Gujarat Election 2022 Voting LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણીના (ગુજરાત ઈલેક્શન વોટિંગ અપડેટ્સ) બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. જો કુલ મતદાતાની વાત કરીએ તો બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો છે. આજે 93 બેઠકોના ચૂંટણી જંગમાં કુલ 833 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ થશે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. મહત્વનું છે કે બીજા તબક્કામાં કુલ 285 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. તો આ મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે. સાથે જ 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. આપને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં એકંદરે ઓછુ મતદાન થતા રાજકીય પક્ષોની ચિંતા વધી હતી, ત્યારે બીજા તબક્કામાં આ સિલસિલો યથાવત રહે છે કે બમ્પર મતદાન થશે. તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કામાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. આ સાથે 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ છે. પ્રથમ તબક્કામાં પણ 61 ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન નોંધાયુ હતુ.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યમાં ફરી એકવાર ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે નરોડામાં મતદાન કર્યુ હતુ, જેમા જગદિશ ઠાકોરે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે ચૂંટણી પંચ સામે પણ ગંભીર આરોપ લગાવ્યા. જગદિશ ઠાકોરે ભાજપ પર આરોપ લગાવ્યા કે ભાજપના ગુંડા અને લુખા તત્વો કામ કરે છે. દાંતાના ઉમેદવારની ત્રણ કલાક સુધી ભાળ ન મળે. ચૂંટણી પંચ અમારી ફરિયાદ નથી લઈ રહી. અનેક જગ્યાએ EVM મશીન હોવા છતા કોઈ કાર્યવાહી થતી નથી.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી 9 EVM ખોટવાયા. સવારથી અત્યાર સુધીમાં 9 EVM ખોટવાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 19 VVPAT ખોટવાયા હતા. ખામી ભરેલા EVM અને VVPAT બદલી મતદાન ચાલુ રખાયુ હતુ.
ખેડા જિલ્લામાં બપોરના 3 વાગ્યા સુધીમાં અંદાજિત 53.91 % મતદાન નોંધાયું છે.
માતર 55.78 %
નડિયાદ 45.67 %
મહેમદાવાદ 58.87%
મહુધા 55.38%
ઠાસરા 55.32%
કપડવંજ 53.21%
અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના રહેવાસી જોરૂભાઈ સાથાભાઈ પટેલે વોટ આપી જણાવ્યુ કે વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય તેવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો છે. આવુ કહેનાર જોરુભાઈનો એક વર્ષ અગાઉ અકસ્માત નડ્યો હતો જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા હતા. પેરાલિસીસના કારણે તેમને દૈનિક ક્રિયાઓમાં મુશ્કેલી નડવા લાગી હતી. પરંતુ મત આપવા માટે તેઓ મક્કમ હતા. આથી ધરજી ગામમાં બૂથ નંબર 257ના સ્ટાફે તેમનો સંપર્ક કરી તેમને શાળા સુધી અને ત્યાંથી EVM મશીન સુધી લઈ જવા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી હતી.
સાબરકાંઠામાં જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 57.23 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ ઈડરમાં 58.22 ટકા મતદાન નોંધાયુ છે. ખેડબ્રહ્મામાં 56.26 ટકા અને પ્રાંતિજમાં 57.78 ટકા મતદાન નોંધાયુ છે.
વડોદરા શહેરમાં બપોરના ત્રણ વાગ્યા સુુધીમાં 49.60 ટકા મતદાન નોંધાયુ છે. જેમા
અકોટા – 43.69 ટકા
માંજલપુર -43.46 ટકા
રાવપુરા – 44.08 ટકા
સયાજીગંજ -44.21 ટકા
શહેર વિધાનસભા -44.46 ટકા
ડભોઇ – 56.28 ટકા
કરજણ – 55.47 ટકા
પાદરા -57.57 ટકા
સાવલી -59.55 ટકા
વાઘોડિયા – 54.93 ટકા
સૌથી વધુ સાવલી બેઠક પર 59.55 ટકા મતદાન
સૌથી ઓછું માંજલપુર બેઠક પર 43.46 ટકા મતદાન
છોટાઉદેપુરમાં જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 54.40 ટકા મતદાન નોંધાયુ છે. પાવી જેતપુરમાં 58.62 ટક મતદાન જ્યારે સંખેડા તાલુકામાં 56.89 ટકા મતદાન નોંંધાયુ છે.
