Gujarat Election 2022: ‘ગરીબી હટાવો’ નારો દેનારાની ગરીબી દૂર થઈ ગઈ, પરંતુ ગરીબોની ગરીબી ન હટી, દેવેન્દ્ર ફડનવીસે તળાજામાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભાવનગરના તળાજામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનવીસે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો. તળાજામાં તેમની ચૂંટણી સભામાં દેવેન્દ્ર ફડનવીસે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસે ગરીબી હટાવવાનો નારો તો આપ્યો, પરંતુ ગરીબોની ગરીબી તો ન હટી પરંતુ નારો દેનારાની જરૂર હટી ગઈ

Gujarat Election 2022: ગરીબી હટાવો નારો દેનારાની ગરીબી દૂર થઈ ગઈ, પરંતુ ગરીબોની ગરીબી ન હટી, દેવેન્દ્ર ફડનવીસે તળાજામાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર
| Edited By: | Updated on: Nov 18, 2022 | 7:37 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી ચુક્યા છે. તમામ પાર્ટીઓ હાલ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. ભાજપે પણ ગુજરાતમાં પ્રચાર માટે તેમના 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે. જેમાં ભાવનગરના તળાજામાં  મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનવીસે ચૂંટણી સભા સંબોધી હતી. આ સભા દરમિયાન દેવેન્દ્ર ફડનવીસે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગરીબી હટાવો નારો દેનારાની ગરીબી દૂર થઈ ગઈ, પરંતુ ગરીબોની ગરીબી ન હટી. કોંગ્રેસના કાળમાં ઈન્દિરા ગાંધી કહેતા હતા ગરીબી હટાવો, રાજીવ ગાંધી કહેતા હતા ગરીબી હટાવો, નરસિંહરાવ કહેતા હતા ગરીબી હટાવો, આ દરેકની ગરીબી દૂર થઈ ગઈ. પરંતુ ગરીબોની ગરીબી દૂર ન થઈ. તેમણે ઉમેર્યુ કે બધા નેતા માલામાલ, પરંતુ ગરીબ કંગાળ, આ સ્થિતિ કોંગ્રેસના રાજમાં જોવા મળતી હતી.

ગુજરાત ચૂંટણી 2022: મોદી સરકારે વચેટિયા રાજ અને દલાલીપ્રથાનું નામોનિશાન મીટાવી દીધુ

ફડનવીસે જણાવ્યુ કોંગ્રેસના રાજમાં ગરીબોના નામથી યોજનાઓ તો બનતી હતી, પરંતુ પૈસા તો કોંગ્રેસના નેતાઓના ખિસ્સામાં જ જતા હતા. ખુદ રાજીવ ગાંધી કહેતા હતા કે હું એક રૂપિયો મોકલુ છુ તો માત્ર 15 પૈસા અસલી લાભાર્થી સુધી પહોંચે છે અને 85 પૈસા વચ્ચેની વ્યવસ્થા ખાઈ જાય છે. આ દેશમાં નરેન્દ્ર મોદીએ પ્રથમવાર એવી વ્યવસ્થા બનાવી કે એક રૂપિયો મોકલે તો પુરેપુરો એક રૂપિયો અસલી લાભાર્થી સુધી પહોંચે છે. કોઈ દલાલ નહી, કોઈ વચેટિયા નહીં.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: પીએમ મોદીએ લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવાનું કામ કર્યુ

ફડનવીસે જણાવ્યુ કે લોકોનું જીવનધોરણ ઉંચુ લાવવાની શરૂઆત પીએમ મોદીએ કરી. દેશમાં કરોડો બેઘર લોકોને મકાન આપવાનું કામ મોદી સરકારે કર્યુ. ગેસ કનેક્શન અને હર ઘર શૌચાલયની વ્યવસ્થા મોદી સરકારે કરી, હર ઘર વીજળી પહોંચાડવાની વ્યવસ્થા કરી. નાનામાં નાના માણસના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ દેશની મોદી સરકારે કર્યુ. ખેડૂતોને કિસાન સહાય યોજના અંતર્ગત સહાય નિધિ મળવાની શરૂઆત થઈ. ગરીબોને મફત અનાજ આપવાનુ કામ શરૂ કર્યુ. રોજગારીની વિવિધ યોજનાઓ શરૂ થઈ.

 ગુજરાત ઈલેક્શન 2022: 135 કરોડ લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન અપાઈ

દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યુ કે કોરોના જેવી મહામારી દરમિયાન ગરીબોને મફતમાં રાશન આપવામાં આવ્યુ સાથોસાથ દેશના દરેક વ્યક્તિને કોરોનાની રસી વિનામૂલ્યે આપવામાં આવી.