Gujarat Election 2022 Results: ગુજરાતની જનતાએ વધુ એક વાર મોદી અને ભાજપ પર મુક્યો ભરોસો, ભાજપે 156 બેઠકો જીતી, કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો તો આપને મળી માત્ર 5 બેઠકો

|

Dec 08, 2022 | 11:13 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ વધુ એકવાર પીએમ મોદી અને ભાજપ પર ભરોસો મુક્યો છે. ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી 156 બેઠકો જીતી છે. તો કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો આવી છે જ્યારે આપને માત્ર 5 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપની પ્રચંડ જીત બદલ પીએમ મોદીએ ગુ જરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ થેન્કયુ ગુજરાત

Gujarat Election 2022 Results: ગુજરાતની જનતાએ વધુ એક વાર મોદી અને ભાજપ પર મુક્યો ભરોસો, ભાજપે 156 બેઠકો જીતી, કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો તો આપને મળી માત્ર 5 બેઠકો
Gujarat Election 2022 Results LIVE

Follow us on

Gujarat Election 2022 LIVE :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહેલા લોકોનો આજે આતુરતાનો અંત આવશે. ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારે છે, તે ચિત્ર હવે સ્પષ્ટ થઈ જશે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તા કાયમી રહેવાની સંભાવના દર્શાવાય છે. જોકે એક્ઝિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે. તો કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. બીજી તરફ મતગણતરીને લઈને શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Dec 2022 10:51 PM (IST)

    માંઝલપુરથી ભાજપના યોગેશ પટેલ 1 લાખ મતોથી જીત્યા, સતત 8મી વાર જીત્યા

    વડોદરામાં માંઝલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના યોગેશ પટેલની 1 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે, આ સાથે યોગેશ પટેલ સતત 8મી વાર ચૂંટણી લડવાનો રેકોર્ડ કર્યો છે. સાથોસાથ સૌથી વધુ મતો મેળવી સૌથી મોટી સરસાઈનો પણ રેકોર્ડ કર્યા છે. તેમને 1 લાખ 19 હજાર 459 મત મળ્યા છે. કોંગ્રેસના ડૉ તશ્ચિન સિંઘને 1 લાખ 251મતોથી હરાવ્યા છે.

  • 08 Dec 2022 10:48 PM (IST)

    સાવલી વિધાનસભા બેઠકથી કેતન ઈનામદારે જીત બાદ યોજી વિજય રેલી

    વડોદરાથી સાવલી વિધાનસભા બેઠક પર વિજય બાદ ધારાસભ્ય કેતન ઈનામદારે ભવ્ય વિજય રેલી યોજી હતી. સ્વામીજીના દર્શન કરીને વિજય રેલી યોજી હતી. જેમા હજારો સમર્થકો જોડાયા હતા. સાવલીથી કેતન ઈનામદાર સતત ત્રીજીવાર સાવલીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.


  • 08 Dec 2022 10:30 PM (IST)

    ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 2,13,530 મત મળ્યા

    ઘાટલોડિયા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને સૌથી વધુ 2 લાખ 13 હજાર 530 મત મળ્યા છે. કોંગ્રેસના વાંસદાથી અનંત પટેલ અને વાવ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરને એક લાખથી વધુ મતો મળ્યા છે. ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ 1 લાખ 3 હજાર 433 મતો મળ્યા છે.

  • 08 Dec 2022 09:46 PM (IST)

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના 44 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના 44 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે. ગુજરાતના 20 જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનું ખાતુ જ નથી ખૂલ્યુ. આમ આદમી પાર્ટીએ 128 બેઠકો પર ડિપોઝીટ ગુમાવી છે. કોંગ્રેસના વાંસદાથી અનંત પટેલ અને વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરને એક લાખથી વધુ મત મળ્ય છએ. ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાને 1 લાખ 33 હજાર 433 મતો મળ્યા છે.

  • 08 Dec 2022 09:09 PM (IST)

    ખેડબ્રહ્મામાં કોંગ્રેસના તુષાર ચૌધરીની 1,664 મતોથી થઈ જીત

    સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ડો તુષાર ચૌધરીની ૧ હજાર ૬૬૪ મતે જીત થઈ છે. તો ભાજપના અશ્વિન કોટવાલની પાતળી સરસાઈથી હાર થઈ હતી.અશ્વિન કોટવાલે રીકાઉન્ટીંગની માગ કરી હતી.જોકે ચૂંટણી અધિકારીઓએ રેન્ડમ પાંચ વીવીપેટની સ્લીપ ગણતરી કર્યા બાદ નિર્ણય જાહેર કર્યો હતો.

  • 08 Dec 2022 08:30 PM (IST)

    2002 પછી કોઈ એવી પળ નહોંતી કે જેની ધજ્જિયા ઉડાડવામાં ન આવી હોય- પીએમ મોદી

    વડાપ્રધાને જણાવ્યુ કે  આપણે આપણી સમજશક્તિને વધારવાની છે. અને આપણે આપણા સેવાભાવનો વિસ્તાર કરવાનો છે. તેમની ઉંડાઈ પણ વધારવાની છે અને સેવાભાવથી જ જીતવાનુ છે. કારણ કે જે જ્યાં બેઠા છે તે બદલવાના નથી. તેમના ઈરાદા નેક નથી અને આથી જ આપણી પળેપળ કસોટી છે. હું તો માનુ છે કે ખાસ કરીને 2002 બાદથી વિશેષ રીતે માનુ છુ કે મારા જીવનનો કોઈ પળ એવી નથી ગઈ કે કોઈ પગલુ એવુ નથી રહ્યુ કે જેની ધજ્જિયા ન ઉડાવવામાં ન આવી હોય. પરંતુ આનો મને ફાયદો એ થયો કે હું હંમેશા સતર્ક રહ્યો. દરેક આ પ્રકારની પ્રવૃતિથી કંઈને કંઈ સકારાત્મક શોધતો રહ્યો.તેમા બદલાવ લાવતો રહ્યો. તેમાથી શીખતો રહ્યો અને આગળ વધતો રહ્યો. અને જે લોકોને ચારે તરફથી ટીકાઓથી ઘેરનારા હોય છે. તેમની પાસેથી સુધરવાની પણ આશા ન રાખી શકાય. ટીકાઓએ પણ અમને ઘણુ શીખવ્યુ છે. દરેક ટીકામાંથી આપણા કામની વસ્તુ આપણે શોધતા રહેવાની છે આપણી શક્તિઓને વધારવાની છે. અને કડકમાં કડક ખોટા આરોપો સહન કરવાનું સામર્થ્ય પણ વધારવાનુ છે. હજુ વધારે કડક ટીકાઓ માટે તૈયાર રહેજો. કારણ કે હજુ જુલ્મો વધવાના છે. કારણ કે એ લોકો સહન નહીં કરી શકે. પચાવી નહીં શકે. આથી જ આપણે સકારાત્મક્તા સેવાભાવનો માર્ગ જ આપણે અપનાવ્યો છે.