મહેસાણા જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 51.33 ટકા મતદાન નોંધાયુ છે.
બહુચરાજી 50.01
કડી 48.80
ખેરાલુ 52.47
મહેસાણા 48.54
ઊંઝા 48.48
વિજાપુર 55.93
વિસનગર 56.57
મહિસાગર જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 48.54 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં બાલાસિનોરમાં 46.79 ટકા, લુણાવાડામાં 49.61 ટકા, સંતરામપુરમાં 49.35 ટકા મતદાન નોંધાયુ છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022: આણંદ જિલ્લામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 53.75 % નોંધાયુ છે.
108 -ખંભાત 52.05 ટકા
109 -બોરસદ 54.48 ટકા
110 – આંકલાવ 59.08 ટકા
111- ઉમરેઠ 52.94 ટકા
112 – આણંદ 47.92 ટકા
113- પેટલાદ 55.80 ટકા
114 -સોજીત્રા 56.30 ટકા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જેમા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયુ છે.
અમદાવાદ 44.67 %
આણંદ 53.75%
અરવલ્લી 54.19%
બનાસકાંઠા 55.52%
છોટા ઉદેપુર 54.40%
દાહોદ 46.17%
ગાંધીનગર 52.05%
ખેડા 53.94%
મહેસાણા 51.33%
મહીસાગર 48.54%
પંચમહાલ53.84%
પાટણ 50.97%
સાબરકાંઠા 57.23
વડોદરા 49.69%
આણંદ: સોજિત્રા વિધાનસભાના ધર્મજ ગામે 104 વર્ષના વૃદ્ધે મતદાન કર્યુ છે. ધર્મજની કાશીબા વિદ્યાલય ખાતે 104 વર્ષના ડાયાભાઈ સોમાભાઈ પટેલ વ્હીલચેરમાં મતદાન માટે પહોંચ્યા હતા. હાલ જ્યારે અનેક યુવાનો મતદાન પ્રત્યે નીરસ જણાય છે ત્યારે આ વૃદ્ધ મતદાતા પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે. ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Gujarat Election 2022 Voting LIVE : અમદાવાદના બાપુનગરમાં જાન લઈ નીકળતા પહેલાં વરરાજાએ મતદાન કર્યું. વરરાજા પીઠીની પરંપરા સાચવી મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
The groom casts his vote ahead of the wedding in #Ahmedabd #GujaratAssemblyPolls #GujaratElections #GujaratAssemblyElection #TV9News pic.twitter.com/KhMcYTyCqv
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
Gujarat Election 2022 Voting LIVE : ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં મતદાન કર્યું હતું. ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણે સહપરિવાર મતદાન કર્યું હતું.
Gujarat Election 2022 Voting LIVE : મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠકના 3 ગામમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. વરેઠા, ડાલીસણા અને ડાવોલ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ રૂપેણ નદી જીવંત કરવાની અને ગામ તળાવ ભરવાની માગણી સાથે 3 ગામમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ત્રણ ગામ મતદાનથી અળગા રહ્યા હતા.
Gujarat Election 2022 Voting LIVE : પંચમહાલના ગોધરામાં ભાજપના ઉમેદવારને મતદાન કરતો વીડિયો વાયરલ થયો હતો. તેઓ ફરી વાર વોટ આપતા હોય તેઓ વીડિયો વાયરલ થયો હતો.
ગોધરા વિધાનસભા સીટ પરના ઉમેદવારના નિશાન આગળ બટન દબાવતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ ભાજપના સમર્થક મતદાર દ્વારા જ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
Video of an individual voting for #BJP at #Godhra polling booth goes viral#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/Tn3PCDcnLk
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
Gujarat Election 2022 Voting LIVE : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિમંતસિંહ પટેલે મતદાનની ફરજ નિભાવી હતી જોકે મતદાન કર્યા બાદ તેમણે ધીમા મતદાનની ફરિયાદ પણ કરી હતી.
