કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. જેમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું છે.
Gujarat Congress Declare Manifesto
Follow us on
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું છે.
કોંગ્રસે સરકારી- અર્ધ સરકારી કર્મચારીઓએ આપ્યા આ વચન
ઓલ્ડ પેન્શન (OPS)યોજના કર્મચારીઓની તમામ શ્રેણીઓને લાગુ પડે છે
કોન્ટ્રાક્ટ કામદારો, આઉટસોર્સિંગ અને ડાયરેક્ટપગાર પ્રથાઓ દૂર કરવી.
છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ વેતન પર કામ કરતા કામદારોને કાયમી કરવામાં આવશે
સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓના અવસાન પર ઉત્તરાધિકારીઓને નોકરી આપવામાં આવશે
કાયમી ભરતી પ્રણાલી સંપૂર્ણ રીતે અમલમાં ન આવે ત્યાં સુધી આ તમામ કર્મચારીઓના પગાર