ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપના દિગ્ગજ નેતાઓ સત્તા કાયમી રાખવા માટે બીજા તબક્કાના મત વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના ચેનપુર ગામના રોડ શોથી થઇ છે. અમદાવાદમાં ભુપેન્દ્ર પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે મુખ્યપ્રધાનના રોડ શો એક એમ્બ્યુલન્સને રસ્તો આપીને તેને આગળ જવા દેવામાં આવી હતી. ગોતા વસંતનગર પર રોડ શો ચાલી રહ્યો હતો તે દરમિયાન મુખ્યપ્રધાનના કાફલાએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો.
અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો પ્રચારના અંતિમ દિવસે ભવ્ય રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. ચેનપુર ગામથી CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરુ થયો. આ રોડ શો ઓગણજ ગામ સુધી યોજવામાં આવ્યો છે. ભવ્ય રોડ શોમાં સીએમે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો રોડમાં શોમાં હાજર રહ્યાં. CM ભૂપેન્દ્ર પટેલનું રોડ-શોમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. એટલુ જ નહીં રોડ શો દરમિયાન ભુપેન્દ્ર પટેલે લોકો સાથે હાથ મીલાવ્યો હતો. રોડ શો ગોતા વસંતનગર પર પહોંચ્યો હતો.
મહત્વનું છે કે 1 ડિસેમ્બરે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજ્યો હતો. જેમાં પીએમ મોદીના રોડ શો દરમ્યાન એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ જવા દેવામાં આવી હતી. રોડ શો રૂટ પર ગુજરાતનો સિંહ આવ્યો જેવા નારા પણ સતત ચાલી રહ્યા હતા. ત્યારે આ રોડ શો દરમિયાન થોડીવાર માટે ધીમો પણ કરવામાં આવ્યો હતો અને એક એમ્બ્યુલન્સને પણ રસ્તો કરી દેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીના રોડ શો બાદ દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શો કરી રહ્યા છે, જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો છે. પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો છે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.