Gujarat Assembly Election : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. સુરત જિલ્લાની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. તો બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે, ત્યારે અમદાવાદમાં આજે ભાજપનાં 11 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, એક તરફ ભાજપ 27 વર્ષના શાસને કાયમી રાખવા મથામણ કરી રહી છે, તો કોંગ્રેસ પણ જોરશોરથી પ્રચાર થકી મતદાતાઓને રીઝવવા પ્રયાસ કરી રહી છે. તો AAP પણ પંજાબ બાદ ગુજરાતમાં પગપેસારો કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.
ભરૂચ: મામલતદારે BTPનો વાંધો રદ કર્યો, ભાજપ ઉમેદવાર રિતેશ વસાવાનું ફોર્મ માન્ય | 15-11-2022 #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/5sYtewxTB0
— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2022
છોટા ઉદેપુરથી સંગ્રામસિંહ રાઠવાએ ભર્યું ફોર્મ#GujaratElections #GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/NLRY8mR5Ck
— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2022
ખંભાળિયા : કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનું છલકાયું દર્દ;
વિક્રમ માડમ, હકુભા જાડેજા અને કાંધલ જાડેજાની ત્રિપુટી તૂટ્યાનો કર્યો સ્વીકાર#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/quzg0rRfWC— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2022
રાજકોટના જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખે હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પાનેલીયાએ રાજીનામું આપ્યુ #Rajkot #Jetpur #GujaratElections #TV9News pic.twitter.com/FfsMvodwtL
— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2022
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના ભાજપ પર આકરા પ્રહાર#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/QUHr8pIvh5
— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2022
અમદાવાદઃ સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકીની સ્પિચનો વીડિયો વાયરલ#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/ojUO8QpL8F
— Tv9 Gujarati (@tv9gujarati) November 15, 2022
આ તરફ અમદાવાદની બાપુનગર બેઠક પરથી ભાજપના દિનેશ કુશવાહાએ દાવેદારી નોંધાવી. શક્તિ પ્રદર્શન સાથે દિનેશ કુશવાહા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયા હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ દિનેશ કુશવાહાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે જંગી બહુમતીથી જીતીશું સાથે જ તેમણે કહ્યું કે અમારી સામે કોઈ જ પડકાર નથી અને અમારી જીત નિશ્ચિત છે..
અમદાવાદની વટવા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે બલવંતસિંહ ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે તેમનો વિરોધ થતા કોંગ્રેસ આ બેઠકમાં ઉમેદવારને લઈને ફેરવિચારણા કરી શકે છે. વટવા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માગ સાથે કોંગ્રેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. બોટાદ બાદ હવે વટવા વિધાનસભા બેઠકની પણ કોંગ્રેસમાં ફેરવિચારણા થઈ રહી છે. કોંગ્રેસે જાહેર કરેલા બલવંત ગઢવીનો ભારે વિરોધ થતા ઉમેદવાર બદલાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, કમલનાથ, સચિન પાયલટ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા આ યાદીમાં સામેલ છે.
મોરબીન ટંકારામાં ફોર્મમાં ભૂલ હોવાના કોંગ્રેસન લલિત કગથરાના આક્ષેપ બાદ તપાસ કરાઈ હતી. જેમા બંને ઉમેદવારોને સાંભળ્યા બાદ ટંકારા RO ડીસી પરમારે ફોર્મ માન્ય રાખ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે મોટી ક્ષતિ કે ખોટી માહિતી ફોર્મમાં નહીં ભરી હોવાનુ કહી ફોર્મ માન્ય રાખ્યુ હતુ. આખરે હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. અગાઉ કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ ફોર્મ રદ કરવાની માગ કરી હતી. ભાજપના ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાનો કગથરાએ આક્ષેપ કર્યો હતો.
અમદાવાદમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં મણિનગર બેઠક પર ભાજપે આ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને ટિકિટ આપી છે. અમૂલ ભટ્ટ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે બાઈક રેલી પણ યોજી હતી. એટલુ જ નહીં ઐતિહાસિક બેઠકો સાથે ભાજપ સરકાર બનાવશે તેવો દાવો પણ કર્યો હતો.
અમૂલ ભટ્ટએ વધુમાં જણાવ્યુ કે આ ચૂંટણી 20274માં પીએમ મોદીના હાથ વધુ મજબુત કરવા માટેની ચૂંટણી છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે 2022માં એવી જીત મેળવીશુ જેના પડઘા 2024માં પડશે.
ખેડાના નડિયાદમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ આજે તેમનુ ઉમેદવારી ફોર્મ દાખલ કર્યુ હતુ. નડિયાદ ભાજપના ઉમેદવાર અને નરેન્દ્ર મોદીથી લઈ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ ફોર્મ ભર્યા પહેલા રેલી યોજી હતી જેમા 13 ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. રેલીના પ્રારંભે જ પંકજ દેસાઈને બી.એ.પી.એલના કોઠારી સ્વામીએ આશિર્વાદ આપ્યા હતા.
