Gujarat Election 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્લીનું તેડું

|

Oct 14, 2022 | 2:26 PM

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્ છે. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તથા  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને (C.R patil) દિલ્લીનું તેડુ આવ્યું છે. 

Gujarat Election 2022:  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્લીનું તેડું
CM Bhupendra patel (File photo)
Image Credit source: FIle Photo

Follow us on

ચૂંટણી પંચની  (Election Commission) પત્રકાર પરિષદ પહેલા ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તથા  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને (C.R patil) દિલ્લીનું તેડુ આવ્યું છે. પાર્ટી હાઈકમાન્ડ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીની છેલ્લી ઘડીની તૈયારીઓ અંગે  મનોમંથન કરવામાં આવશે.

નોંધનીય છે કે આજે સાંજે દિલ્હીમાં ચૂંટણી કમિશનની (Election Commission) પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. જો કે તેમાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્ છે. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તથા  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને (C.R patil) દિલ્લીનું તેડુ આવ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આજે માત્ર હિમાચલ પ્રદેશની (Himachal Pradesh)  વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે. જેથી આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. જો કે ચૂંટણી કમિશનની આજની હિમાચલ પ્રદેશની તારીખોની જાહેરાતના પગલે  ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે.

આજે સાંજે 3 વાગ્યો દિલ્હીમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. અત્યાર સુધીમાં બે વાર ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનની ટીમ ગુજરાત પ્રવાસે આવી ચુકી છે. એવુ માનવામાં આવતુ હોય છે કે જ્યારે પણ ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશન ચૂંટણી પહેલા રાજ્યની મુલાકાત લે છે. ત્યારે રાજ્યનો ચૂંટણીને લઇને તૈયારીઓનો ચાર્ટ, લો એન્ડ ઓર્ડર સહિતના પાસાની ચકાસણી થઇ જતી હોય છે. જે પછી તેમના દિલ્હી પરત ફર્યાના 10-15 દિવસમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે.

 

 

 

Published On - 2:17 pm, Fri, 14 October 22

Next Article