Gujarat Election 2022: અશોક ગેહલોતની સભામાં ઘૂસી ગયો આખલો, જાણો પછી અશોક ગેહલોતે શું કહ્યું?

|

Nov 28, 2022 | 9:05 PM

અશોક ગેહલોતના ભાષણ દરમિયાન આખલો લોકો વચ્ચે ઘૂસ્યો હતો અને સભામાં બેઠેલા લોકોમાં દોડધામ મચી હતી.આ મોકાનો લાભ લઈને અશોક ગેહલોતે સભામાં કહ્યું કે, "આ આખલો ભાજપે મોકલ્યો છે. ભાજપ જ આવા ષડયંત્ર કરી શકે આ ભાજપનું કામ છે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: મહેસાણામાં કોંગ્રેસની ચાલુ સભામાં આખલો ઘૂસતા અફરાતફરી મચી હતી અને ફરીથી રખડતા ઢોરના આતંકનો મુદ્દો ચૂંટણીમાં છવાયો હતો. CM અશોક ગેહલોતના ભાષણ દરમિયાન આખલો લોકો વચ્ચે ઘુસ્યો હતો અને સભામાં બેઠેલા લોકોમાં દોડધામ મચી હતી સાથે જ લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. તો બીજી તરફ મોકાનો લાભ લઈને અશોક ગેહલોતે સભામાં કહ્યું કે, “આ આખલો ભાજપે મોકલ્યો છે. ભાજપ જ આવા ષડયંત્ર કરી શકે આ ભાજપનું કામ છે. નોંધનીય છે કે  હાલમાં ગુજરાતમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે માહોલ રચમસીમાએ છે ત્યારે ભાજપ , કોંગ્રેસ અને AAP ના નેતાઓ  ગુજરાતને ઘમરોળી રહ્યા છે ત્યારે  કોંગ્રેસના વરિષ્ઠ નેતા  અશોક ગેહલોત આજે મહેસાણામાં ઉપસ્થિત રહ્યા હતા અને  તેમણે સભાને સંબોધિત કરી હતી. જોકે તેમના સંબોધન દરમિયાન ચાલુ સભામાં આખલો ઘૂસી આવ્યો હતો અને થોડી વાર તો સભામાં નાસભાગ મચી ગઈ હતી. આથી તેમણે ભાજપ ઉપર આકરા વાકપ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે  આ આખલો ભાજપે જ મોકલ્યો છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:01 pm, Mon, 28 November 22

Next Article