Gujarat Election 2022: મહેસાણામાં નીતિન પટેલનો ડંકો ટિકીટ સાથે અને વગર પણ વાગે છે, રેલીઓમાં લેવાઈ રહ્યું છે નામ, વાંચો શું છે કારણ

|

Dec 02, 2022 | 3:11 PM

ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મહેસાણા શહેર એકમના પ્રમુખ મૂકેશ પટેલને બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નીતિન પટેલના સમર્થક ગણાતા મૂકેશ પટેલ તેમના ભાષણોમાં નીતિન પટેલને મહેસાણાના વિકાસ પુરુષ અને પોતાને તેમના પ્રતિનિધિ ગણાવે છે. વર્ષ  2017ની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા 66 વર્ષીય નીતિન પટેલ મહેસાણા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.

Gujarat Election 2022: મહેસાણામાં નીતિન પટેલનો ડંકો ટિકીટ સાથે અને વગર પણ વાગે છે, રેલીઓમાં લેવાઈ રહ્યું છે નામ, વાંચો શું છે કારણ
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ

Follow us on

ગુજરાત ઇલેકશન 2022:  જનતા પાર્ટી એ આ વખતે ભલે વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મેદાનમાં ઉતાર્યા ન હોય, પરંતુ અગ્રણી પાટીદાર નેતાનું નામ તેમના ગૃહ મતવિસ્તાર મહેસાણામાં યોજાનારી ચૂંટણી રેલીઓમાં સાંભળવા મળી રહ્યું છે.  સમગ્ર ગુજરાતમાં લગાડવામાં આવેલા BJPના બેનરો પર સામાન્ય રીતે પાંચ ચહેરાઓ હોય છે – જેમાં સૌથી વધુ અગ્રણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જેમાં એક તરફ અમિત શાહ અને જેપી નડ્ડા અને બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીઓ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ છે. જો કે મહેસાણામાં નીતિન પટેલનો ચહેરો પણ પોસ્ટર પર દેખાય છે, જે જિલ્લામાં તેમની અપાર લોકપ્રિયતા હોવાનો પુરાવો છે.

દરમિયાન નીતિન પટેલે નિવેદન કર્યું હતું કે લગ્નસરા હોવાથી પ્રથમ તબક્કાની  ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે અને ઓછું મતદાન થયું હોવા  છતાં ભાજપને કોઈ નુકસાન થયું નથી.   તેમજ તેમણે ઉમેર્યું હતું કે  ખેડૂતો માટે પણ શિયાળુ ખેતીની સિઝન ચાલી રહી છે ખેડૂતો પોતાના કામમાં હતા તેની અસર મતદાન પર પડી છે.

ગુજરાત ચૂંટણી 2022 નીતિન પટેલના સમર્થક ગણાતા મૂકેશ પટેલને ઉતાર્યા છે ચૂંટણી જંગમાં

ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મહેસાણા શહેર એકમના પ્રમુખ મૂકેશ પટેલને બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નીતિન પટેલના સમર્થક ગણાતા મૂકેશ પટેલ તેમના ભાષણોમાં નીતિન પટેલને મહેસાણાના વિકાસ પુરુષ અને પોતાને તેમના પ્રતિનિધિ ગણાવે છે. વર્ષ  2017ની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા 66 વર્ષીય નીતિન પટેલ મહેસાણા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. આ જિલ્લો ત્યારે પાટીદાર આંદોલનનું કેન્દ્ર હતો. આંદોલનને કારણે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભાજપને ભારે નુકસાન થયું હતું, પરંતુ પક્ષ અહીં સાતમાંથી પાંચ બેઠકો જીતીને નીતિન પટેલ તેમના ઘરમાં મજબૂત સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. નીતિન પટેલને એક સમયે રાજ્યની ભાજપ સરકારમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછી બીજા ક્રમે ગણવામાં આવતા હતા .  તો   વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ભાજપના ઉમેદવારો વિસ્તારમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરતી વખતે નીતિન પટેલના નામે મત માંગે છે. મૂકેશ પટેલ  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, નીતિનભાઈએ મને અહીંથી ભાજપનો ઉમેદવાર બનાવ્યો અને તેમના દ્વારા કરાયેલા વિકાસના કામો ચાલુ રાખીશું.  ભાજપના કાર્યકર રાકેશ પટેલે જણાવ્યું હતું કે નીતિનભાઈએ સમગ્ર મહેસાણા જિલ્લામાં ભાજપની બેઠકો જાસલવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને છેલ્લી ચૂંટણીમાં ભાજપે કુલ સાત વિધાનસભા બેઠકોમાંથી પાંચ બેઠકો જીતી હતી. આ અંગે  ભાજપ કાર્વીયકરે જણાવ્યું હતું કે અમને અપેક્ષા છે કે પક્ષ તેમની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે અને તેમને રાજ્યસભાના સભ્ય બનાવશે અથવા તેમને લોકસભાની ટિકિટ આપશે અથવા તેમને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરશે.

નીતિન પટેલની બાદબાકીથી કોંગ્રેસ મહેસાણા બેઠક જીતવા આશાવાદી

નીતિન પટેલની ચૂંટણી મેદાનમાંથી હકાલપટ્ટી થતાં કોંગ્રેસ ત્રણ દાયકા કરતાં વધુ સમય બાદ આ બેઠક જીતવાની આશા સેવી રહી છે.   આ મતવિસ્તારમાં નાની મોટી રેલીઓ કરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પી.કે.પટેલે પાટીદાર પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારમાં પરિવર્તનની જરૂરી છે તેમ કહીને પ્રચાર કર્યો હતો.   કોંગ્રેસ  નેતાએ દાવો કર્યો હતો કે ભાજપે તેના વરિષ્ઠ નેતાને ટિકિટ આપી નથી કારણ કે તેને ડર હતો કે નીતિન પટેલ હારી જશે.    કોંગ્રેસના સ્થાનિક નેતા પ્રશાંત ઠાકોરે જણાવ્યું હતું કે નીતિન પટેલની મેદાનમાં ગેરહાજરી મહેસાણામાં થોડી અસર કરશે.  ભાજપ છેલ્લા 32 વર્ષથી આ સીટ જીતી રહ્યું છે. આ બેઠક પર હંમેશા   હરીફાઈ રહી છે.  2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સિવાય  અન્ય  32 ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી હતી.

 

વિથ ઇનપુટ: પીટીઆઇ

Next Article