Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને પગલે હથિયાર જમા કરાવવાનું જાહેરનામુ, પરવાનેદાર હથિયારધારકોએ જમા કરાવ્યા હથિયાર

|

Nov 21, 2022 | 9:29 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે હથિયાર જમા કરાવવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેમા પરવાનેદાર હથિયારધારકોને હથિયાર સાથે રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે અને હથિયાર જમા કરાવવાનું જાહેરનામુ બહાર પાડતા લોકોએ હથિયાર જમા કરાવ્યા છે.

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને પગલે હથિયાર જમા કરાવવાનું જાહેરનામુ, પરવાનેદાર હથિયારધારકોએ જમા કરાવ્યા હથિયાર
અમદાવાદ પોલીસ

Follow us on

વિધાનસભા ચૂંટણીઓ-2022 અંતર્ગત અમદાવાદ શહેરમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર હથિયાર પરવાનેદારને હથિયારો સાથે લઈને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં પરવાનેદાર હથિયાર ધારકોને હથિયાર સાથે રાખવા પર પ્રતિબંધ અને હથિયાર જમા કરાવવાનું જાહેરનામું બહાર પાડતા લોકોએ હથિયાર તેમના હથિયાર જમા કરાવ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી2022ને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે હથિયારને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હથિયાર લાયસન્સ ધારકોએ પોતાનું હથિયાર ગન, રાઈફલ, પિસ્તોલ કે રિવોલ્વર જેવા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવના હતા. જે હથિયાર મોટાભાગના લોકાએ જમા કરાવી દીધા છે.

સામાન્ય રીતે ખેતરમાં પાક રક્ષણ તેમજ પોતાના સ્વરક્ષણ માટે 5085 લોકોએ લાયસન્સ મેળવી હથિયાર ધરાવે છે. જેમાં 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે. જ્યારે 1235 લોકોને અંગત કારણસર હથિયાર જમા નહીં કરાવવા માટે મુક્તિ મળી છે. જ્યારે 100 જેટલા લાયસન્સ ધારકોને લાયસન્સ રદ થતા તેમના હથિયાર જમા કરવામાં આવેલા હતા. જ્યારે ગુનામાં ઉપયોગ કરેલા લાયસન્સ વાળા 3 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે. જ્યારે 5 હથિયાર જમા કરવાનું પેન્ડિગ છે. હાલમાં પોલીસે કાયદા વ્યવસ્થાના રક્ષણ માટે ગેરકાયદે હથિયાર પકડવાની સાથે લાયસન્સ ધારકોના હથિયાર જમા કરવાનું શરૂ કર્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વપૂર્ણ છે કે જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરે છે અને શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-1 ની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરતાં જોવામાં આવશે તો સંબંધિત પોલિસ અધિકારીઓ તથા સ્થળ પરના સુરક્ષા અધિકારીઓ આ હથિયાર જપ્ત કરીને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર પગલા લેવાની કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થશે. પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર, કચ્છની 54 બેઠકો સહિત દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં 8મી ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થશે.

Next Article