અમદાવાદની નરોડા બેઠકથી ભાજપના યુવા ચહેરો અને તબીબ પાયલ કુકરાણીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણીએ જંગી રેલી બાદ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રહેલા માયા કોડનાની ખાસ હાજર રહ્યાં હતા. વ્યવસાયે ડૉક્ટર પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. તેમના પિતા નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અનેક હોદ્દા પર રહ્યાં છે. તો તેમના માતા રેશ્મા કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.
અમદાવાદમાં અમરાઈવાડીના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગીની કાર લઇને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારની DC મોડીફાઈડ લેમ્બોર્ગીની કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાટીદાર પ્રભુત્વવાળી અમરાઇવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટીનો જંગ છે. ઉલ્લેખનીય છે કે 2019ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલની નજીવા અંતરથી હાર થઇ હતી.
ભાજપ ઉમેદવાર કાળુ ડાભીએ ધંધુકા બેઠક માટે ફોર્મ ભર્યું છે. કાળુ ડાભીએ જંગી જાહેર સભા યોજી અને રેલી કાઢી બાદમાં ફોર્મ ભર્યું હતુ. કાળુ ડાભીની જાહેર સભામાં સંતો,મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
અમદાવાદની નરોડા બેઠકથી ભાજપના યુવા ચહેરો અને તબીબ પાયલ કુકરાણીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું. નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણીએ જંગી રેલી બાદ ઉમેદવારી કરી હતી. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને પૂર્વ પ્રધાન માયા કોડનાની ખાસ હાજર રહ્યાં હતા. ડૉક્ટર પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. પિતા નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અનેક હોદ્દા પર રહ્યાં છે. તો તેમના માતા રેશ્માન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.
અમદાવાદની નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર લડશે ચૂંટણી. NCP-કોંગ્રસ ગઠબંધન હેઠળ નિકુલસિંહ તોમર ઉમેદવાર છે. ત્યારે નિકુલસિંહ તોમર કોંગ્રેસના મેન્ટેડ પર ચૂંટણી લડશે. ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યુ હતુ. નિકુલસિંહ તોમર કુબેરનગર વોર્ડના કોર્પોરેટર છે.
ભરૂચમાં ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. અગાઉ BTPના મહેશ વસાવાએ રિતેશ વસાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મહેશ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે રિતેશ વસાવા ખ્રિસ્તી હોવા છતાં અનુસૂચિત જનજાતિ તરીકે ફોર્મ ભર્યું છે. મહેશ વસાવાના વાંધા બાદ મામલતદારે ચકાસણી કરી BTPનો વાંધો રદ કર્યો છે. મામલતદારે મહેશ વસાવાનો વાંધો રદ કરતા BTP હવે આ નિર્ણયને કોર્ટમાં પડકારશે.
અમદાવાદની વટવા વિધાનસભા પર ઉમેદવારનો વિવાદ અને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઉમેદવારની માગ સાથે વિરોધ યથાવત છે. વિરોધ જોતા પ્રદેશ કોંગ્રેસ અને હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. બોટાદ બાદ અમદાવાદની વટવા વિધાનસભાની પણ ફેર વિચારણા શરુ થઇ છે. બળવંત ગઢવીનો ભારે વિરોધ થતાં ઉમેદવાર બદલાઈ શકે છે. બોપલમાં રહેતા બલવંતસિંહ ગઢવીને વટવાથી ટિકિટ મળતા વિવાદ સર્જાયો છે.
બનાસકાંઠાની ડીસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવાણી માળીએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી. પ્રવીણ માળીની ઉમેદવારી સમયે રાજ્ય સભાના સાંસદ સહિત, ધારાસભ્ય અને સમર્થકો જોડાયા.
મહેસાણા વિજાપુર બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. અહીં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બેઠક પરથી ભાજપના રમણલાલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરાય તે પહેલા સી.આર.પાટિલની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રમણલાલ પટેલે દાવો કર્યો હતો કે, 2017ની ચૂંટણીના આંદોલન સમયે લોકો મને ચૂંટ્યો હતો. આ વખતે અકલ્પનીય લીડ સાથે જીત થશે.
ઉના બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પૂંજા વંશના ફોર્મમાં ખામી સામે આવી છે. ઉનાથી ભાજપ ઉમેદવાર કાળુ રાઠોડે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર પૂંજા વંશે માહિતી છૂપાવ્યાનો કાળુ રાઠોડે આક્ષેપ કર્યો છે. પૂંજા વંશનું ફોર્મ અમાન્ય કરવા કાળુ રાઠોડે માગ કરી છે.