Gujarat Election 2022 Voting LIVE : સંતરામપુર તાલુકાના કણજરા ગામેથી ટીમલા ગામે મતદાન કરવા માટે મતદારો હોડીમાં બેસીને પહોંચ્યા હતા. આ મતદારો 3થી 4 કિલોમીટરનુ ંઅંતર કાપીને મતદાન મથકે પહોંચ્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાં મતદારો ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
Gujarat Election 2022 Voting LIVE : લોકશાહીમાં ચૂંટણીનો અવસર ચાલી રહ્યો છે ત્યારે નડિયાદના ખેડામાં દિવ્યાંગ મતદાતાએ હાથ ન હોવાથી પગથી મતદાન કર્યું હતું. અંકિત સોની નામના દિવ્યાંગ મતદાતાએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા, તેથી હું હવે મત આપવા માટે મારા પગનો ઉપયોગ કરું છું.
A differently-abled voter casts his vote for the second phase of #GujaratAssemblyPolls in #Nadiad, Kheda
“I lost both my hands 20 years ago in an accident but that did never stop me from casting my vote. I use my feet to vote now,” said Ankit Soni#Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/ttbORgqlc4
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
Gujarat Election 2022 Voting LIVE : ઉત્તર ગુજરાતમાં પાટણની બેઠક ઉપર મતદાન મથકે હોબાળો થયો છે પાટણની બેઠક ઉપર કિરીટ પટેલનું અસભ્ય વર્તન સામે આવ્યું હતું. તેમણે મતદાન મથક ખાતે ગાળાગાળી કરતા પોલીસ કર્મચારીઓએ મામલો થાળે પાડ્યો હતો.
પાટણમાં મતદાન મથકે થઇ બબાલ; કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન મથકે કરી ગાળાગાળી#Patan #Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/s6MF1nUmSt
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
Gujarat Election 2022 Voting LIVE : વિરમગામમાં બોસ વોટિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહિલા મતદારનું વોટિંગ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો હતો. વિરમગામની ધર્મ જીવન વિદ્યા નિકેતન શાળામાં બનાવાયેલા બૂથમાં આ ઘટના બની હોવાનુંસામે આવ્યું હતું. ચૂંટણી અધિકરીએ મહિલાને આ અંગે જાણ કરતા મતદાતા મહિલાએ બોગસ વોટિંગનો આરોપ મૂકીને વિરોધ નોંધાવ્યો હતો.
સાબરકાંઠાની પ્રાંતિજ બેઠકના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે મતદાન કર્યું છે. તેમણે પોતાના ગામ વક્તાપુરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. ગજેન્દ્રસિંહે લોકોને મતદાનની અપીલ કરી. તેમણે કહ્યું કે ખૂબ જ શાંતિમય વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, 1 વાગ્યા સુધીમાં 30.28 ટકા મતદાન થયુ છે.
બીજા તબક્કાના મતદાનમાં છોટાઉદેપુરની 3 બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. આ વખતે છોટાઉદેપુરની બેઠક પર બે દિગ્ગજ આદિવાસી નેતાઓના પુત્ર સામ-સામે હોવાથી ખરાખરીનો જંગ જોવા મળશે. 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ આ વખતે ભાજપનો હાથ પકડ્યો છે. ત્યારે TV9 સાથેની વાતચીતમાં મોહનસિંહ રાઠવાએ પોતાનો પુત્ર જંગી બહુમતીથી વિજયી મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ તરફ મહીસાગરના લુણાવાડામાં મતદાનમાં બપોર પછી નિરસતા જોવા મળી હતી. એસટી ડેપો સામે આવેલા સખી બુથ પર એકલ -દોકલ મતદારો જોવા મળ્યા હતા. બુથ પર નહીવત ભીડ જોવા મળતા મતદારોમાં નિરસતા હોય તેવું લાગી રહ્યું હતું. લુણાવાડાની સાથે સંતરામપુરના મોટાભાગના સ્થળે પણ નહિવત ભીડ હતી. મતદારોની નિરસતાના પગલે મત કરવા આવેલા મતદારોએ અન્ય મતદારોને જાગૃત બનવા અને મતદાન કરવા અપીલ કરી હતી.
ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર અને SPG વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ સહિત કર્મચારીઓએ મામલો થાળે પાડ્યો.
અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ડૉ.જીતુ પટેલે નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યું. મોંઘવારી અને ઇંધણના ભાવના કારણે લોકો કોંગ્રેસને પસંદ કરવાનો તેમણે દાવો વ્યક્ત કર્યો છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મોટેરામાં બે સ્કૂલના બુથમાં કોંગ્રેસના ટેબલોની તોડફોડ કરવામાં આવી છે. બુથ ઉપર બેસેલા યુવાનને ધમકી આપી તોડફોડ કરવામાં આવી છે. ઠાકોર સેનાના લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હોવાનો આરોપ છે. વિશ્વકર્મા અને પ્રગતિ સ્કૂલમાં આ તોડફોડ થઈ છે.
