Gujarat Election 2022 : દાહોદ કલેકટરનો પરિપત્ર, મતદાન પૂર્વે અને પરિણામના દિવસે ડ્રાય-ડે જાહેર કર્યો

|

Nov 30, 2022 | 5:30 PM

દાહોદ જિલ્લો જે મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર વિસ્તાર હોવાના પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્યમા દારૂ બંધી હોવા છતાય મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે સંપૂર્ણ ડ્રાય ડે તરીકે જાહેર કરાતા અનેક ચર્ચાઓ જાગી છે જિલ્લા કલેક્ટર દવારા કાયદો અને વ્યવસ્થા ની જાળવણી તથા મતદાર નિર્ભયતા મતદાન કરી શકે તે માટે એક જાહેર નામુ પ્રસિદ્ધ કરાયુ હતુ

Gujarat Election 2022 : દાહોદ કલેકટરનો પરિપત્ર, મતદાન પૂર્વે અને પરિણામના દિવસે ડ્રાય-ડે જાહેર કર્યો
Dahod Collector Circular

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું 01 ડિસેમ્બરના રોજ મતદાન યોજવવાનું છે. જેના પગલે 19 જિલ્લાઓની 89  બેઠકો પર  મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.  જેમાં દાહોદ જિલ્લાના કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલું જાહેરનામું હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં  ગુજરાત વિધાનસભાની ચુંટણી ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ જિલ્લો જે મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર વિસ્તાર હોવાના પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્યમા દારૂ બંધી હોવા છતાય મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે સંપૂર્ણ ડ્રાય ડે તરીકે જાહેર કરાતા અનેક ચર્ચાઓ જાગી છે જિલ્લા કલેક્ટર દવારા કાયદો અને વ્યવસ્થા ની જાળવણી તથા મતદાર નિર્ભયતા મતદાન કરી શકે તે માટે એક જાહેર નામુ પ્રસિદ્ધ કરાયુ હતુ જેમા તારીખ 3/12/22 ના સાંજે 5/00 થી 5/12/22 ના સાંજના 5 /00 સુધી એટલે મતદાન પૂર્ણ થાય ત્યા સુધી ડ્રાય ડે જાહેર કરવામા આવેલ જયારે મતગણતરી ના રોજ એટલે કે 8/12/22 ના રોજ સંપૂર્ણ દિવસના ડ્રાય ડે અંગે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ છે.

દાહોદ જિલ્લો મદયપ્રદેશ રાજસ્થાન બોર્ડર વિસ્તાર હોય અને બંને રાજ્ય દારુ મળતો હોવાના પગલે ગુજરાતમા દારુ છુપી રીતે ધુસાડવામા આવતો હોવાનુ ભુતકાળમા જોવા મળેલ જેના પગલે વિધાનસભાની ચુંટણી મા કોઈ પણ હસ્તપેક્ષ ન થાય તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ હોવાનુ સામે આવેલ પરંતુ ગાંધીના ગુજરાતમા આવુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવા પાછળ હાલ અનેક શંકા કુશંકા ઉઠવા પામી છે.

ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી

ગુજરાત એસેમ્બલી ચૂંટણી 2022: ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો બાકી છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. 1 ડિસેમ્બરને ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે 6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે.

(With Input, Pritesh Panchal, Dahod) 

Published On - 5:27 pm, Wed, 30 November 22

Next Article