Gujarat Election 2022: ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરાયો, જાણો કઇ વસ્તુ પર કેટલો ખર્ચ કરી શકશે

ઉમેદવારો ચૂંટણી પ્રચાર પાછળ અઢળક નાણાં લોકો ખર્ચ કરતા હોય છે. જેને જોતા તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું રહેશે.

Gujarat Election 2022: ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરાયો, જાણો કઇ વસ્તુ પર કેટલો ખર્ચ કરી શકશે
ચૂંટણી પંચ
| Edited By: | Updated on: Nov 12, 2022 | 5:45 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ વિવિધ પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ઉમેદવારો પ્રચાર કામગીરીમાં પણ લાગી ગયા છે. પ્રચાર દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે, ત્યાં બીજી તરફ વહીવટી તંત્ર પણ પોતાની કામગીરીમાં જોતરાયું છે અને ચૂંટણી ખર્ચ પર નજર રાખવા કામગીરી હાથ ધરી છે. ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચ પણ નક્કી કરવામાં આવ્યા છે. વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ભારતીય મહેસૂલી સેવાના વિવિધ રાજ્યોમાં કાર્યરત 4 વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે અને તેમને વિવિધ બેઠકોના ખર્ચ નિરીક્ષણની જવાબદારી સોંપી છે.

ગુજરાત ઇલેકશન 2022 :  ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરાયો

દર વખતે ચૂંટણી પ્રચાર પાછળ અઢળક નાણાં લોકો ખર્ચ કરતા હોય છે. જેને જોતા તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું રહેશે. રોજે રોજનો ખર્ચ પણ લખવાનો હોય છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરાય છે. સભા-મંડપ, ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટરનાં તેમજ પ્રચાર સાહિત્યનાં, પ્રિન્ટીંગ, સાઉન્ડ સીસ્ટમ, હોટલ, ભોજનમાં ખર્ચ કરવામાં આવતો હોય છે. જેમા ગોટાળા ન થાય માટે ખર્ચ ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 : ઉમેદવારોનો નિયત ચૂંટણી ખર્ચ

  • ચા-ફોફી- એક કપના 15 રૂપિયા
  • ચા-કોફી- અડધો કપના 10 રૂપિયા
  • દૂધ-એક ગ્લાસના 20 રૂપિયા
  • બિસ્કીટ- 20 રૂપિયા
  • બ્રેડ-બટર-એક પ્લેટના 25 રૂપિયા
  • બટાકા-પૌવા- એક પ્લેટના 20 રૂપિયા
  • ઉપમા- એક પ્લેટના 20 રૂપિયા
  • ભજીયા- 100 ગ્રામના 30 રૂપિયા
  • ગુજરાતી થાળી- એક થાળીના 90 રૂપિયા
  • દહીં છાશ- (150 મિલી) 15 રૂપિયા
  • સમોસા- (બે નંગ) એક પ્લેટના 40 રૂપિયા
  • કટલેટ- (2 નંગ) 30 રૂપિયા
  • લીંબુ પાણી- 1 ગ્લાસ 10 રૂપિયા
  • પાંવભાજી- એક પ્લેટના 70 રૂપિયા
  • પુરી-શાક- એક પ્લેટના 40 રૂપિયા
  • પરોઠા-શાક- એક પ્લેટના 70 રૂપિયા

ભારતના નિર્વાચન આયોગે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂ.40 લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા બાંધી છે. તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે.