Gujarat Election 2022 : દિવાળી બાદ કોંગ્રેસનું મોટુ આયોજન, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજો ઉતરશે પ્રચાર મેદાનમાં

|

Oct 23, 2022 | 12:40 PM

મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર (Congress Campaign) કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે.

Gujarat Election 2022 : દિવાળી બાદ કોંગ્રેસનું મોટુ આયોજન, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજો ઉતરશે પ્રચાર મેદાનમાં
Gujarat Congress

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election)  પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી (Political party)  પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. તો હવે કથળેલી સ્થિતિમાં કાઠુ કાઢવા કોંગ્રેસની (Congress) કવાયત તેજ થઈ છે. દિવાળી બાદ કોંગ્રેસ મૂરતિયાની પસંદગીથી લઈ પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતને ઘમરોળી પ્રચાર થકી મતદારોની નજીક પહોંચશે.

ટૂંક સમયમાં કોંગ્રેસ ‘મૂરતિયા’ જાહેર કરશે

ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રકિયા હાલ અંતિમ તબક્કામાં છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish thakor) અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા દિલ્હી જશે. આગામી 26-27 ઓક્ટોબરે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક મળનાર છે. જેમાં સ્ક્રીનિંગ કમિટીએ પસંદ કરેલા ઉમેદવાર પર સીઇસી અંતિમ મહોર લગાવશે. જો કે હાલ કોગ્રેસ (Gujarat congress)  સિંગલ દાવેદાર અને નિર્વિવાદિત બેઠકો પર જ મૂરતિયા ઉતારશે. તો કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થવાની રાહ જોશે. સૂત્રોનુ માનીએ તો પ્રથમ યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામો નહીં હોય. નવા વર્ષની શરૂઆતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું કોંગ્રેસનું આયોજન છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

દિલ્હીમાં મળનાર આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને લઈને પણ મંથન થશે. 31 ઓક્ટોબરે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા (Parivartan Sanklap Yatra) શરૂ થનાર છે, ત્યારે દિલ્લી મુલાકાતમાં રાહુલ ગાંઘી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની તારીખો પણ નક્કી થશે. એટલે કે દિવાળી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

 

પરિવર્તન સંકલ્પ યાત્રાથી રીઝશે મતદારો ?

મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર (Congress Campaign) કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે. જો કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરશે.

દક્ષિણ ગુજરાતની યાત્રા ભરૂચ , નર્મદા , તાપી , સુરત , નવસારી , ડાંગ , અને વલસાડ સહિત સાત જિલ્લામાંથી પસાર થશે. તો મધ્યગુજરાતની યાત્રા જિલ્લા વડોદરા , જિલ્લા અને શહેર , આણંદ , ખેડા, નડિયાદ, મહીસાગર , પંચમહાલ , દાહોદ અને છોટા ઉદેપુર સહિત નવ જિલ્લાને કવર કરશે. જો ઉતર ગુજરાતની (North Gujarat) વાત કરીએ તો બનાસકાંઠા , પાટણ , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી અને ગાંધીનગર સહિત 6 જિલ્લામાંથી પસાર થશે. તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ બે યાત્રા યોજશે.સૌરાષ્ટ્રની બન્ને યાત્રામાં કોગ્રેસ 7 – 7 જીલ્લા કવર કરશે.જેમાં સોરાષ્ટ્રના એક રૂટમા મોરબી, રાજકોટ જામનગર, પોરબંદર, દેવભુમિ દ્રારકા અને જૂનાગઢનો સમાવેશ થશે. તો સૌરાષ્ટ્રના બીજા રૂટમા ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અમદાવાદ જીલ્લા અને શહેરોને આવરી લેવાશે. મહત્વનું છે કે, કોગ્રેસની આ 5 પરીવર્તન સંકલ્પ યાત્રા 31 ઓકટોબરથી શરુ થશે.આ દરેક યાત્રા અંદાજીત 10-10- દિવસની રહેશે. જો કે નેતાઓની નજીક પહોંચતા મતદારોનો હાથ EVM પર જાય છે કે કેમ તે જોવુ રહ્યું.

Published On - 12:35 pm, Sun, 23 October 22

Next Article