Gujarat Election 2022: વિરમગામમાં ફરીથી કોંગ્રેસ અને AAP ને ફટકો, 40થી વધુ હોદ્દેદારો જોડાયા ભાજપમાં

|

Nov 23, 2022 | 9:20 AM

વિરમગામમાં ફરીથી  કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પાટલી બદલી  છે અને કોંગ્રેસ અને AAPના 40થી વધુ હોદ્દેદારો ભાજપમાં (BJP) જોડાયા છે. કુમારખાણ ગામમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

Gujarat Election 2022: વિરમગામમાં ફરીથી કોંગ્રેસ અને AAP ને ફટકો, 40થી વધુ હોદ્દેદારો જોડાયા ભાજપમાં
વિરમગામ AAP અને કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલી રહી છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેમ તેમ પક્ષપલટાનું પ્રમાણ પણ વધી રહ્યું છે  હવા જોઈને સઢ બદલાતું હોય છે તેમ અત્યારે વિવિધ પક્ષના કાર્યકર્તાઓ ભાજપની હવા જોઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે  વિરમગામમાં ફરીથી  કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પાટલી બદલી  છે અને કોંગ્રેસ અને AAPના 40થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. કુમારખાણ ગામમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. આ તમામ લોકોને સાંસદ ભારતી શિયાળે ભાજપનો ખેસ પહેરાવી  પક્ષમાં આવકાર્યા હતા.

ગુજરાત ચૂંટણી 2022: વિરમગામમાં  કોંગ્રેસ અને આપમાં આંતરિક અસંતોષથી નારાજ કાર્યકર્તાઓ ભાજપના ખોળે

થોડા દિવસ અગાઉ હાર્દિક પટેલની હાજરીમાં AAPના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાઆ હતા. વિરમગામ બેઠક પર  આપના ઉમેદવાર  બદલાતા આપના  પૂર્વ હોદ્દેદારો નારાજ હતા અને  હાસંલપુર ખાતે આયોજિત કરવામાં આવેલા  માલધારી સંમેલનમાં જ 5થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડઈ ગયા હતા તો  ચૂંટણી પહેલા વિરમગામ આમ આદમી પાર્ટીએ  કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ઠાકોરને વિરમગામથી ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર વેપારીઓએ રાજીનામાં આપ્યા હતા. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની જગ્યાએ અમરીશ ઠાકોરને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયાહતા અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવતા પક્ષથી નારાજ થઈ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા અને ભાજપમાં જોડાઈ  ગયા હતા.

ગુજરાત ઇલેક્શન 2022: અહીં  5 વખત મળી હતી કોંગ્રેસને સત્તા

વિરમગામ બેઠકના રાજકીય વિગતો જોઈએ તો અત્યાર સુધી 12 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. અને અહીં 5 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીત્યું છે. કોંગ્રેસના દબદબા વચ્ચે 2002 અને 2007માં ભાજપે મેદાન માર્યું હતું. જોકે 2012માં સત્તા પરિવર્તન થયું અને કોંગ્રેસમાંથી તેજશ્રીબેન  પટેલ જીત્યા હતા. જોકે પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા તેજશ્રીબેન પટેલની 2017માં હાર થઇ અને કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા હતા. એટલે કે પાછલી 2 ટર્મથી અહીં કોંગ્રેસની સત્તા છે. 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અને તેઓએ વિકાસને પોતાનું હથિયાર બનાવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાત ઇલેક્શન 2022:  ક્યારે કોણ જીત્યું ?

  1.  1998 વિધાનસભા – કોંગ્રેસના પ્રમેજી વદલાણી જીત્યા
  2. 2002 વિધાનસભા – ભાજપના વજુ ડોડિયા જીત્યા
  3.  2007 વિધાનસભા – ભાજપના કમા રાઠોડ જીત્યા
  4. 2012 વિધાનસભા – કોંગ્રેસના ડૉ. તેજશ્રી પટેલ જીત્યા
  5. 2017 વિધાનસભા – કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા
Next Article