Gujarat Assembly Election: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પૂર્ણ

|

Oct 25, 2022 | 5:22 PM

ગુજરાત વિધાનસભા ચુંટણીને(Gujarat Assembly Election) લઇને ભાજપ(BJP)એક્શન મોડમાં છે. જેમાં પીએમ મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)રાજ્યના પ્રવાસે છે. જેમાં મધ્ય ગુજરાત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.

Gujarat Assembly Election: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પૂર્ણ
HM Amit Shah
Image Credit source: File Image

Follow us on

ગુજરાત વિધાનસભા ચુંટણીને(Gujarat Assembly Election) લઇને ભાજપ(BJP)એક્શન મોડમાં છે. જેમાં પીએમ મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)રાજ્યના પ્રવાસે છે. જેમાં મધ્ય ગુજરાત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ગીર સોમનાથમાં ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પૂર્ણ ત્રણ અલગ અલગ તબક્કામાં બેઠક યોજાઈ હતી. જેમાં અમિત શાહે હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રમાં ગત ચૂંટણી કરતા સારૂ પરિણામ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. તેમજ આગામી ચૂંટણીમાં જીતી શકે છે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2017 કરતા ભાજપ માટે વાતાવરણ સારું છે. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના એપી સેન્ટર સમાન ગણાતી સોમનાથ બેઠકો પર મંથન

અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેમાં ઝોન મુજબ બેઠકો યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો જીતવા રણનીતિ ઘડવામાં આવી. ત્યારબાદ તેઓ મધ્યગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. જેમાં મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. મધ્ય બાદ ગઈકાલે અમિત શાહ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં સવારના 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. અહીં અમિત શાહે ઉત્તર ગુજરાતની તમામ 59 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો. આજે સૌરાષ્ટ્રના એપી સેન્ટર સમાન ગણાતી સોમનાથ બેઠકો પર મંથન કરવા અમિત શાહ ગીર સોમનાથ પહોંચ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને  લઈને ચૂંટણી પંચની કવાયત ગુજરાતમાં પૂર્ણ થઇ છે. આ મહિનામાં ચૂંટણી પંચ ત્રણ દિવસ માટે ગુજરાત  આવ્યુ હતુ અને અલગ અલગ ઝોનમાં તેમણે બેઠકો પણ કરી છે. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બીજી નવેમ્બરે બપોર સુધીમાં કરે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની શક્યતા છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત અને બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓની બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ શકે છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

બે તબક્કામાં યોજાશે ચૂંટણી

2 નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણીનાં પરિણામો હિમાચલપ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે જાહેર થશે. જે દિવસે ચૂંટણી જાહેર થાય તે જ દિવસથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ જશે. 12 ડિસેમ્બરે સુધીમાં નવી સરકારનું મંત્રીમંડળ જાહેર થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. પહેલા તબક્કાનું મતદાન ગુજરાતમાં 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે થઈ શકે છે. જ્યારે બીજા તબકકાનું મતદાન 5 અથવા 6 ડિસેમ્બરે થઈ શકે છે.

ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક કેબિનેટ બેઠક મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજ્ય સરકારની વધુ એક કેબિનેટ બેઠક મળવાની છે. ત્યારે કેબિનેટ બાદ કેટલીક મહત્વની જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક વાર ગુજરાત આવવાના છે. PM મોદી 29, 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ કેવડિયા તથા માનગઢમાં હાજરી આપશે. આ મુલાકાત તેઓ એક વડાપ્રધાન તરીકે લેવાના છે. તેઓ ચૂંટણી પછી પણ ગુજરાત આવશે. જો કે તેઓ વડાપ્રધાન તરીકે નહીં પણ ભાજપના કેમ્પેઇન માટે આવશે.

Published On - 5:14 pm, Tue, 25 October 22

Next Article