ભરૂચના સાંસદ મનસુખ વસાવા મતદાનના એક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટને લઈ ચર્ચામાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સાથે મનદુઃખ ન હોવાની વસાવાએ પોસ્ટ મૂકી છે. ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાના વાયરલ વીડિયો બાદ આંતરિક ખટરાગ સપાટી પર આવ્યો હતો અને રાજ્ય કક્ષાએથી ડેમેજ કંટ્રોલ બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હોવાનું અનુમાન હાલના તબક્કે લાગી રહ્યું છે .
મનસુખ વસાવાએ તેમના ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે તેમને કોઈની સાથે વિવાદ નથી અને બધા ચૂંટણીના કામમાં જોડાઈ જાય.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાજી તેમજ પ્રકાશભાઈ દેસાઈ સાથે મારો કોઈ વિવાદ થયેલ નથી અમે બધા પાર્ટીના આગેવાનો નેત્રંગ કાર્યાલય માં એકત્રિત થયા હતા ત્યાં ઉમેદવારોના રેલીના રૂટને લઈને ચર્ચા થઈ હતી.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 29, 2022
મારા અને મારુતિસિંહ અટોદરિયાજી વચ્ચે કોઈ નારાજગી નથી જેની સૌ કાર્યકર્તાઓએ નોંધ લેવી અને ચૂંટણી ના કામે લાગી જવા સર્વે કાર્યકર્તાઓને મારી અપીલ છે.
લી.
મનસુખભાઈ વસાવા,
સાંસદ સભ્ય ભરૂચ.— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 29, 2022
ચૂંટણી પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચની ઝઘડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા છોટુ વસાવાની પ્રશંસા કરતા કહ્ું હતું કે છોટુ વસાવા અદિવાસીઓ માટે ઉત્તમ કામ કરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવાની આ પ્રકારની પ્રશંસાને કારણે પણ સ્થાનિક રાજકારણમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા.
Published On - 10:00 am, Wed, 30 November 22