  • 08 Dec 2022 08:28 PM (IST)

    રાજનીતિમાં મૂક સેવકની જેમ કામ કરવુ એ ડિસક્વોલિફિકેશન માનવામાં આવે છે-પીએમ મોદી

    રાજનીતિમાં સેવાભાવથી એક મૂક સેવકની જેમ કામ કરવુએ એ ડિસક્વોલિફિકેશન માનવામાં આવે છે. આ કેવા નવા માપદંડ બનાવવામાં આવ્યા છે. આજે મને ખુશી છે કે કે અમારા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ 2 લાખ જેટલા મતોથી જીત્યા છે. વિધાનસભા બેઠક પર આટલી મોટી માર્જિનથી જીતવુ ઘણી મોટી વાત છે. લોકસભામાં પણ કોઈ બે લાખ વોટથી જીતે તો મોટી વાત ગણાય છે. પરંતુ ઠેકેદારોનુ ત્રાજવુ કંઈક અલગ જ છે. અને આથી જ આપણે નિરંતર વિપરીત આ જુલ્મોની વચ્ચે આગળ વધવુ પડશે.

  • 08 Dec 2022 08:17 PM (IST)

    ગત કેટલીક ચૂંટણીનું મોટા કેનવાસ પર એનાલિસિસ કરવુ જોઈએ- પીએમ મોદી

    આ ચૂંટણીમાં અનેક લોકોને જાણવા ઓળખવાની પણ તક મળી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓનું એક મોટા કેનવાસ પર એનાલિસિસ કરવુ જોઈએ કે જે તેમને ન્યુટ્રલ ગણાવે છે, જેમનુ ન્યુટ્રલ હોવુ જરૂરી હોય છે, એ ક્યાં ઉભા હોય છે? ક્યારે કેવી રીતે રંગ બદલે છે ? અને કેવી કેવી રમત રમે છે, એ હવે દેશએ જાણી લેવુ ઘણુ જરૂરી છે. ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી થઈ, કેટલી જમાનતો જપ્ત થઈ, કોની જપ્ત થઈ કોઈ ચર્ચા જ નહીં થાય. હિમાચલમાં આટલી મોટી ચૂંટણી થઈ, કેટલા લોકોની જમાનત જપ્ત થઈ, કેટલા લોકોના બુરા હાલ થયા, કોઈ જ ચર્ચા નહીં. આ લોકોને પણ ઓળખી લેવા જોઈએ કે આ પણ ઠેકેદાર છે.

     

     

  • 08 Dec 2022 07:52 PM (IST)

    જનતા જનાર્દનનો આશિર્વાદ મળે છે ત્યારે વધુ પરિશ્રમ કરવાની તાકાત મળે છે- પીએમ મોદી

    જનતા જનાર્દનનો આશિર્વાદ મળે છે ત્યારે વધુ પરિશ્રમ કરવાની તાકાત મળે છે. જનતા જનાર્દનના નિરંતર આશિર્વાદ અમારા માટે નિત્ય નુત્તન ઊર્જા બની જાય છે. આ નિરંતર સમર્થન અમને સાત્વીકભાવથી, સેવાભાવથી, સમર્પણભાવથી સેવા કરવાની શક્તિ આપે છે. જ્યારે અમને જનતાનો આશિર્વાદ મળે છે ત્યારે અમારામાં વધુ પરિશ્રમ કરવાની પ્રેરણા જાગે છે. વધુ પુરુષાર્થ કરવાનો સંકલ્પ જાગે છે અને સંકલ્પોને સિદ્ધ કરવા માટે જીવન ખપાવી દઈ સિદ્ધિ સુધી પહોંચવા માટે અમે મહેનત કરીએ છીએ કારણ કે જનતા જનાર્દનને જ અમે ઈશ્વરનું રૂપ માનીએ છીએ. આ જ સામર્થ્ય, આ જ શક્તિ એક સેવકના ભાવથી, સેવાભાવથી, સમર્પણની અપ્રતિમ રાહને પકડી ચાલતા રહેવુ, ચરૈવેતી, ચરૈવેતીના મંત્રને લઈને અમે આગળ વધી રહ્યા છીએ

     

     

     

  • 08 Dec 2022 07:44 PM (IST)

    દેશની માતાઓ અને બહેનો ભાજપ સાથે જોડાયેલી છે- પીએમ મોદી

    દેશની માતાઓ અને બહેનોના આશિર્વાદ સતત ભાજપને મળી રહ્યા છે. અનેક રાજનીતિક દળોને એ સવાલ છે કે સૌથી વધુ મહિલા  વોટબેંક ભાજપ પાસે કેમ છે, આજે જ્યારે પણ ચૂંટણીઓ હોય છે ત્યારે દેશની માતાઓ બહેનો માત્ર કમળનું બટન જ નથી દબાવતી. તેમા લાખો કરોડો માતાઓ બહેનોના આશિષ પણ હોય છે. મહિલાઓ માટે વધુમાં વધુ રોજગાર અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવી એ ભાજપનું કમિટબેંક છે.

