Gujarat Election 2022 : ગુજરાતમાં શુક્રવારે ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો સંભાળશે પ્રચારની કમાન

|

Nov 17, 2022 | 11:19 PM

Gujarat Election 2022 : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, તમામ રાજકીય પક્ષો પ્રચાર થકી મતદારોની રીઝવવા મથામણ કરી રહ્યા છે. જેમાં ભાજપ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર 89 બેઠકો કરશે. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં શુક્રવારે ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો સંભાળશે પ્રચારની કમાન
BJP Election Campaign

Follow us on

Gujarat Election 2022 : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, તમામ રાજકીય પક્ષો પ્રચાર થકી મતદારોની રીઝવવા મથામણ કરી રહ્યા છે. જેમાં ભાજપ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર 89 સભા કરશે. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી, અંકલેશ્વર અને રાજકોટ પૂર્વમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રણ સભા કરશે. તેવો જામનગર ગ્રામ્ય, ભરૂચના ઓડપાડ અને સુરતમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કુલ 4 સભા કરશે. જ્યારે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની કુલ 4 સભાઓ કરશે. તેમની ચારેય સભાઓ માત્ર સુરતમાં છે.

આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની 4 સભા  કરશે. તેમની સભા મોરબી, માંડવી, કચ્છ, ભાવનગરમાં છે.  તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુલ 3 સભા કરશે. તેમની રેલીઓ વાંકાનેર, ભરૂચના ઝધડિયા અને સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાશે. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 4 સભાઓ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી ભારતી પવાર 2 રેલી  કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 2 રેલી  કરશે.યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ 54 નેતાઓ ગુજરાત ચૂંટણીમાં અલગ-અલગ સ્થળોએ મતદારોને સ્લિપનું વિતરણ કરશે

આ ઉપરાંત, ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરના રોજ રોડ શો અને ડોર-ડોર તું ડોર કેમ્પેઇન કરશે. વડાપ્રધાન મોદી 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીમાં રોડ શો અને ડોર ટુ ડોર પ્રચાર કરશે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પીએમ મતદારોને સ્લિપનું વિતરણ પણ કરશે. પીએમ તેમની જાહેર સભામાં આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે જનસંપર્ક કરશે. વડા પ્રધાન, ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત કુલ 54 નેતાઓ ગુજરાત ચૂંટણીમાં અલગ-અલગ સ્થળોએ મતદારોને સ્લિપનું વિતરણ કરશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ભાજપે ચૂંટણીના મેદાનમાં  નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે. તેમજ તમામ નેતાઓની 20થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય 10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ,નીતિન ગડકરી ,અર્જુન મુંડા ,સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન ,ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

Next Article