Gujarat Election 2022: બીજા તબક્કાના મતદાન પૂર્વે અમદાવાદમા પીએમ મોદીનો રોડ શો, પીએમ મોદીને જોવા હજારો લોકો ઉમટ્યા

ગુજરાતમા પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાના મતદાન માટે ભાજપ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં પીએમ મોદીએ આજે અમદાવાદ શહેર મેગા રોડ શો યોજયો હતો. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો. ગુજરાતના ચૂંટણી ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર મોદીએ કર્યો

Gujarat Election 2022: બીજા તબક્કાના મતદાન પૂર્વે અમદાવાદમા પીએમ મોદીનો રોડ શો, પીએમ મોદીને જોવા હજારો લોકો ઉમટ્યા
Ahmedabad PM Modi
| Edited By: | Updated on: Dec 01, 2022 | 10:30 PM

ગુજરાતમા પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાના મતદાન માટે ભાજપ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં પીએમ મોદીએ આજે અમદાવાદ શહેર મેગા રોડ શો યોજયો હતો. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો. ગુજરાતના ચૂંટણી ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર મોદીએ કર્યો. મોદીએ મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું.

પીએમનુ સ્વાગત કરવા માટે લોકોમાં અનેરો જોશ

અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો યોજાયો છે. 50 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન શહેરના અનેર રૂટ પરથી આ રોડ શો પસાર થઈ રહ્યે છે. જેમા શિવરંજની ચાર રસ્તા નજીકથી આ રોડ શો પસાર થયો ત્યારે હર્ષની ચિચિયારીઓ સાંભળવા મળી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડા પાટીયાથી આગળ વધ્યો. અહીં નાના-નાના બાળકો પીએમ મોદીના ચહેરાવાળા માસ્ક પહેરીને આવ્યા છે. લોકો હાથમાં ફુલોની થાળી લઈને તૈયાર ઉભા છે. બાળકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. પીએમનુ સ્વાગત કરવા માટે લોકોમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ અહીં ડીજેની પણ વ્યવસ્થા કરી  હતી અને એક ઉત્સાહ જેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે.

એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોડ શો થોડીવાર માટે રોકાયો

રોડ શો રૂટ પર ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ લોકોનુ અભિવાદન જીલતા જીલતા આગળ વધી રહ્યા છે. રોડ શો રૂટ પર ગુજરાતનો સિંહ આવ્યો જેવા નારા પણ સતત ચાલી રહ્યા છે. આ રોડ શોને થોડીવાર માટે ધીમો પણ કરવામાં આવ્યો હતો અને એક એમ્બ્યુલન્સને પણ રસ્તો કરી દેવામાં આવ્યો હતો. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત સાથેનુ જોડાણની તાકાત પણ જોવા મળી રહી છે. ઢોલ નગારા, ફટાકડા ફુલોની વર્ષા બધુ જ અહીં જોવા મળી રહ્યુ છે.

પીએમના અભિવાદન માટે રોડ શો રૂટ પર ગુલાબની પાંખડીઓની સતત વર્ષા

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર પર ગુલાબની પાંખડીઓની વર્રોષા રોડની બંને સાઈડથી સતત કરવામાં આવી રહી છે. શિયાળાનો સમય હોવા છતા મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકો પણ રોડ શોમાં ઉમટી પડ્યા છે. લોકો સાથે કનેક્ટ થવાની પીએમ મોદીનો આ અનોખો અંદાજ છે. પીએમ મોદીની લોકપ્રિયતા અનેકગણી છે. તેમની આ લોકપ્રિયતાને કારણે જ તેઓ દરેક ચૂંટણી જીતતા આવ્યા છે. કોઈપણ રાજ્યમાં જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ભાજપ પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડે છે. કોર્પોરેશનની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની ભાજપ હંમેશા પીએમના ચહેરા પર જ ચૂંટણી લડે છે.