     

     

  • 08 Dec 2022 07:41 PM (IST)

    ચૂંટણીલક્ષી હથકંડાઓથી કોઈનું ભલુ થતુ નથી- પીએમ મોદી

    દેશના દરેક રાજનીતિક દળે એ યાદવુ પડશે કે ચૂનાવી હથકંડોથી કોઈનું ભલુ નથી થઈ શક્તુ. આજના પરિણામોથી એક સંદેશ મળ્યો છે કે સમાજ વચ્ચે અંતર પેદા કરી જે રાજનીતિક દળો તાત્કાલિક લાભ લેવાની ફિરાકમાં રહે છે તેમને દેશની જનતા, દેશની યુવા પેઢી જોઈ રહી છે અને સમજી પણ રહે છે. ભારતનું ભવિષ્ય ફોલ્ટ્સ લાઈનકો વધારીને નહીં ફોલ્ટ્સ લાઈનને ધરાશાઈ કરીને જ ઉજ્જવળ બનશે. જોડવા માટે તો એક જ લાઈન છે આ દેશ., આ માતૃભૂમિ, આ આપણુ ભારત..  જીવવા માટે અને મરવા માટે આનાથી વધારે મોટુ કારણ કોઈ હોઈ ન શકે. આપણે દેશ પ્રથમ, ઈન્ડ઼િયા ફર્સ્ટની ભાવનાથી આગળ વધવાનુ છે.

     

  • 08 Dec 2022 07:41 PM (IST)

    ગુજરાતમાં 40 ST બેઠકોમ પૈકી 34 બેઠકો ભાજપે જીતી

    ગુજરાતના આદિવાસી ક્ષેત્રોનો પણ અભૂતપૂર્વ આશિર્વાદ મળ્યો છે. 40 ST બેઠકોમાંથી 34 બેઠકો જંગી બહુમતી ભાજપને મળી છે. આજે ભાજપને આદિવાસી સમુદાયનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આજે દેશ જોઈ રહ્યો છે કે ભાજપ સતત તેમની આશાઓ પૂરી કરવામાં લાગેલી છે. આ ભાજપ જ છે જેના કારણે આજે દેશને તેના સૌપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે. ભાજપે એવા અનેક પગલાઓ લીધા છે જેના કારણે આદિવાસી સમાજને વધુ સશક્ત બનાવી શકાય.

     

  • 08 Dec 2022 07:35 PM (IST)

    અમે વોટબેંક અને જાતિવાદને આધારે ના તો દેશ ચલાવીએ છીએ ના તો રાજ્ય-પીએમ મોદી

    ક્યા ક્ષેત્ર, ક્યાં સમુદાયમાં કેટલી વોટબેંક છે તેને આધારે ના તો અમે દેશ ચલાવીએ છીએ ના તો રાજ્ય ચલાવીએ છીએ. અને આજે આ બદલેલી રાજનીતિના સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યા છે. ભારતના મોટા મોટા નિષ્ણાંતો પણ આજે અચંબિત છે.  દેશમાં રેલવે હોય, ઓપ્ટીકલ ફાઈબર સહિતની દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ હોય એ જ ઉદ્દેશ લઈને અમે ચાલીએ છીએ. અમારી દરેક જાહેરાત પાછળ એક દુરોગામી લક્ષ્ય હોય છે. કોઈ શોર્ટકટ નથી. આજે દેશનો મતદાતા શું તેના હિતમાં હોય છે તે બખૂબી જાણે છે. દેશનો મતદાતા સમજે છે શોર્ટકટની રાજનીતિનું નુકસાન તેને ભોગવવુ પડે છે. આજે દેશનો મતદાતા સમજે છે કે દેશ સમૃદ્ધ હશે તો સૌની સ્મૃદ્ધિ, તરક્કી નિશ્ચત છે.

  • 08 Dec 2022 07:31 PM (IST)

    પાંચ પાંચ કાર્યકર્તાઓની પેઢી ખપી ગઈ ત્યારે અહીં સુધી ભાજપ આજે પહોંચી છે- પીએમ મોદી

    અમે એમ જ આ સ્થાન સુધી નથી પહોંચ્યા. પાંચ પાંચ પેઢીઓએ જનસંઘના સમયથી મહેનતથી અહીં સુધી પહોંચ્યા છે. ભાજપના લાખો કાર્યકર્તાઓએ વ્યક્તિગત સુખ, વ્યક્તિગત સફળતા ભાજપનો કાર્યકર્તા સમાજ અને દેશની સેવા કરવામાં લાગેલા રહે છે અને વિચાર પર પણ ભાર મુકીએ છીએ. ભાજપ તેના કાર્યકર્તાઓની અથાગ સંગઠન શક્તિઓ પર ભરોસો કરી જ તેની રણનીતિ બનાવે છે અને સફળ થાય છે.  છેલ્લા 8 વર્ષોમાં દેશમાં એક મોટો બદલાવ પણ જોવા મળ્યો છે.,  એ બદલાવ કાર્યનો અને કાર્યશૈલીનો છે. અમે માનીએ છીએ કે દરેક કામ મોટા લક્ષ્યોનું માધ્યમ બને છે.

  • 08 Dec 2022 07:28 PM (IST)

    દેશવાસઓનો ભરોસો ભાજપ પર છે- પીએમ મોદી

    ગુજરાતની જનતાનો ભરોસો એકમાત્ર ભાજપ પર છે. હું મોટા મોટા રાજનીતિજ્ઞોને પણ યાદ અપાવવા માગુ છુ કે ચૂંટણીમાં ભાજપનું આહ્વાન હતુ વિકસિત ગુજરાતમાં વિકસીત ભારતનું આહ્વાન. સામાન્ય માનવીએ આજે સાબિત કર્યુ છે  કે  દેશ સામે કોઈ પડકાર હોય છે ત્યારે દેશનો ભરોસો ભાજપ પર હોય છે. જ્યારે દેશ પર કોઈ સંકટ આવે છે ત્યારે ભાજપનો ભરોસો ભાજપ પર હોય છે. જ્યારે દેશી આકાંક્ષાઓ ચરમ પર હોય છે ત્યારે તેનૂ પૂર્તિ માટે દેશવાસીઓનો ભરોસો ભાજપ પર જ હોય છે.

