Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટે 25 હજાર 430 મતદાન મથકો ઉપર તમામ તૈયારીઓ પૂર્ણ, વેબ કાસ્ટિંગ માટે વિશેષ કર્મચારીઓની ફાળવણી

|

Nov 30, 2022 | 9:27 AM

ચૂંટણી પંચના  (Election commission ) કમિશ્નર પી. ભારતીએ જણાવ્યું હતું કે  આ પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર EVM અને VVPATનું વ્યવસ્થાપન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે.

Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટે 25 હજાર 430 મતદાન મથકો ઉપર તમામ તૈયારીઓ પૂર્ણ, વેબ કાસ્ટિંગ માટે વિશેષ કર્મચારીઓની ફાળવણી
first phase voting preparation done

Follow us on

ગુજરાત એસેમ્બલી  ચૂંટણી 2022: ચૂંટણી  પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો  બાકી છે.  ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં   સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે

ચૂંટણી પંચના  કમિશ્નર પી. ભારતીએ જણાવ્યું હતું કે  આ પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર EVM અને VVPATનું વ્યવસ્થાપન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે.

 

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

 

 ગુજરાત ચૂંટણી 2022 : આ જિલ્લામાં થશે પ્રથમ  તબક્કાનું મતદાન, કુલ 788 ઉમેદવારોનું ભાવી થશે નક્કી

  1. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન
  2. પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા ઉમેદવાર
  3. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે થશે ટક્કર
  4. 2 કરોડ 39 લાખથી વધુ મતદારો કરશે મતદાન
  5. 6 લાખ મતદારો પ્રથમ વાર કરશે મતદાન
  6. કુલ 34,324 EVM અને 38,749 VVPATમાં નો થશે ઉપયોગ
  7. 25 હજાર 430 મતદાન મથકો રહેશે
  8. 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો

ગુજરાત ઇલેક્શન 2022 : હવે થઈ રહ્યો છે  ડોર ટુ ડોર પ્રચાર

નોંધનીય છે કે તારીખ  29-11-22થી  પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા અંતર્ગત રાજકીય પક્ષોના  પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે આજે  તમામ પક્ષો ઘેર ઘેર જઇને પ્રચાર કરશે. ગત સાંજથી રેલીઓ, સભા તેમજ  સોશ્યિલ મીડિયા ઉપરના તમામ પ્રચાર બંધ કરવામાં આવ્યા છે.

 

પ્રથમ તબક્કાના મતદાનમાં જોડાશે કુલ   1,06,963 કર્મચારીઓ અને  અધિકારીઓ

  • પ્રથમ તબક્કાની ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં એક લાખ કરતાં વધુ કર્મચારીઓ જોડાશે.
  • 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ
  • 78,985 પોલીંગ સ્ટાફ

કુલ મતદાન મથકો  25,430 રહેશે જે પૈકી 89 મોડલ મતદાન મથકો

  • 9,014 શહેરી વિસ્તારોમાં
  • 16,416 ગ્રામ્ય મતદાન મથકો
  • વિશિષ્ટ મતદાન મથકો પૈકી 89 મોડલ મતદાન મથકો
  • 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,
  • 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,
  • 611 સખી મતદાન મથકો,
  • 18 યુવા સંચાલિત મતદાન મથકો

Published On - 8:56 am, Wed, 30 November 22

Next Article