Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માતાજીના શરણે, ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો થયો પ્રારંભ

|

Sep 28, 2022 | 10:10 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) સત્તાના શિખર સર કરવા દરેકા રાજકીય પાર્ટી એડી ચોટીનુ જોર લગાવી રહી છે, ત્યારે કારમાં પણ ન જોવા મળતા નેતાઓ હવે પગપાળા યાત્રા કરીને મતદાતાઓને રીઝવવા મથામણ કરી રહ્યા છે.

Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માતાજીના શરણે, ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો થયો પ્રારંભ
Congress Yatra

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Elections) રણશિંગું ફુંકાઇ ગયું છે. દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં વિજય માટે પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કરી દીધા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ (Congress) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં  (Saurashtra)  કોંગ્રેસ દ્વારા આજથી ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, (Jagdish thakor), રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા,ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.ચૂંટણી પહેલા આ યાત્રા સૌરાષ્ટ્રની ઘણી બધી બેઠકોમાં ફરશે.

કોંગ્રેસ 125 થી વધારે બેઠક જીતશે : જગદીશ ઠાકોર

રાજકોટના રેસકોર્સથી નીકળેલી આ યાત્રા ગોંડલ,વિરપુર,ખોડલધામ,ગાંઠિલા અને ત્યાંથી સિદસર જશે.તો ખોડલધામ ખાતે નરેશ પટેલ (Naresh Patel) સ્વાગત કરશે તેવો પણ કોંગ્રેસે દાવો કર્યો છે.તો આ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કોંગ્રેસ 125 થી વધારે બેઠક જીતશે.તો ગત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) કરતા સારૂ રાજકીય વાતાવરણ હોવાનુ જણાવ્યુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ યાત્રા ખૂબ જ મહત્વની છે. આ યાત્રા દ્વારા સૌરાષ્ટ્રની 24 જેટલી બેઠકોને આવરી લેશે. આ યાત્રા થકી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ કરશે.આ યાત્રા થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ રહેશે.

( વીથ ઈનપૂટ -મોહિત ભટ્ટ, રાજકોટ)

Published On - 9:50 am, Wed, 28 September 22

Next Article