  • 08 Dec 2022 07:26 PM (IST)

    નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડ્યો- પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ ગુજરાતની જનતાને નમન કરુ છુ. મે કહ્યુ હતુ કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવો જોઈએ, પરંતુ ગુજરાતે તો આ વખતે કમાલ જ કરી નાખી. ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી નાખ્યો. ગુજરાતના લોકોએ ઈતિહાસ રચ્યો છે

  • 08 Dec 2022 07:19 PM (IST)

    હિમાચલમાં વિકાસ પ્રત્યેની 100 ટકા પ્રતિબદ્ધતા સાથે કામ કરશું- પીએમ મોદી

    વડાપ્રધાને જણાવ્યુ કે હિમાચલની જનતાને આશ્વસ્ત કરુ છુ કે ભાજપ પલે એક ટકા માટે સરકાર બનાવતા રહી ગઈ હોય પરંતુ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા 100 ટકા રહેશે. પીએમએ કહ્યુ કે ભાજપને મળેલુ આ સમર્થન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અમૃતકાળમાં પ્રવેશી ચુક્યુ છે. આવનારા 25 વર્ષ વિકાસની રાજનીતિના જ છે. ભાજપને મળેલુ સમર્થન ભારતના યુવાનોની યુવા વિચારશક્તિનું પરિણામ છે.

  • 08 Dec 2022 07:16 PM (IST)

    એક પણ પોલિંગ બુથ પર રિપોલિંગ કરવાની નોબત નથી આવી- પીએમ મોદી 

    વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે તેઓ વિશેષ રીતે ચૂંટણીપંચનો આભાર માને છે કારણ કે  એક પણ પોલિંગ બુથ પર રિપોલિંગ કરવાની નોબત નથી આવી. લોકશાહીના આ પર્વમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ તેના માટે ચૂંટણીપંચ આભારનું હક્કદાર છે.

  • 08 Dec 2022 07:14 PM (IST)

    ગુજરાતમાં જ્વલંત જીત બાદ કાર્યકરો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, દિલ્હી ભાજપ કાર્યાલયમાં પીએમનું સંબોધન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણીમાં શાનદાર જીત બાદ દિલ્હી ભાજપ કાર્યાલયે કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાને જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીત એ કાર્યકરોની જીત છે. પીએમએ જણાવ્યુ કે ન માત્ર ગુજરાત પરંતુ બિહારની પેટા ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી છે જે આવનારા દિવસોનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યુ છે

  • 08 Dec 2022 07:06 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સૌથી ઝડપી અને સટીક પરિણામ જુઓ TV9 Gujarati YouTube LIVE

    https://youtu.be/H2C9iUAVVEI

  • 08 Dec 2022 06:59 PM (IST)

    ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે- અમિત શાહ

  • 08 Dec 2022 06:58 PM (IST)

    ગુજરાતે રેવડી અને તુષ્ટીકરણની રાજનીતિને ભગાવીને ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે- અમિત શાહ

     

  • 08 Dec 2022 06:52 PM (IST)

    દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા છે. ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર ખાતે પીએમ મોદી પહોંચ્યા છે. જ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પહેલેથી ઉપસ્થિત છે.

     

  • 08 Dec 2022 06:46 PM (IST)

    ગુજરાતમાં ભાજપની જીત પર અમિત શાહનું ટ્વીટ, ‘ભાજપે વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા’

     

  • 08 Dec 2022 06:19 PM (IST)

    ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા

    ગુજરાત ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ દિલ્હીમાં ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા છે. 6.30 વાગ્યે પીએમ મોદી પણ અહીં પહોંચશે.

  • 08 Dec 2022 06:05 PM (IST)

    ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપે શરૂ કરી શપથવિધિની તૈયારી, 12 ડિસેમ્બરે થશે ભવ્ય શપથવિધિ

    ગુજરાતમાં પ્રચંડ જીત બદ ભાજપે શપથવિધિની તૈયૈરીઓ શરૂ કરી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનો 12મી ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભા ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાશે. જેમા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

     

     

     

  • 08 Dec 2022 05:47 PM (IST)

    પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને ગણાવ્યા ભાજપની જીતના ખરા હક્કદાર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યુ કે આ પ્રચંડ જીતના તમે સહુ હક્કદાર છો. આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાની સખત મહેનત વિના ક્યારેય શક્ય ન બનતી. આ કાર્યકર્તાઓ જ અમારી પાર્ટીની ખરી તાકાત છે.

     

  • 08 Dec 2022 05:29 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યુ ‘હું ગુજરાતની જનશક્તિને નમન કરુ છુ’

     

     

  • 08 Dec 2022 05:19 PM (IST)

    ખેડબ્રહ્મામાં કોંગ્રેસના તુષાર ચૌધરીની જીત, ભાજપના અશ્વિન કોટવાલની હાર

    સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના તુષાર ચૌધરીની જીત થઈ છે. ભાજપના અશ્વિન કોટવાલની હાર થઈ છે. અરવલ્લીની ભીલોડા બેઠક પર ભાજપન પી.સી. પરંડાની જીત થઈ છે. કોંગ્રેસના રાજુ પારઘીની હાર થઈ છે. મોડાસામાં ભાજપના ભીખુ પરમારની જીત થઈ છે. કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોરની હાર થઈ છે. બાયડમાં અપક્ષ ધવલસિંહ ઝાલાની જીત થઈ છે જ્યારે ભાજપના ભીખીબેન પરમારની હાર થઈ છે. જ્યારે પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્ર પરમારની જીત થઈ છે તો બહેચરજી રાઠોડની હાર થઈ છે.

     

  • 08 Dec 2022 04:56 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સૌથી ઝડપી અને સટીક પરિણામ જુઓ TV9 Gujarati YouTube LIVE

    https://youtu.be/H2C9iUAVVEI

  • 08 Dec 2022 04:48 PM (IST)

    અસારવાથી ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાની જીત

    અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાની વિજય થઈ છે..જીત બાદ દર્શના વાઘેલાએ જણાવ્યું કે, અસારવા બેઠક પહેલાથી ભાજપનો ગઢ રહ્યો છે અને દેવીપૂજક સમાજ વ્યસનમુક્ત બને તેવા પ્રયાસો કરશે.

