Gujarat Election 2022: કોંગ્રેસે બોટાદથી મનહર પટેલની ટિકિટ કાપી, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કાઢ્યો બળાપો

કોંગ્રેસમાં (Congress) ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા વિવાદને ખાળવા દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે.

Gujarat Election 2022: કોંગ્રેસે બોટાદથી મનહર પટેલની ટિકિટ કાપી, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કાઢ્યો બળાપો
કોંગ્રેસ નેતા મનહર પટેલ
Image Credit source: ફાઇલ તસવીર
| Edited By: | Updated on: Nov 13, 2022 | 10:05 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા અત્યા સુધીમાં ઉમેદવારોની ચાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે કોંગ્રેસમાં પણ વિધાનસભાના ઉમેદવારો જાહેર થતા કકળાટ સામે આવ્યો છે. કેટલીક જગ્યા પર કોંગ્રેસમાં આતંરિક વિરોધનો સુર ઉઠ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈને તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. કકળાટ વધતા કોંગ્રેસ હવે ડેમેજ કંટ્રોલના કામમાં લાગી ગઇ છે.

ગુજરાત ઇલેકશન 2022 : મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ

હવે બોટાદથી મનહર પટેલની ટિકિટ કપાતા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું કે, બોટાદ બેઠક પર કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ મારા નામ પર ફેર વિચારણા કરે. આમ મનહર પટેલે સોશિયલ મીડિયા પર બળાપો કાઢી હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડી હતી. કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે. ત્યારે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઇને થયેલા કકળાટનો મુદ્દો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. આ ટીમને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી આપવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022 : વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી

કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા વિવાદને ખાળવા દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીની ગુંચ ઉકેલવના દિલ્લીથી ટીમ આવી છે. શુક્રવારે પણ વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની ફરિયાદ છે.

Published On - 10:01 am, Sun, 13 November 22