Gujarat Election 2022 Exit Poll Results : ગુજરાતમાં સીએમના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને સૌથી વધુ લોકોએ પસંદ કર્યા

|

Dec 05, 2022 | 7:06 PM

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરનું મતદાન સમાપ્ત થયું છે. તેવા સમયે ટીવીનાઇનના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. જેમાં 125 -139 બેઠક મળવાનું અનુમાન છે. આ ઉપરાંત આ પોલમાં સીએમ તરીકે કોણ પસંદ છે. તેમાં 68. 5 ટકા લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે

Gujarat Election 2022 Exit Poll Results  : ગુજરાતમાં સીએમના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને સૌથી વધુ લોકોએ પસંદ કર્યા
cm bhupendra Patel

Follow us on

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરનું મતદાન સમાપ્ત થયું છે. તેવા સમયે ટીવીનાઇનના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. જેમાં 125 -139 બેઠક મળવાનું અનુમાન છે. આ ઉપરાંત આ પોલમાં સીએમ તરીકે કોણ પસંદ છે. તેમાં 68. 5 ટકા લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. જ્યારે પરેશ ધાનાણીને 16.2 અને ઇસુદાન ગઢવીને 15.4 ટકા લોકોએ પસંદ કર્યા છે.

TV9ના એગ્ઝિટ પોલમાં સામે મોટા આંકડા સામે આવ્યા છે. જેમા ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની શકે છે. ગુજરાતમાં ફરી ભાજપ સત્તાનું પુનરાવર્તન કરી 27 વર્ષનું શાસન યથાવત રાખી શકે છે. ટીવીનાઈનના સર્વે પ્રમાણે ભાજપને  સ્પષ્ટ બહુમતી મળી શકે છે. સર્વે પ્રમાણે ભાજપને 125થી 130 બેઠકો મળી રહી છે, ભાજપ 125થી 130 બેઠકો સાથે ફરી સરકાર બનાવી શકે છે, TV9ના એગ્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને આ ચૂંટણીમાં ફરી મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસને 2017 કરતાં પણ ઓછી બેઠકો મળી શકે છે. કોંગ્રેસને માત્ર 40થી 50 બેઠકો મળે તેવું તારણ આવ્યુ છે.

TV9ના એગ્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટી  સારું પ્રદર્શન નહીં કરી શકે, આમ આદમી પાર્ટીને માત્ર 3થી5 બેઠકો મળી શકે છે. સર્વે પ્રમાણે ચારમાંથી બે ઝોનમાં AAP  ખાતું પણ નહીં ખોલાવી શકે. આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પણ AAPના દાવા પોકળ સાબિત થઈ શકે છે. 3થી 7 બેઠકો અન્યના ફાળે જઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાત ઈલેક્શન એક્ઝીટ પોલ 2022: Tv9ના એક્ઝીટ પોલમાં ભાજપને મળી શકે છે સ્પષ્ટ બહુમતી

ભાજપને 125 થી 130 બેઠકો

કોંગ્રેસને 40થી 50 બેઠકો

આમ આદમી પાર્ટીને 3 થી 5 બેઠકો

અન્યોને 3થી 7 બેઠકો મળશે

Next Article