  • 08 Dec 2022 04:25 PM (IST)

    બનાસકાંઠાની 9 બેઠકો પૈકી 4 બેઠકો ભાજપના ફાળે, 3 બેઠકો કોંગ્રેસના ફાળે

    બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પૈકી 4 બેઠકો ભાજપના ફાળે રહી છે જ્યારે 4 બેઠકો કોંગ્રેસના ફાળે રહી છે તો એક બેઠક ભાજપમાંથી બળવો કરનાર અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે.

    થરાદમાં ભાજપના શંકરોચૌધરીની જીત
    પાલનપુરમાં ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરની જીત થઈ છે
    ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીની જીત થઈ છે
    દિયોદરમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની જીત થઈ છે

    વાવમાં કોંગ્રેસના સ્વરૂપજી ઠાકોરની જીત
    દાંતામાં કોંગ્રેસના કાંતિ ખરાડીની જીત થઈ છે
    વડગામમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીની જીત થઈ છે.
    કાંકરેજમાં કોંગ્રેસના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાની જીત થઈ છે

    ધાનેરામાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર માવજી દેસાઈની જીત થઈ છે.

  • 08 Dec 2022 04:09 PM (IST)

    ગીરસોમનાથની 4 પૈકી ત્રણ બેઠકો ભાજપના ફાળે, સોમનાથથી કોંગ્રેસના ઉમેદવારની જીત

    ગીરસોમનાથ જિલ્લાની ચારમાંથી ત્રણ સીટ પર ભાજપે કબજો જમાવ્યો છે. જ્યારે સોમનાથની સીટ પર કોંગ્રેસના વિમલ ચુડાસમા વિજેતા થતાં ધારાસભ્ય તરીકે રિપીટ થયા છે. જેમના સમર્થકો દ્વારા નેશનલ હાઈવે પર ઢોલ શરણાઈ સાથે તેમનું સ્વાગત કરવા સમર્થકો ઉમટી પડ્યા હતા.  કોંગ્રેસના વિમલ ચુડાસમાએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા

  • 08 Dec 2022 04:04 PM (IST)

    ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરષોત્તમ સોલંકીની 74000 મતોથી જીત

    ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરષોત્તમ સોલંકીની 74000 મતોથી વિજય થયો છે. તો કોંગ્રેસના રેવતસિંહ ગોહિલ અને  આપના ખુમાનસિંહ ગોહિલની હાર થઈ છે.

     

     

  • 08 Dec 2022 03:55 PM (IST)

    સાવરકુંડલામાં ભાજપના મહેશ કસવાળાનો વિજય, કોંગ્રેસના પ્રતાપ દૂધાતની હાર

    અમરેલીના સાવરકુંડલામાં ભાજપ ઉમેદવાર મહેશ કસવાલાનો ભવ્ય વિજય થયો છે…મહેશ કસવાલાએ જીતનો શ્રેય ભાજપના કાર્યકરોને આપ્યો છે અને સાવરકુંડલામાં વિકાસનો કામ કરવાની વાત કરી હતી.

  • 08 Dec 2022 03:52 PM (IST)

    ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જ્વલંત વિજય

  • 08 Dec 2022 03:43 PM (IST)

    ભાજપે તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ

    ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી  ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને જીતનો ભગવો લહેરાવ્યો છે.

  • 08 Dec 2022 03:39 PM (IST)

    પાટણના રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરનો વિજય

    રાધનપુરમાં  ભાજપના લવિંગજી ઠાકોરનો વિજય, કોંગ્રેસના રઘુ દેસાઈને હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 03:33 PM (IST)

    ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આપ્યુ રાજીનામુ

    ગુજરાત કોંગ્રસ પ્રભારી રઘુ શર્માએ રાજીનામુ આપ્યુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 2022માં કોંગ્રેસની કારમી હાર બાદ રઘુ શર્માએ રાજીનામુ આપ્યુ છે.

     

     

  • 08 Dec 2022 03:30 PM (IST)

    નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપના જીતેન્દ્ર પટેલનો વિજય, કોગ્રેંસના સોનલ પટેલની હાર

  • 08 Dec 2022 03:02 PM (IST)

    Ahmedabad Election Results Live : વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરનો વિજય

    વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરનો વિજય થયો છે, તો કોંગ્રેસના રાજેન્દ્ર પટેલની હાર થઈ છે. આપને જણાવી દઈએ કે, હાલ ભાજપ 151 થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે.

  • 08 Dec 2022 02:59 PM (IST)

    Gujarat Elections Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : ભાજપ 150 થી વધુ બેઠક પર આગળ

    ભારતીય જનતા પાર્ટી હાલ 150 થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે. જો આ વલણો યથાવત રહેશે તો કોંગ્રેસ વિપક્ષ પદ પણ ગુમાવી શકે છે.

    https://www.youtube.com/watch?v=H2C9iUAVVEI

  • 08 Dec 2022 02:51 PM (IST)

    Dharampur Election Results Live : ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલની જીત

    ધરમપુર વિધાનસભા બેઠક પર ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલની જીત થઈ છે. તો કોંગ્રેસને આ બેઠક પરથી કોંગ્રેસના કિશન પટેલે  કારમી હાર સહન કરવી પડી છે.

     

  • 08 Dec 2022 02:47 PM (IST)

    Ahmedabad Election Results Live : ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલનો જંગી લીડથી વિજય

    અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલનો જંગી લીડથી વિજય થયો છે. તેઓએ 192,000 ની સરસાઈથી જીત મેળવી છે.

  • 08 Dec 2022 02:44 PM (IST)

    Morbi Election Results Live : મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત

    મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત થઈ છે, તો કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલની હાર થઈ છે.

  • 08 Dec 2022 02:41 PM (IST)

    Dahegam Election Results Live : દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત 

    દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત થઈ છે, તો કોંગ્રેસના વખતસિંહ ચૌહાણની હાર થઈ છે.

     

  • 08 Dec 2022 02:38 PM (IST)

    Navsari Election Results Live : ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલની ભવ્ય જીત

    નવસારીની ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલનો ભવ્ય જીત થયો છે. જીત બાદ નરેશ પટેલે ભાજપના કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો છે.

  • 08 Dec 2022 02:33 PM (IST)

    Umargam Election Results Live, ઉમરગામ ઈલેક્શન રિઝલ્ટ : ઉમરગામ બેઠક ઉપરથી ભાજપના રમણ પાટકરનો વિજય

    નવસારી જિલ્લાની ઉમરગામ બેઠક ઉપરથી ભાજપના રમણ પાટકરનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના નરેશ વાલ્વીનો પરાજય થયો છે.

  • 08 Dec 2022 02:30 PM (IST)

    Mehsana Election Results Live, મહેસાણા ઈલેક્શન રિઝલ્ટ : મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત

    મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત થઈ છે. જ્યારે કોંગી ઉમેદવાર પી કે પટેલની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 02:14 PM (IST)

    Kaprada Election Results Live, કપરાડા ઈલેક્શન રિઝલ્ટ : કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરીનો વિજય

    વલસાડ જિલ્લાની  કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરીનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલની હાર થઈ છે.

  • 08 Dec 2022 02:10 PM (IST)

    Gujarat Election 2022 Results Live : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોનો માન્યો આભાર

    CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોનો સોશિયલ મીડિયા દ્વારા આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.

  • 08 Dec 2022 01:58 PM (IST)

    Vijapur Election Results Live, વિજાપુર રિઝલ્ટ લાઈવ : વિજાપુર બેઠક પર કોગ્રેંસના સી.જે.ચાવડાની જીત

    વિજાપુર બેઠક પર કોગ્રેંસના ઉમેદવાર સી.જે.ચાવડાની જીત થઈ છે,  તો ભાજપના રમણ પટેલની હાર થઈ છે.

  • 08 Dec 2022 01:54 PM (IST)

    Talaja Election Results Live, તળાજા ઈલેક્શન રિઝલ્ટ : ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે જીત મેળવી

    ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે જીત મેળવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાને હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 01:45 PM (IST)

    Valsad Election Results Live : નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. દર્શનાબેનની જીત

    વલસાડની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો દર્શનાબેનની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 01:43 PM (IST)

    Junagadh Election Results Live, વિસનગર ઈલેક્શન રિઝલ્ટ : વિસનગર બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત

    વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થઈ છે. તો કોગ્રેંસના કિરીટ પટેલની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 01:41 PM (IST)

    Una Election Results Live, ઉના ઇલેક્શન રિઝલ્ટ : કોંગ્રેસના ગઢ ગણાતી ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત 

    કોંગ્રેસના ગઢ ગણાતા ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના પુંજાભાઈ વંશની હાર થઈ છે.

  • 08 Dec 2022 01:31 PM (IST)

    BJP Press Conference : CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો માન્યો આભાર

    આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે, ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજય પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું.

  • 08 Dec 2022 01:27 PM (IST)

    Gujarat Election Results Live : AAP ના તમામ મોટા ચહેરાઓની કારમી હાર

    AAP ના ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને ગોપાલ ઈટાલિયા સહિતના ઉમેદવારોએ કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 01:25 PM (IST)

    Surat Election Results Live, સુરત ઇલેક્શન રિઝલ્ટ : વરાછા બેઠક પર કુમાર કાનાણીની જીત

    સુરતની વરાછા બેઠક પર આ વખતે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ હતી. આ બેઠક પર કુમાર કાનાણીની જીત થઈ છે,જ્યારે આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયાની હાર થઈ છે.

     

  • 08 Dec 2022 01:21 PM (IST)

    Jetpur Election Results Live ,જેતપુર ઇલેક્શન રિઝલ્ટ : જેતપુર બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાની જીત

    રાજકોટ જિલ્લાની ગ્રામ્ય બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાની જીત થઈ છે.તેઓએ 76000 વધુ લીડથી જીત મેળવી છે. આ સાથે જયેશ રાદડિયાએ જનતાનો આભાર માન્યો છે.

  • 08 Dec 2022 01:18 PM (IST)

    Jamnagar Election Results Live, જામનગર ઈલેક્શન રિઝલ્ટ : જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત

    જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત થઈ છે, જ્યારે કોંગી ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 01:16 PM (IST)

    Rajkot Election Results Live, રાજકોટ ઈલેક્શન રિઝલ્ટ : રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી ભાજપના રમેશ ટિલાળાનો વિજય

    રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપના રમેશ ટિલાળાનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના હિતેશ વોરાનો પરાજ્ય થયો છે. આપને જણાવી દઈએ કે,આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે.

  • 08 Dec 2022 01:13 PM (IST)

    Jamkhambhaliya Election Result, ખંભાળિયા ઈલેક્શન રિઝલ્ટ : ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીની કારમી હાર

    જામ ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન ચહેરા ઈસુદાન ગઢવીની કારમી હાર થઈ છે, ત્યારે  ભાજપના મૂળુ બેરાની ભવ્ય જીત થઈ છે.

  • 08 Dec 2022 01:06 PM (IST)

    Surat Election Results Live, સુરત ઈલેક્શન રિઝલ્ટ : મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની ભવ્ય જીત

    સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ભવ્ય જીત થઈ છે,જ્યારે કોંગ્રેસના બળવંત જૈનનો પરાજય થયો છે.

  • 08 Dec 2022 01:03 PM (IST)

    Viramgam Election Results Live, વિરમગામ ઈલેક્શન રિઝલ્ટ : વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત

    ગાંધીનગર જિલ્લાની વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત થઈ છે. આપને જણાવી દઈએ કે, 50,000 મતોથી તેઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો છે.

  • 08 Dec 2022 12:59 PM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ : ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો વિજય

    અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલએ 123,157  મતની જંગી બહુમતીથી જીત મેળવી છે. તો કોગ્રેંસના અમી યાજ્ઞિકે કારમી હાર સહન કરવી પડી છે.

  • 08 Dec 2022 12:52 PM (IST)

    Amreli Election Results Live, અમરેલી ઈલેક્શન રિઝલ્ટ : અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરિયાની જીત

    અમરેલીમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યુ છે. કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની કારમી હાર થઈ છે, તો ભાજપના કૌશિક વેકરિયાએ જીત મેળવી છે.

