Gujarat Election 2022: બનાસકાંઠામાં મતદાન માટે 2 હજાર 613 બુથ તૈયાર, 7 સખી બુથ પણ તૈયાર કરાયા

|

Dec 04, 2022 | 12:40 PM

Gujarat assembly election 2022: મતદાન માટે બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકના તાલુકા મથકો પર EVM પહોંચાડવાની કામગીરી કરાઈ છે. જિલ્લામાં કુલ 2 હજાર 613 બુથ તૈયાર કરાયા છે. જ્યારે 19 હજાર 992 કર્મચારીઓ ફરજ બજાવવાના છે.

Gujarat Election 2022: બનાસકાંઠામાં મતદાન માટે 2 હજાર 613 બુથ તૈયાર, 7 સખી બુથ પણ તૈયાર કરાયા
બનાસકાંઠામાં મતદાન પહેલા વહીવટી તંત્ર સજ્જ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : બીજા તબક્કાના મતદાનને લઈ બનાસકાંઠાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 24 લાખ 90 હજાર 926 મતદારો 75 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન માટે બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકના તાલુકા મથકો પર EVM પહોંચાડવાની કામગીરી કરાઈ છે. જિલ્લામાં કુલ 2 હજાર 613 બુથ તૈયાર કરાયા છે. જ્યારે 19 હજાર 992 કર્મચારીઓ ફરજ બજાવવાના છે. વિધાનસભા દીઠ એક આદર્શ મતદાન મથક, એક દિવ્યાંગો માટેનું બુથ, ઇકો ફ્રેન્ડલી મતદાન બુથ અને 7 સખી બુથ પણ તૈયાર કરાયા છે. જ્યાં નેટવર્ક નથી મળતું તેવા મતદાન કેન્દ્ર પર વાયરલેસ અને વીડિયો રેકોર્ડિંગ સાથેની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા


તો બીજીતરફ પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરી લીધી છે. પોલીસના 3 હજાર જવાનો મતદાનમાં ફરજ બજાવશે. જ્યારે 5 હજાર 440 હોમગાર્ડ પણ ફરજ બજાવશે. આ સિવાય આર્મી પ્લાટુન અને BSFની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. જિલ્લાના સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ગુજરાત ઇલેકશન 2022 : 61 પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ

મહત્વનું છે કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે, ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

Next Article