આપ ઉમેદવાર ઈસુદાન ગઢવીએ અમદાવાદના ધૂમા ખાતે પોતાની પત્ની સાથે મતદાન કર્યું. આ સાથે તેમણે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 51 થી વધુ બેઠક જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે.
‘AAP will win 51 plus seats in the 1st phase of #GujaratElections ‘: @isudan_gadhvi#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/Ocy9iBdiks
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
કડીમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મતદાન કર્યું. TV9 સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ સાથે 2017માં ઉત્તર ગુજરાતમાં ભાજપે અમુક બેઠકો ગુમાવી હતી, પરંતુ પાટીદાર આંદોલન સહિતના મુદ્દાઓ સાથે નકારાત્મક લહેર ન હોવાથી તેણે જંગી બહુમતથી ભાજપ જીત મેળવશે તેઓ દાવો પણ વ્યક્ત કર્યો.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકોની સાથે સાથે લોકશાહીના પર્વમાં મહાનુભાવોએ પણ પોતાની ફરજ નિભાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો કિમતી મત આપ્યો હતો. રાણીપથી પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો નારાણપુરાથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ મતદાન કર્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઢોલના તાલે અમદાવાદમાં મતદાન કર્યું હતું. શીલજની પ્રાથમિક શાળામાં મતદાન મથકે મતાધિકારની ફરજ બજાવી હતી. શીલજથી આનંદી બહેને પણ મતદાન કર્યું હતું. સાથે જ ભાજપના નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બનાસકાંઠાના ધારીસણામાં NRI પરિવારે મતદાન કર્યુ. છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકામાં રહેતા નીલમ પંચાલ ખાસ મતદાન માટે વતનમાં આવ્યા. પંચાલ પરિવારે ધારીસણા પ્રાથમિક શાળામાં મતદાન કરી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી.
રાજકીય પક્ષના નેતાઓ અને દાવેદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, અમી યાજ્ઞિક, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને રઘુ દેસાઇ સહિતના મહાનુભાવોએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોને મતદાનની પણ અપીલ કરી હતી.
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠકના NCP ઉમેદવાર જયંત બોસ્કીએ મતદાન કર્યું. આ દરમિયાન તેણે કહ્યું કે, હું 25 હજાર કરતા વધુ મતથી વિજયી બનીશ. કોંગ્રેસે વફાદારીથી NCP માટે પ્રચાર કર્યો હોવાનુ પણ તેમણે જણાવ્યુ.
મહેસાણાના બહુચરાજીના તાલુકાના બરીયફ ગામના લોકો લોકશાહીના પર્વથી અળગા રહ્યા. લાંબા સમયથી પડતર માગણીઓ પૂર્ણ ન થતાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ગામના સરપંચે આરોપ લગાવ્યો કે, પાણી, બોર સહિતની વિવિધ માગ સાથે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યા જેમની તેમ છે.
બીજા તબક્કામાં ગાંધીનગર જિલ્લાની 4 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાયસણ પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ મતદાન કર્યું.
Hiraba, mother of PM @narendramodi , has
cast her vote at Raisan school#GujaratElections #Gujarat #TV9News pic.twitter.com/5Bf6ORuoYD— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
બનાસકાંઠા જિલ્લામાં વિવાદો વચ્ચે દાંતા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. ઘાઘું પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, ગઈ કાલે કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડી ગુમ થયા હતા, જે બાદ ગણતરીના કલાકોમાં પોલીસે તેને શોધી કાઢ્યા હતા. જે બાદ રાજકારણ ગરમાયુ હતુ.
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. લોકશાહી પર્વને પગલે મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન નોંધાયુ છે.
નેતાઓ અને ઉમેદવારો સાથે પૂર્વ ક્રિકેટરે પણ મતદાન કર્યું હતું. વડોદરામાં પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં મત આપ્યા બાદ પૂર્વ ક્રિકેટરે સૌથી વધુ મતદાન કરવા વડોદરાવાસીઓને અપીલ કરી હતી.