  • 08 Dec 2022 12:49 PM (IST)

    Jamnagar Election Results Live, જામનગર ઇલેક્શન રિઝલ્ટ : જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

    જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે કથીરિયા મનોજભાઈની હાર થઈ છે.

  • 08 Dec 2022 12:45 PM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમમાં પહોંચ્યા

    ભાજપ પ્રદેશ કાર્યલાય કમલમ ખાતે હાલ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યા છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમમાં પહોંચ્યા છે.

  • 08 Dec 2022 12:36 PM (IST)

    Porbandar Election Results Live, પોરબંદર ઇલેક્શન રિઝલ્ટ : પોરબંદર બેઠક પર કોંગી ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાની જીત

    પોરબંદર બેઠક પર કોંગી ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાની જીત થઈ છે, તો ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાએ હારનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક મોટાભાગે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે.

  • 08 Dec 2022 12:32 PM (IST)

    Gondal Election Results Live, ગોંડલ ઇલેક્શન રિઝલ્ટ : ભાાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીત

    ભાાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર યતિશ દેસાઈએ હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે ભાજપે 39000 મતોની સરસાઈથી અહીં જીત મેળવી છે.

  • 08 Dec 2022 12:24 PM (IST)

    Vadodara Election Result, વડોદરા ઇલેક્શન રિઝલ્ટ : વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત

    વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત થઈ છે, આ બેઠક પર ભાજપને ફટકો પડ્યો છે, કારણ કે આ વખતે મધુશ્રીવાસ્વની ટિકિટ કાપીને અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

  • 08 Dec 2022 12:22 PM (IST)

    Bharuch Election Result Live, ભરૂચ ઈલેક્શન રિઝલ્ટ : અંકલેશ્વર બેઠક પર ભાજપના ઇશ્વર પટેલની જીત

    અંકલેશ્વર બેઠક ઉપર ભાજપના ઇશ્વર પટેલની જીત થઈ છે. જ્યારે કોંગી ઉમેદવાર વિજયસિંહ પટેલે હાર મેળવી છે. આપને જણાવી દઈએ કે, ભાજપે અહીંથી 20,000 મતોથી જીત મેળવી છે.

  • 08 Dec 2022 12:17 PM (IST)

    Gadhada Elction Result Live : ગઢડા બેઠક પર ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાએ જીત મેળવી

    ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયાએ જીત મેળવી છે, તો કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે.

  • 08 Dec 2022 12:11 PM (IST)

    Ahmedabad Election Result Live : અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાએ જીત મેળવી

    અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાએ જીત મેળવી છે. જ્યારે કોંગી ઉમેદવાર વિપુલ પરમારે હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે,ભાજપ ઉમેદવારે 79,550 મતોથી બાજી મારી છે.

  • 08 Dec 2022 12:04 PM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ : એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહની ભવ્ય જીત

    એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહની ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસના ભીખુ દવેની હાર થઈ છે. ભાજપે અહીં 83,370 મતોની સરસાઈથી બાજી મળી છે.

  • 08 Dec 2022 12:00 PM (IST)

    Junagadh Election Results Live, જૂનાગઢ ઈલેક્શન રિઝલ્ટ : જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાની જીત

    જૂનાગઢ બેઠક પર ભાજપના સંજય કોરડીયાની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર ભીખા જોષીએ હારનો સામનો કરવો પડ્યો છે.

     

  • 08 Dec 2022 11:57 AM (IST)

    Kutch Election Results Live, કચ્છ ઈલેક્શન રિઝલ્ટ : કચ્છની ચાર બેઠક પર ભાજપની ભવ્ય જીત

    કચ્છની ચાર બેઠક પર ભાજપની ભવ્ય જીત મેળવી છે. માંડવી બેઠક પર ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવે, ભુજ બેઠક પર કેશવલાલ પટેલે, અંજાર બેઠક પર ત્રિકમ છાંગા અને ગાંધીધા બેઠક પરથી માલતી મહેશ્વરીએ જીત મેળવી છે.

  • 08 Dec 2022 11:50 AM (IST)

    Bardoli Election Result 2022 Live, બારડોલી ઇલેક્શન રિઝલ્ટ : બારડોલીમાં ભાજપના ઉમેદવાર ઇશ્વર પરમારની જીત

    બારડોલીમાં ભાજપના ઉમેદવાર ઇશ્વર પરમારની જીત થઈ છે, તો  કોંગ્રેસના પન્ના પટેલે 21,675 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 11:44 AM (IST)

    Gujarat Election 2022 LIve, ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ : PM મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને જીતની શુભેચ્છા પાઠવી

    હાલ મતગણતરી મુજબ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને જીતની શુભેચ્છા પાઠવી છે. તો સાથે જ શપથવિધીની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

  • 08 Dec 2022 11:36 AM (IST)

    Vadodara Election Results Live : પાદરા બેઠક પર ભાજપના ચૈતન્ય ઝાલાની જીત

    વડોદરાની પાદરા બેઠક પરથી ભાજપના ચૈતન્ય ઝાલાની જીત થઈ છે, તો કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયારે કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 08 Dec 2022 11:34 AM (IST)

    Vadodara Election Results Live, વડોદરા ઇલેક્શન રિઝલ્ટ : રાવપુરા બેઠક ઉપરથી ભાજપના બાલકૃષ્ણ શુકલની જીત

    વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી ભાજપના બાલકૃષ્ણ શુકલની જીત થઈ છે,તો કોંગ્રેસના સંજય પટેલની હાર થઈ છે. ત્યારે હાલ ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધતુ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 11:28 AM (IST)

    Anand Election Results Live, આણંદ ઇલેક્શન રિઝલ્ટ : પેટલાદ બેઠક પર ભાજપના કમલેશ પટેલની જીત

    આણંદની પેટલાદ બેઠક પર ભાજપના કમલેશ પટેલની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર પ્રકાશ પરમારની કારમી હાર થઈ છે. અંદાજીત 18,832 મતોથી તેઓએ જીત મેળવી છે.

