Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ આખરી તબક્કામાં, કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં

|

Nov 25, 2022 | 7:45 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ આખરી તબક્કામાં, કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં
પ્રથમ તબક્કામાં મતદાનમાં વધારા અને ઘટાડાના શું કારણ હોઇ શકે ?

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.

રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે

894 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2,39,76,670 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરુષ મતદાર છે. 1,15,42,811 મહિલા મતદારો અને 497 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. બીજા તબક્કામાં 2,51,58,730 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,29,26,501 પુરુષ મતદાર છે. 1,22,31,335 મહિલા મતદારો અને 894 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાના તા.05 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે કુલ 1,515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. 403 નામાંકનપત્રો રદ્દ થયા હતા અને 279 નામાંકન પત્રો પાછા ખેંચાયા હતા. આમ, બીજા તબક્કામાં હવે 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી લડશે.

વોટર ઈન્ફોર્મેશન સ્લીપઃ

પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે, તે 19 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1,79,51,053 વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ થઈ ગયું છે. બાકીનું કામ આજે પૂર્ણ થઈ જશે. જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં આજથી વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ શરૂ થઈ જશે. તા.29 નવેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે.

બ્રેઇલ વોટર ગાઇડ અને બ્રેઇલ મતદાર કાપલી :
દિવ્યાંગજનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદાનના દિવસે 82,431 પ્રજ્ઞાચક્ષુ મતદારોને આવશ્યક સુવિધાઓ પૂરી પાડી શકાય તે હેતુથી બ્રેઇલ લિપીમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.

Next Article