પંચમહાલની શહેરા બેઠકના ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે મતદાન કર્યું છે. તેઓ પત્ની સાથે અણિયાદ ગામના લાલસરી મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ પહેલા તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
અમદાવાદના નારણપુરામાં 75 વર્ષીય વૃદ્ધે ઓક્સિજન ટેન્ક સાથે મતદાન કર્યું . લોકોને પોતાની ફરજ નિભાવવા કરી અપીલ કરી. બાયપાસ સર્જરી બાદ ફેફસા થયા નબળા હતા, ત્યારથી વૃદ્ધને ઓક્સિજન ટેન્ક સાથે રાખવી પડે છે.
Truly Inspirational: Elderly aged patient reaches the polling booth with an oxygen cylinder to vote #Ahmedabad #GujaratAssemblyPolls #GujaratElections2022 #GujaratElections #Gujarat #TV9News pic.twitter.com/A6tgAcmq5C
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે થોડીવારમાં વડાપ્રધાન મોદીના માતા હિરાબા રાયસણ ખાતે પોતાનો મત આપવા માટે પહોંચશે.
Hiraba Modi, PM Narendra Modi’s mother to cast her vote soon at Raysan primary school, #Gandhinagar #GujaratAssemblyPolls #GujaratElections2022 #GujaratElections #Gujarat #TV9News pic.twitter.com/IFkH2u1SEw
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
બીજા તબક્કામાં સાબરકાંઠાની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઇડરના ભાજપના ઉમેદવાર રમણ વોરાએ પણ પોતાનો મત આપ્યો.
BJP’s Idar candidate Raman Vora reaches to cast his vote for the #GujaratAssemblyPolls #GujaratElections #TV9News pic.twitter.com/HzFFDxuDRA
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં મતદાન કર્યું. આ દરમિયાન દેવુસિંહ ચૌહાણે શંકરસિંહની PM અંગેની ટિપ્પણીનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા જાહેર જીવનના સિનિયર વ્યક્તિ છે. ચિત્તબ્રહ્મનું ઉત્તમ ઉદાહરણ એટલે શંકરસિંહ વાઘેલા.
અમદાવાદના ધોળકાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે શેરપુરા ગામની મહિલાઓ અને પુરુષો હાથમાં બેનરો સાથે મતદાન મથક પહોંચ્યા હતા. છોડો કામ, કરો મતદાનના બેનરો સાથે 350 જેટલા લોકોએ મતદાન કર્યું.
મહેસાણા જિલ્લાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મતદાન કર્યું. ઢોલ નગારા સાથે નીતિન પટેલ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં જંગી બહુમતીથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગૃહ પ્રધાન અમિત શાહે નારણપુરમાં મતદાન કર્યું, આ દરમિયાન તેઓ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. તો જનતાને અને એમાં પણ ખાસ યુવાઓને મતદાન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, મતદાનની ફરજ નિભાવીને ગુજરાતની અઢી દાયકાથી ચાલતા વિકાસને આગળ વધારો.
“I appeal to everyone to vote, especially the first-time voters – the young girls and boys should vote”: Union HM @AmitShah#GujaratAssemblyPolls #GujaratElections2022 #GujaratElections #Gujarat #TV9News pic.twitter.com/yWopbmbR9Z
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે પણ પરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યું.
Union Home Minister @AmitShah, along with members of his family including his son and BCCI secretary Jay Shah, casts his votes at AMC Sub-Zonal Office in Naranpura of #Ahmedabad. #GujaratAssemblyPolls #Gujarat #GujaratElections2022 pic.twitter.com/d0cE8Vhrry
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસના ગઢ અંગે તેમણે જણાવ્યું કે 2017 અને 2017 ચૂંટણીના સમીકરણો અલગ હતા.
Confident that Viramgam voters are to vote in favor of BJP for sure: BJP Candidate @HardikPatel_ #GujaratAssemblyPolls #GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/dmE28IZKDN
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાન કર્યું છે. આ દરમિયાન તેઓએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું હોય એવું દેખાય છે.અનેક જગ્યાએ EVM મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી. કોંગ્રેસના વિસ્તારમાં મતદાન ધીમું હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે.
કોંગી દિગગજ ભરતસિંહ સોલંકીએ બીજા તબક્કાના મતદાન દરમિયાન મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ હાંસલ કરશે. ભાજપે હવાતિયાં શરૂ કરી દીધા છે. ભાજપના નરેન્દ્ર મોદી સહિત સ્ટાર પ્રચરકોને પ્રજાનો ફિક્કો રિસ્પોન્સ મળ્યો હોવાનુ તેમણે જણાવ્યુ છે.
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન માટે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના પૂર્વ CM અને UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદની શીલજ સ્કૂલમાં મતદાન કર્યું.
Former Gujarat CM & UP Governor Anandiben Patel cast her vote for the second phase of #GujaratAssemblyPolls at a polling booth in Shilaj #GujaratElections2022 #Ahmedabad #TV9News pic.twitter.com/6Gx7kYDkE9
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
અમદાવાદની મહત્વની ગણાતી દરિયાપુર વિધાનસભા બેઠક પર સવારથી જ મતદાન માટે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી લઈને સિનિયર સિટીજન સુધીના મતદારો મતદાન મથક પર પહોંચી રહ્યા છે.
કરજણ વિધાનસભાના ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે પત્ની, પુત્રી સાથે નારેશ્વર રંગ અવધૂત મંદિરે દર્શન કરી પોતાના લીલોડ ગામે મતદાન કર્યું. આ સાથે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. ત્યાર બાદ તેઓ તેનામોટા ભાઈ સોમાભાઈના ધરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચા અને ગરમ પાણી પીધુ હતુ. અંદાજિત 23 મિનિટ સુધી તેઓ રોકાયા હતા. મોટાભાઈ PM મોદીના આગમનને લઈ વાત કરતા ભાવુક થયા હતા.
બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને તેમની પત્નીએ અમદાવાદમાં મતદાન કર્યું.
#Delhi Lt Governor Vinai Kumar Saxena and his wife cast their votes for the second phase of #GujaratAssemblyPolls, today in #Ahmedabad. #GujaratElections #Gujarat pic.twitter.com/QAocMUz2Ti
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે મતદાનના એક દિવસ પહેલા પણ સ્થાનિક સ્તરે વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થયો હતો. ત્યારે આ વખતે વિરમગામ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે.
Viramgam BJP candidate Hardik Patel casts his vote for the second phase of #GujaratAssemblyPolls #GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/HVayORPWtT
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
ઊંઝામાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. ત્યારે ઊંઝા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પણ મતદાન કર્યું છે. ઊંઝાની એમ.આર.એસ હાઈસ્કૂલમાં તેઓએ મતદાન કર્યું. આ સાથે તેઓએ જીતની આશા પણ વ્યક્ત કરી છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર મતદાનની શરૂઆત થતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત ઠાકરએ પણ મતદાન કર્યું છે.
અમદાવાદ શહેરના જમાલપુરમાં કોંગી ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ પરિવાર સાથે મતદાન કર્યું. મહત્વનું છે કે જમાલપુર વસંત રજબ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.
વડોદરા જિલ્લાના ડભોઈના સાઠોદ ગામે EVM મશીન ખોટકાયું છે. મતદારોની કતાર લાગી હોવાથી હાલ તંત્ર દોડતું થયુ છે.મશીન ખોટકાતા મતદાનમાં વિલંબ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત આજે કુલ 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે વહેલી સવારથી જ મતદાન માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેર-જિલ્લાના વિવિધ મતદાન મથકો પર મતદાનના નિયત સમય પહેલાં જ યુવાનોથી માંડીને જૈફ વયના નાગરિકો લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા પહોંચ્યા છે. રાજ્યના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે ગાંધીનગરના સરદાર પટેલ વિદ્યામંદિર ખાતેના મતદાન મથક પર મતદાન કરી નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી.
બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના મતદાન મથકો પર પર હાલ લોકોની લાંબી લાઈનો લાગી છે.
બનાસકાંઠામાં દાંતા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાંતિ ખરાડી અને લઘુ પારઘીએ સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસ વડા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં બંનેમાંથી કોઈને ઈજાના નિશાન જણાયા નથી. છતાં પોલીસે બંને ઉમેદવારોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. પોલીસે તપાસ બાદ દોષિતો સામે થશે કાર્યવાહીનો દાવો કર્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ફરિયાદમાં ગાડીઓની ટક્કરનો ઉલ્લેખ છે. જેના અનુસંધાનમાં તપાસ માટે પોલીસે FSLની ટીમ મોકલી છે.. હવે મેડિકલ પુરાવા અને FSLના પુરાવાના આધારે તપાસ કરીને પગલાં લેવામાં આવશે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ભંડારા ગામમાં ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોરે પરિવાર સાથે મતદાન કર્યું. હાલ મહીસાગર જિલ્લામાં મતદાનને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. આ દરમિયાન તેઓ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળ્યા હતા.
PM @narendramodi casts his vote for the second phase of #GujaratAssemblyElections at Nishan Public school, #Ranip#Ahmedabad #GujaratElections #GujaratAssemblyPolls #GujaratElections #TV9News pic.twitter.com/hEnKZqPprg
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ છે.ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદની શીલજ સ્કૂલમાં મતદાન કર્યું છે.
#Ahmedabad | #Gujarat CM @Bhupendrapbjp casts his vote for the second phase of Gujarat Assembly elections at Booth 95, Shilaj Anupam School . #GujaratAssemblyPolls #GujaratElections #GujaratElections2022 pic.twitter.com/LDcjldcv8S
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
અમદાવાદ શહેરની 16 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે ઘાટલોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અમી યાજ્ઞિકે પરિવાર સાથે મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, એલીસબ્રીજ વિસ્તારની સહજાનંદ કોલેજમાં તેઓએ મતદાન કર્યું છે.
વડોદરા જિલ્લામાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે તેમની પત્ની સાથે મતદાન કર્યું. તો આ તરફ વડોદરામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.મતદારોનું કહેવું છે કે તેઓ સુરક્ષા અને મોંઘવારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપી રહ્યા છે.
#Vadodara: Manjalpur BJP Candidate Yogesh Patel with his wife casts his vote in the second phase of polls #GujaratAssemblyPolls #GujaratElections #GujaratElections2022 #TV9News pic.twitter.com/wOPhlreTX4
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
ગુજરાત ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યુ છે.ત્યારે થોડવારમાં વડાપ્રધાન મોદી પણ રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન માટે પહોંચશે. વડાપ્રધાનના આગમનને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
PM @narendramodi leaves Gandhinagar Raj Bhawan to cast his vote for the Gujarat Assembly elections at Nishan Public School, Ranip#Ahmedabad #Gujarat #GujaratElections2022 #GujaratAssemblyPolls #TV9News pic.twitter.com/VD2iXWZNOi
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર આ ખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. મતદાનની પ્રક્રિયા શરૂ થતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે દરિયાપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પણ મતદાન કર્યું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ચૂંટણી પંચે પણ સોશિયાલ મીડિયા દ્વારા મતદારોને મતદાનની ફરજ નિભાવવા અપીલ કરી છે.
आज गुजरात विधानसभा चुनाव 2022 के अन्तर्गत दूसरे चरण की 93 सीटों के लिए मतदान शुरू हो गया है। सभी मतदाताओं से अनुरोध है कि वे अपनी ज़िम्मेदारी निभायें।
“वोट देने ज़रूर जायें”!#GoCast your Vote!#GoVote#GujaratAssemblyPolls #GujaratElections #ECI #GujaratElections2022 pic.twitter.com/DxgzQQvpiV
— Election Commission of India #SVEEP (@ECISVEEP) December 5, 2022
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે નારણપુરા મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી મતદારોમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Voters show ink on fingers after casting vote in Vejalpur #Ahmedabad #GujaratAssemblyPolls #GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/7GNbzYZLEz
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
અમદાવાદની નિકોલ બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલે પરિવાર સાથે મતદાન કર્યું છે, તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે.
આંકલાવ બેઠકના કોંગી ઉમેદવાર અમિત ચાવડાએ કેશવપુર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, આંકલાવ સ્થિત મહાકાળી અને રામબાઈ માતાના આશીર્વાદ લઈ તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત ચાવડે કહ્યું કે, ગુજરાતમાં દાદાગીરી અને ગુંદગીરીના જોરે સત્તા હાંસલ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.
Second phase elections: #Congress leader Amit Chavda casts his vote in the Anklav polling booth#GujaratAssemblyPolls #GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/m4yZlT1UaP
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
થરાદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું. મહત્વનું છે કે થરાદના વજેગઢ પ્રાથમિક શાળામાં ગુલાબસિંહ રાજપુતે મતાધિકારનો ઉપયોગ કર્યો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે સાવલીના સાવલી ટુંડાવ ગામમાં 211 નંબર મતદાન મથકનું EVM ખોટવાયુ તો મોડાસાના સીકા ગામમાં પણ EVM ખોટવાયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા નો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી અને અધિક મુખ્ય ચૂંટણી અધિકારીઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.
ગુજરાત વિધાનસભા ચૂંટણૂના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ લોકોને સોશિયલ મીડિયા થકી મતદાનની અપીલ કરી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને ખાસ કરીને યુવા મિત્રોને અપીલ કરું છું કે તેઓ રાજ્યના વિકાસની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કરે.લોકશાહીને સમૃદ્ધ અને પરિપક્વ બનાવવામાં ગુજરાતે હંમેશા ભૂમિકા ભજવી છે, તમે આ પરંપરાના વાહક છો.
आज गुजरात में दूसरे व अंतिम चरण का मतदान है। मैं सभी मतदाताओं विशेषकर युवा साथियों से अपील करता हूँ कि प्रदेश के विकास की निरंतरता सुनिश्चत करने के लिए अत्यधिक संख्या में मतदान करें।
गुजरात ने लोकतंत्र को समृद्ध व परिपक्व बनाने में सदैव भूमिका निभाई है, आप इस परंपरा के वाहक हैं।
— Jagat Prakash Nadda (@JPNadda) December 5, 2022
કોંગ્રેસથી કંટાળી ગયેલા લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે. વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે કહ્યું, વિરમગામમાં 10 વર્ષથી વિકાસના કામો ન થતા લોકો હવે કંટાળી ગયા છે. જેથી આ પરિસ્થિતિને બદલવા લોકો પરિવર્તન લાવશે. જે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામના દિવસે જોવા મળશે.
‘We are confident for his win’: Kinjal Patel, Viramgam BJP Candidate Hardik Patel’s wife#GujaratElections #GujaratAssemblyPolls #Gujarat #TV9News pic.twitter.com/cFMlyprQ7B
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદાન માટે લોકોને અપીલ કરી છે. તેમણે લખ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે યુવા મતદારોને મતદાન માટે અપીલ કરી છે, તેમણે લખ્યું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.
તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
— Amit Shah (@AmitShah) December 5, 2022
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી મતદાનની અપીલ કરી છે. તેમણે લખ્યું કે, પહેલા મતદાન, પછી જલપાન. આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે, મારી દરેકને વિનંતી છે કે મતદાન અવશ્ય કરો. ગુજરાતનો વિકાસ કરવા અને ભવ્ય ગુજરાત બનાવવા માટે ભરોસાની સરકાર પસંદ કરો.
પહેલા મતદાન, પછી જલપાન.
આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે, મારી દરેકને વિનંતી છે કે મતદાન અવશ્ય કરે. ગુજરાતનો વિકાસ કરવા અને ભવ્ય ગુજરાત બનાવવા માટે ભરોસાની સરકાર પસંદ કરો.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 5, 2022
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 10.30 વાગ્યે અમદાવાદની નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપશે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર આ વખતે ખરાખરીનો જંગ જામશે.
અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થોડીવારમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. જો મતદારોની વાત કરીએ તો કુલ 60,04,737 મતદારો તેમનો કિંમતી મત આપશે. જેમાં પુરષ મતદારો 31,23,306 અને સ્ત્રી મતદારો 28,81,224 છે.
વડોદરાના ગરવાડામાં પ્રિસાઈડીંગ ઓફિસરની ફરજ દરમિયાન તબિયત લથડી છે. શૈલેન્દ્ર સોલંકી નામના પ્રિસાઈડીંગ ઓફિસરની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, સંત જલારામબાપાનગર પ્રાથમિક શાળાના મતદાન બુથમાં આ ઘટના બની છે.
થોડીવારમાં બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાની પ્રક્રિયા શરૂ થશે. કુલ 14 જિલ્લામાં આ મતદાન યોજાવાનુ છે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ ,અરવલ્લી નો સમાવેશ થાય છે.જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા ,આણંદ, ખેડા ,પંચમહાલ,મહી સાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં મતદાન થશે.
Published On - 6:35 am, Mon, 5 December 22