  • 08 Dec 2022 11:23 AM (IST)

    Himachal Pradesh Election Results Live : ભાજપે એક બેઠક પર બાજી મારી

    હિમાચલ પ્રદેશની ચૂંટણીની પણ મતગણતરીઓ થઈ રહી છે,ત્યારે ભાજપે સત્તાવાર રીતે એક બેઠક પર બાજી મારી છે. સુંદેરનગર બેઠક પર ભાજપના રાકેશ ઠાકુરની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર સોહન લાલની હાર થઈ છે.

     

     

  • 08 Dec 2022 11:13 AM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઇલેક્શન રિઝલ્ટ : અમદાવાદની જમાલપુર બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત

    જમાલપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત  થઈ છે, તો ભાજપના ભૂષણ ભટ્ટે અહીં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદની આ બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે.

  • 08 Dec 2022 11:12 AM (IST)

    Ahmedabad Election Results Live : દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત

    દરિયાપુર બેઠક પર મોટો અપસેટ સર્જાયો છે.  ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર ગ્યાસુદીન શેખની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 11:07 AM (IST)

    Navsari Election Results Live, નવસારી ઈલેક્શન રિઝલ્ટ : જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલની જીત

    જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલની જીત થઈ છે. તો કોંગ્રેસના રણજીત પંચાલે હારનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધતુ જોવા મળી રહ્યું છે.

     

  • 08 Dec 2022 11:01 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ : દિલ્હી ભાજપ કાર્યાલયમાં મહત્વની બેઠક મળશે

    ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે  દિલ્હી ભાજપ કાર્યાલયમાં મહત્વની બેઠક મળશે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

  • 08 Dec 2022 10:55 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : 12 :30 વાગ્યે સી આર પાટીલ કમલમ પહોંચશે

    ભાજપ હાલ 156 થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે, ત્યારે હાલ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય જીતની ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ જોડાશે, તેઓ 12 :30 વાગ્યે ગાંધીનગરના કમલમ ખાતે પહોંચશે.

  • 08 Dec 2022 10:53 AM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ : અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ

    અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો વાળી દરિયાપુર, બાપુનગર અને દાણીલીમડામાં પણ ભાજપ આગળ વધી રહ્યું છે. આથી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકે છે.

  • 08 Dec 2022 10:48 AM (IST)

    Morbi Election Results Live, મોરબી ઈલેક્શન રિઝલ્ટ : ટંકારા બેઠક પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા હાર તરફ

    મોરબીની ટંકારા બેઠક પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા હાર તરફ જોવા મળી રહ્યા છે, હાલ ભાજપ ઉમેદવાર 7 હજાર મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

  • 08 Dec 2022 10:46 AM (IST)

    Porbandar Election Results Live, પોરબંદર ઈલેક્શન રિઝલ્ટ : પોરબંદર બેઠક પર અર્જૂન મોઢવાડિયા આગળ

    પોરબંદર બેઠક પર કોંગી ઉમેદવાર અર્જૂન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા છે. હાલ તેઓ 5 હજાર લીડથી આગળ છે, તેથી તેઓ આ બેઠક પરથી જીતી શકે છે.

  • 08 Dec 2022 10:41 AM (IST)

    Gondal Election Results Live, ગોંડલ ઈલેક્શન રિઝલ્ટ : ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપની જીત નિશ્વિત

    ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપની જીત નિશ્વિત માનવામાં આવી રહી છે, કારણ કે હાલ ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા 20,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. આ બેઠક ચૂંટણી દરમિયાન આંતરિક જુથવાદના કારણે ખુબ ચર્ચામાં આવી હતી.

  • 08 Dec 2022 10:33 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે હાલના વલણો મુજબ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

    https://www.youtube.com/watch?v=H2C9iUAVVEI

  • 08 Dec 2022 10:30 AM (IST)

    Surat Election Results Live, સુરત ઈલેક્શન રિઝલ્ટ: કતારગામ બેઠક પર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાર તરફ

    કતારગામ બેઠક પર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાર તરફ જઈ રહ્યા છે, કારણ કે ભાજપ ઉમેદવાર વિનુભાઈ મોરડિયા 8 હજાર મતોથી આગળ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 10:28 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : મત ગણતરીના 10-00 વાગ્યા સુધીના વલણો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના મત ગણતરીના 10-00 વાગ્યા સુધીના શરૂઆતી વલણોમાં આ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

     

  • 08 Dec 2022 10:26 AM (IST)

    Dhoraji Election Results Live, ધોરાજી ઈલેક્શન રિઝલ્ટ : ધોરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાની જીત

    ધોરાજી બેઠકમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાની જીત થઈ છે,જ્યારે કોંગી ઉમેદવાર લલિત વસોયાની હાર થઈ છે. આપને જણાવી દઈએ કે પરિણામ પહેલા જ લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી હતી.

  • 08 Dec 2022 10:24 AM (IST)

    Mehsana Election Results : ઊંજામાં ભાજપ મોટી જીત તરફ

    મહેસાણાની ઊંજા બેઠક પર ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે.

  • 08 Dec 2022 10:18 AM (IST)

    Gujarat Election 2022 Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : ચૂંટણી પરિણામ પહેલા ગૃહપ્રધાન હર્ષ સંધવીએ ટ્વિટ કર્યું

    ગુજરાત વિધઆનસભા ચૂંટણીના પરિણામ પહેલા ગૃહપ્રધાન હર્ષ સંધવીએ ટ્વિટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ વખતે ભાજપ 147 થી વધુ બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તેથી ભાજપ તમામ રેકોર્ડ તુટે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

  • 08 Dec 2022 10:10 AM (IST)

    Anand Election Results Live : આંકલાવ બેઠક પર કોંગી ઉમેદવાર અમિત ચાવડા પાછળ

    આંકલાવ બેઠક પર કોંગી ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાછળ જોવા મળી રહ્યા છે. આ બેઠક કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાય છે. તો અમદાવાદની મોટાભાગની કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર હાલ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

Published On - 6:12 am, Thu, 8 December 22