Gujarat Election 2022: ભાજપે મધરાતે ઉમેેદવારોને કર્યા ફોન,  જાણો કોના નામ કપાયાં અને કોને મળી ટિકિટ

|

Nov 10, 2022 | 8:06 AM

તાલાલા બેઠક પર ભગા બારડને (Bhaga Barad) ટિકીટ આપવામાં આવી છે જ્યારે ગઢડામાં સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા ચૂંટણી ના મેદાનમાં છે તો અમરેલી જિલ્લામાં કૌશિક વેકરિયાને ટિકીટ ફાળવવામાં આવી છે. તો વલસાડ ની ચારેય બેઠક પર ઉમેદવારોનો રીપીટ કરવામાં આવ્યા છે.

Gujarat Election 2022:  ભાજપે મધરાતે ઉમેેદવારોને કર્યા ફોન,  જાણો કોના નામ કપાયાં અને કોને મળી ટિકિટ
Gujarat Election 2022 candidate

Follow us on

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તેવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી રાતે 1 વાગ્યા બાદ જાહેર કરવામાં આવતા કપાયેલા નેતાઓના જૂથમાં ઉદાસી તો તક મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં આનંદ વ્યાપી ગયો હતો. યાદી જાહેર થતા પહેલા જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કેટલાક ઉમેદવારોને સીધા ફોન કરી દેવામાં આવ્યા હતા. જેમાં ગીર સોમનાથમાં નો રિપીટ થીયરી જોવા મળી હતી. ગીર સોમનાથ બેઠક પર જશા બારડનું પત્તુ કપાયું કપાયું છે અને ભાજપ દ્વારા આ બેઠક પર માનસિંહ પરમારને ટિકીટ ફાળવવામાં આવી છે. તો તાલાલા-91  બેઠક પર ભગા બારડને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ગઢડા એસસી  બેઠક પરથી  આત્મારામ પરમારનું પત્તુ કપાયું છે અને સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા ચૂંટણી ના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  તો અમરેલી જિલ્લામાં કૌશિક વેકરિયા, લીંબડીમાં કિરીટસિંહ રાણાને ટિકીટ ફાળવવામાં આવી છે. તો વલસાડ ની ચારેય બેઠક પર ઉમેદવારોનો રીપીટ કરવામાં આવ્યા છે.

 

 

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો

વલસાડમાં ભરત પટેલ રિપીટ

ગુજરાત વિધાનસભાની 179 વલસાડ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્યને ફરી વાર રીપીટ કર્યા છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોડી રાત્રે ફોન દ્વારા ભરત પટેલની પસંદગી થઈ હોવાનું જણાવતા ભાજપ કાર્યકરો અને ભરત ભાઈના સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ જામ્યો હતો.મોડી રાત્રે તેમના સમર્થકો ઘરે ભેગા થયા હતા અને મોઢું મીઠું કરીને શુભેચ્છા આપી હતી. તો સતત ત્રીજી વાર ભરત ભાઈ ને ભાજપે ટિકિટ આપતા તેમણે ભાજપ મોવડી મંડળ નો આભાર માન્યો હતો.

 

 સુરેન્દ્રનગરની લીમડી  બેઠક પર કિરીટસિંહ રાણા યથાવત

 

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના ઉમેદવારો નિશ્ચિત છે જે પૈકી   દસાડા -60  61 લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને  બેઠક પર પી.કે. પરમાર, ધ્રાંગધ્રા -64 બેઠક પર પ્રકાશ વરમોરાને ટિકિટ 62 વઢવાણ બેઠક પર જિજ્ઞા પંડ્યા, ચોટીલા -63 બેઠક ઉપર શામજી ચૌહાણની  ટિકીટ નક્કી છે.

 

 

Published On - 7:56 am, Thu, 10 November 22

Next Article