ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આજે 160 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદ શહેરની હાઇ- પ્રોફાઇલ મણિનગર વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યો છે. જેમાં ભાજપે મણિનગરના કાઉન્સિલર અને પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટને ટિકિટ ફાળવી છે.ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની મણિનગર વિધાનસભા બેઠક રાજ્યની અતિ મહત્વની વિધાનસભા બેઠક છે. કારણ કે આ બેઠક પરથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ વાર ચુંટણી જીત્યા છે.
અમદાવાદમાં શહેરની મણિનગર બેઠક પરના વર્ષ 2017ના ચુંટણી પરિણામ પર નજર કરીએ તો ભાજપના ઉમેદવાર સુરેશ પટેલનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર સુરેશ પટેલને 1,16,113 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને 40,194 મત મળ્યા હતા.
અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠકના ચુંટણી પરિણામ પર નજર કરીએ તો જણાશે કે વર્ષ 2012 માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા સંજય ભટ્ટને 54 ટકા મતની સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી. જો કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આ બેઠક માટે વર્ષ 2014માં પેટા ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર જતીન કેલ્લાને 56.61 ટકા મતની સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી. આ પૂર્વે વર્ષ 2007 અને વર્ષ 2002 માં આ બેઠક પર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠક પર સતત વિજય મેળવ્યો હતો.
આ બેઠક પર કમિટેડ મતદારો હોવાના લીધે બેઠક ભાજપ જાળવી રાખે છેઅમદાવાદ શહેરની મણિનગર વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો મતદારોમાં 25 ટકા સવર્ણ, 12 ટકા પટેલ, 17 ટકા ઓબીસી, 18 ટકા એસ.સી., પરદેશી 9 ટકા, 7 ટકા મુસ્લિમ,10 ટકા અન્યનો સમાવેશ થાય છે. આમ, જોવા જઈએ આ બેઠક પર સવર્ણ , પટેલ અને ઓબીસી મતદારોનો દબદબો જોવા મળે છે. જો કે આ બેઠક પર કમિટેડ મતદારો હોવાના લીધે બેઠક ભાજપ જાળવી રાખે છે.મણિનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ થાય છે.
આ બેઠક પર કુલ 228 પોલીંગ બુથ આવેલા છે.મણિનગર વિધાનસભા બેઠક પર પુરુષ મતદારો 142,832 , સ્ત્રી મતદારો 1,32, 477 અને કુલ મતદારોની સંખ્યા 2,75,316 છે.
Published On - 8:31 pm, Thu, 10 November 22