કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે વિધીવત રીતે જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર તથા બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ હવે વિવિધ રાજકીય પક્ષો પક્ષને જીતાડી શકે તેવા ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. તેમજ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનિતીઓ હવે અંતિમ તબક્કામાં આવી જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ઝીરો ટોલરન્સ પોલિસીનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પોલીસ, ઈડી, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ, GST, નાર્કોટીક્સ વિભાગ જેવી તમામ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી સંબંધિત તમામ ખર્ચાઓ પર ઈડી મોનીટરીંગ કરશે. ગુજરાતમાં કોસ્ટલ બોર્ડર પણ આવેલી હોવાથી કોસ્ટલ વિભાગને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ડ્રગ્સ ડીલર પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે.
આ ઉપરાંત એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે તેમજ દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ઘૂષણખોરી પર ખાસ નજર રખાશે. ચૂંટણી પંચે વધુમાં કહ્યુ હતું કે, 2017 માં હિમાચલ પ્રદેશમાં કુલ 9 કરોડ રૂપિયાની રોકડ સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 2022 માં અત્યાર સુધીમાં કુલ 28 કરોડ રૂપિયાની રોકડ સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જો સમગ્ર શેડ્યુલની વાત કરીએ તો પ્રથમ તબક્કાનું જાહેરનામુ 5 નવેમ્બરના રોજ જાહેર થશે. તો બીજા તબક્કાનું જાહેરનામુ 10 નવેમ્બરના રોજ જાહેર થશે. સાથે જ પ્રથમ તબક્કાની ઉમેદવારી 14 નવેમ્બરના રોજ નોંધાવી શકશે, તો બીજા તબક્કાની ઉમેદવારી 17 નવેમ્બરના રોજ નોંધાશે. ઉપરાંત પ્રથમ તબક્કાની ફોર્મ ચકાસણી 15 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ફોર્મ ચકાસણી 18 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.
નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.
Published On - 2:09 pm, Thu, 3 November 22