
ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે પક્ષાંતરમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે નારાજગીનું કારણ આગળ ધરીને કોંગ્રેસમાંથી કેટલાય હોદ્દેદારો ચૂંટણીનો લાભ ખાંટવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કેટલાક વળી ભાજપમાંથી કોંગ્રેસમાં અને આપમાં જઈ રહ્યા છે તો આ કડીમાં કચ્છમાંથી સમાચાર સામે આવ્યા છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મહેશ્વરી સમાજના હોદ્દેદારોએ નારાજ થઇને રાજીનામા ધરી દીધા છે. ગાંધીધામમાંથી કોંગ્રેસે ભરત સોંલકીને ટિકીટ આપતા મહેશ્વરી સમાજના ઉમેદવારનું પત્તુ કપાયું છે અને આ બાબતથી મહેશ્વરી સમાજ નારાજ છે. આ કારણથી 17થી વધુ જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. હોદ્દેદારોએ પોતાના રાજીનામા જગદીશ ઠાકોરને સોંપ્યા હતા ગાંધીધામ બેઠકની વાત કરીએ તો અહીં મહેશ્વરી સમાજના 70,000 જેટલી વસ્તી છે મહેશ્વરી સમાજને ટિકિટ ન અપાતા કૉંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે
ગાંધીધામ ઐદ્યોગિક વસાહત ઘણી છે અને અહીં અલગ અલગ વસ્તી રહે છે ત્યારે અગરિયા પરિવારમાંથી આવતા 42 વર્ષીય ભરત સોલંકી પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે. અહીં ભાજપના મહેશ્વરી સમાજના ઉમેદવનારોનું વર્ચસ્વ રહ્યું છે ત્યારે કોંગ્રેસે હાલમાં જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાંથી એક ઉમેદવારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે ઉમેદવાર એટલે ગાંધીધામના ભરત સોલંકી. ભગવાં કપડાં, કાનમાં કુંડળ અને ગળામાં માળા પહેરે છે તેઓ ધોરણ 9 પાસ છે તેમણે ઉમેદવાર તરીકેની પસંદગી બાદ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વર્ષો પહેલા તેમના પરિવારને મીઠું પકવવાની જમીન આપવામાં આવી હતી. ભરત સોલંકી અખિલ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ પદે પણ કાર્ય કરતા હતા.
ગાંધીધામની બેઠક એવી છે જ્યાં ભાજપનો દબદબો છે વર્ષ 2012માં રમેશ મહેશ્વરી ભાજપના ઉમેદવનાર હતા અને તેઓએ કોંગ્રેસના જયશ્રી ચાવડા સામે જીત મેળવી હતી તો વર્ષ 2017માં ભાજપના માલતી મહેશ્વરી સામે કોંગ્રેસ પિંગળની હાર થઈ હતી. હવે આ વર્ષે કોંગ્રેસે તો પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ બાજપ સામે સીધી ટક્કર આપવા બી.ટી. મહેશ્વરીને મેદાનમાં ઉતાર્યા છે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે ત્યારે ભાજપ આ બેઠક પર કોને ઉતારશે તે જોવું રહ્યું.