Gujarat Election 2022: વડોદરામાં અકોટામાં મરાઠી ઉમેદવારને ટીકીટ આપવા માંગણી, ઋત્વિજ જોષીના નામનો વિરોધ

કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે આ ટિકીટ ફાળવણીને કારણે મરાઠી સમાજ સાથે અન્યાય થયો છે. મૂળ મરાઠી કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો હતો અને અકોટા બેઠક પર વર્તમાન કોર્પોરેટર બાળુ સુર્વેને ટિકિટ આપવાની માગણી કરી હતી.

Gujarat Election 2022: વડોદરામાં અકોટામાં મરાઠી ઉમેદવારને ટીકીટ આપવા માંગણી, ઋત્વિજ જોષીના નામનો વિરોધ
કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ
Image Credit source: ફાઇલ તસવીર
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:35 AM

વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને ટિકિટ મળતા સ્થાનિક સ્તરે વિરોધ થયો છે અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે આ ટિકીટ ફાળવણીને કારણે મરાઠી સમાજ સાથે અન્યાય થયો છે. મૂળ મરાઠી કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો હતો અને અકોટા બેઠક પર વર્તમાન કોર્પોરેટર બાળુ સુર્વેને ટિકિટ આપવાની માગણી કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે કુલ 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ફરી એક વખત જૂના જોગીઓ પર દાવ ખેલ્યો છે સાથે જ અનેક નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાને ફરી એક વખત પોરબંદરથી ટિકીટ આપવામાં આવી છે.  જ્યારે કે ઘાટલોડિયા બેઠક પરથી રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે  અહીં અમીબેન યાજ્ઞિકનો સીધો મુકાબલો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે થશે. બીજી તરફ વડોદરાની સયાજીગંજ બેઠક પરથી અમી રાવતને ટિકીટ આપવામાં આવી છે. અમી રાવત વડોદરા મનપાના વિપક્ષના નેતા છે. જ્ઞાતિ મુજબ સમીકરણો જોઇએ તો પ્રથમ યાદીમાં કુલ 11 આદિવાસી, 10 પાટીદાર, 10 ઓબીસી અને 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય મહત્વની બેઠકોની વાત કરીએ તો ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી હિમાંશુ પટેલ, મહુવાથી કનુ કળસરિયા, જસદણથી ભોળા ગોહિલ,  કુતિયાણાથી નાથા ઓડેદરા,  રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર,  અમરાઇવાડીથી ધર્મેન્દ્ર પટેલ, હિંમતનગરમાં કમલેશ પટેલ, ખેરાલુમાં મુકેશ દેસાઇ, કડીમાં પ્રવિણ પરમાર,  અંજારમાં રમેશ ડાંગર, ડીસાથી સંજય રબારી, ડાંગમાં મુકેશ પટેલ, આકોટાથી ઋત્વિક જોશી, રાવપુરાથી સંજય પટેલ, માંજલપુરથી તશ્વિન સિંહ,  કામરેજથી નિલેશ કુંભાણી, જલાલપોરથી રણજીત પંચાલ, ગણદેવીથી શંકર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.