Gujarat Election 2022: ઉપલેટાના ભાયાવદરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ

|

Nov 27, 2022 | 11:03 AM

ધોરાજી - ઉપલેટા ની વાત કરીએ તો  વિધાનસભાની  આ સીટ ઉપર અંદાજિત 37,000 જેટલા કડવા પાટીદાર મતદારો છે અને લેવા પાટીદાર સમાજના 38,000 જેટલા મતદારો છે અને કુલ 1,68,000 જેટલા મતદારો છે ત્યારે આ બેઠકને કોંગ્રેસના હાથમાંથી છીનવી લેવા માટે થઈ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.

Gujarat Election 2022: ઉપલેટાના ભાયાવદરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીએ  ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના ચૂંટણી પ્રચાર અર્થે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.ં જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેલા હતા.આ સમયે ભાયાવદર, મોટી પાનેલીના 50 થી વધુ  કોંગ્રેસ કાર્યકરો  ભાજપમાં જોડાઈ ગયા હતા.

ગુજરાત ઇલેક્શન2022: લેઉઆ પાટીદારના ગઢમાં  ડો. મહેન્દ્ર પાડલિયા મેદાનમાં

ભાયાવદર પંથક એ લેઉવા પાટીદારોનો ગઢ ગણાય છે એક તરફ કોંગ્રેસે પોતાનો  ગઢ જાળવી રાખવા માટે થઈ અને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે લેવા પાટીદાર સમાજમાંથી લલિત વસોયા અને મેદાને ઉતાર્યા છે ત્યારે બીજી તરફ ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એવા ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને મેદાને ઉતાર્યા છે આમ ધોરાજી – ઉપલેટા ની વાત કરીએ તો  વિધાનસભાની  આ સીટ ઉપર અંદાજિત 37,000 જેટલા કડવા પાટીદાર મતદારો છે અને લેવા પાટીદાર સમાજના 38,000 જેટલા મતદારો છે અને કુલ 1,68,000 જેટલા મતદારો છે ત્યારે આ બેઠકને કોંગ્રેસના હાથમાંથી છીનવી લેવા માટે થઈ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ભાયાવદરના ખાતે યોજેલ જાહેર સભામાં ભાયાવદર અને મોટી પાનેલી ના 50થી વધારે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને  ભાજપમાં જોડાયા હતા અને મોટી પાનેલી ગામના ઉપસરપંચ જતીન પટેલ પણ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાયાવદર પંથકમાં ભારે રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

વિથ ઇનપુટ ક્રેડિટ: હુસૈન કુરેશી, ધોરાજી ઉપલેટા, ટીવી9

Published On - 10:57 am, Sun, 27 November 22

Next Article