Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપનું મોટુ આયોજન, કેન્દ્રીય નેતાઓ કાર્યકરો સાથે ઉજવશે ચૂંટણીલક્ષી ‘દિવાળી’

|

Oct 24, 2022 | 8:22 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેરાત થાય, તે પહેલા જ ભાજપ સજ્જ થવા પ્રયાસ કરી રહ્યુ છે. કાર્યકરો સાથે દિવાળી ઉજવી નેતાઓ વિજયની ઉજવણી કરવા જોમ પુરશે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપનું મોટુ આયોજન, કેન્દ્રીય નેતાઓ કાર્યકરો સાથે ઉજવશે ચૂંટણીલક્ષી દિવાળી
Gujarat Election 2022

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election)  ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભાજપ પણ એડીચોટીનુ જોર લગાવી રહી છે. છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) આ વખતે મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો કંઈક જુદો જ રાગ આલાપી રહી છે. એક તરફ કોંગ્રેસ (Congress) કથળતી સ્થિતિ વચ્ચે કાઠુ કાઢવા પ્રયાસ કરી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ પગપેસારો કરવા જહેમત કરી રહી છે. એક દિવસનો પણ વેડફાટ કર્યા વિના હવે ભાજપના નેતાઓ (BJP Leaders)  અને કાર્યકરો તહેવારમાં પણ ચૂંટણી મોડમાં જોવા મળી રહ્યા છે.

ઝોનવાઈઝ બેઠકો યોજી કાર્યકરોની નજીક જશે નેતાઓ

માહિતી મુજબ કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના નેતાઓ (BJP Leaders) કાર્યકરો સાથે દિવાળી ઉજવશે. એટલે કે આ ચૂંટણીલક્ષી દિવાળીમાં એક મંચ પરથી ત્રણેય નેતાઓ કાર્યકર્તાઓની નજીક પહોંચશે. આગામી 22 ઓક્ટોબરથી ઝોન વાઇઝ કાર્યકરો સાથે નેતાઓ બેઠકો કરી આગામી રણનિતીનુ મંથન કરશે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની (North Gujarat) બેઠક પાલનપુર,સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ,મધ્ય ગુજરાતની બેઠક વડોદરા અને દક્ષિણ ગુજરાતની બેઠક સુરતમાં યોજાશે. આ ઝોન વાઇઝ બેઠકમાં તમામ સક્રિય કાર્યકરો, આગેવાનો અને હોદેદારો હાજર રહેશે.ત્યારે દિવાળી(Diwali 2022)  પહેલા ભાજપ પાર્ટીના કાર્યકરોમાં જોશ પુરશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

PM મોદી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધશે

તો દિવાળી બાદ પણ સ્નેહ મિલન સંમેલનથી ચૂંટણી માટે કાર્યકરોને ભાજપ તૈયાર કરશે. 1 નવેમ્બરે પીએમ મોદી (PM MOdi) ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધશે. દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમમાં પીએમ મોદી સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર એક સાથે આ સ્નેહ મિલન યોજાશે.

Published On - 2:03 pm, Thu, 20 October 22

Next Article