ તાલુકા અને ધમરપુર સહિતના વિસ્તાર ઉપર પણ પડશે. તેમણે ઉમેર્યું હતું કે  વડાપ્રધાને  ગત મુલાકાતમાં  નાના પોંઢા  ખાતે ઉદબોધનમાં જણાવ્યું હતું  કે તેમના માટે એ ફોર આદિવાસી છે તેમજ તેઓ આરએસએસના પ્રચારક તરીકે આ વિસ્તાર ખૂંદી વળ્યા છે તે તમામ બાબતની અસર બેઠકો પર પડશે અને ભાજપને આ  વખતે  દર વખત કરતા પણ વધુ મતો મળશે.

ગુજરાત ચૂંટણી 2022: કાર્યકર્તાઓમાં અપ્રતિમ ઉત્સાહ : જિલ્લા પ્રમુખ હેમંત કંસારા

જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે અહીં વડાપ્રધાને આરએસએસના કાર્યકર્તા તરીકે ખૂબ પ્રચાર કર્યો હોવાથી તેઓ મૂળના કાર્યકર્તાઓને  નજીકથી જાણે છે તેઓ  ગત વખતે નાના પોંઢા આવ્યા ત્યારે એરપોટ પર તેમણે અન્ય  લોકોને મારો ખાસ પરિચય આપ્યો હતો. આથી તેમને આવકારવા માટે કાર્યકર્તાઓને ઉત્સાહ છે વડાપ્રધાનની રેલી  તથા સભામાં બંને જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના  ઉમેદવારો, કાર્યકર્તાઓ તેમજ જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

ગુજરાત ઇલેક્શન  2022 : કનુ દેસાઈએ કર્યું રૂટનું નિરિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી હતી. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ પણ વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.  તો આ તરફ વલસાડ જિલ્લા પોલીસવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  રોડ શો મામલે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 9 એસપી ,17 ડીવાયએસપી 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે.

Next Article