હાર્દિક પટેલ ઉમેદવારી પત્રક ભરે તે પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, 28 વર્ષના છોકરાને પક્ષે મોટી જવાબદારી આપી છે. સાથે જ કહ્યું હતું કે, વિરમગામના લોકો જેટલું આપશે તેનાથી સવાયું આપીશ. સાથે જ 1,25,000નો પગારને પાંજરાપોળ અને શિક્ષણ પાછળ વાપરી નાખીશ તેવું વચન પણ આપ્યું હતું. હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં લાખાભાઈ ભરવાડ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે પણ સામે પક્ષના ધારાસભ્યને વિકાસના કામને લઈને સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, મારુ કોઈ સાંભળતું નથી. અને અરજી કરી છે રજૂઆત કરી છે, જો અરજી અને રજૂઆત કરવી હોત તો ટપાલી રાખી લઈએ શા માટે ધારાસભ્ય બનાવ્યા છે.
અમદાવાદ નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર ચૂંટણી લડશે. આ બેઠકને લઈ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. નિકુલસિંહ તોમર કોંગ્રેસના મેન્ટેડ પર આ ચૂંટણી લડશે. ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી. નિકુલસિંહ તોમર કુબેરનગર વોર્ડના કોર્પોરેટર છે.
અમદાવાદની વેજલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું.શક્તિ પ્રદર્શન સાથે રાજેન્દ્ર પટેલ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે ભાજપના અમિત ઠાકરની સીધી ટક્કર જોવા મળશે. આ સાથે રાજેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યકત કર્યો કે શહેરી વિસ્તારના મતદારોની ભાજપ તરફી માન્યતા તોડીશ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે. તેઓ ફરી એકવાર 19મી નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ધૂંઆધાર પ્રચાર કરવાના છે. પીએમ મોદી દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને વાપીમાં સભાને સંબોધશે. મળતી માહિતી અનુસાર વાપીમાં પીએમ મોદી ભવ્ય રોડ-શો યોજશે. એટલું જ નહિં વાપીમાં વિશાળ રોડ-શો યોજ્યા બાદ વલસાડમાં ભવ્ય સભામાં પણ સંબોધન કરશે. પીએમ મોદીના આ પ્રવાસને લઇ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
રંગીલા રાજકોટમાં ભાજપના ઉમેદવારોએ નામાંકન બાદ પૂરજોશમાં પ્રચાર કાર્ય શરૂ કર્યું છે. રાજકોટ પૂર્વ બેઠકથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડની સાથે જ પ્રધાન અરવિંદ રૈયાણી ખભેખભો મિલાવીને ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. ભાજપમાં અનેક સ્થળે ધારાસભ્યોની ટિકિટ કપાતા નારાજગી સામે આવી છે. જો કે પ્રધાન અરવિંદ રૈયાણી ભાજપના ઉમેદવારને સમર્થન આપી જનસંપર્કમાં જોડાયા છે. અરવિંદ રૈયાણીએ ટિકિટ ન મળતા નારાજ થયેલા નેતાઓને સલાહ આપી કે વ્યક્તિ નહીં કમળ મહત્વનું છે.
પૂર્વ ગૃહરાજ્યપ્રધાન વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે. મહેસાણાની અર્બુદા સેનાએ ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેનાએ જાહેરાત કરી છે કે તે ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે. તેનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના બિન રાજકીય સંગઠન તરીકે સામાજિક મુદ્દા પર જ કામગીરી કરશે. આજના સંમેલનમાં પણ કોઈ રાજકીય ચર્ચા કરવામાં ન આવી હોવાનો અર્બુદા સેનાએ દાવો કર્યો છે..મહત્વનું છે કે વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે અને હાલમાં તેઓ જેલમાં બંધ છે.
ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. ડભોઇ ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. સાઠોદ ગામના 700 કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. ઉમેદવાર શૈલેષ મહેતા ફોર્મ ભરે તે પહેલા કોંગ્રેસને ઝટકો આપ્યો છે.
હજુ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત બાકી છે. ત્યારે માંજલપુરમાં કોને ટિકિટ આપવી તેને લઇને પક્ષમાં અસમંજસની સ્થિતિ છે. યોગેશ પટેલનું પત્તુ કપાય તો બળવો થવાની પ્રબળ શક્યતા છે. અન્ય કોઇ ઉમેદવાર આવે તો પક્ષને મોટું નુકસાન થઇ શકે છે. માંજલપુરમાં 50થી વધુ દાવેદારી નેતાઓએ નોંધાવી હતી. તો આ તરફ અર્બુદા સેનાના વલણને લઇને બે બેઠકો પર કોકડુ ગુંચવાચું છે. માણસા અને ખેરાલુમાં ચૌધરી પટેલનો પ્રભાવ વધુ છે. માણસામાં પાટીદાર કે ચૌધરીને ટિકિટ આપવી તે પ્રશ્ન છે. માણસામાં OBC મતદારો મોટા પ્રમાણમાં છે, ત્યારે કોંગ્રેસે OBC ઉમેદવારને ટિકિટ આપી છે. ખેરાલુમાં ભૂતકાળમાં ચૌધરી ઉમેદવારો ફાવ્યા હતા. માણસામાંથી ચૌધરી ઉમેદવારને ટિકિટ ન અપાય તો ખેરાલુમાં અપાય તેવી શક્યતા છે. કારણકે માણસા વિધાનસભા બેઠક રાજકીય રીતે સંવેદનશીલ મનાય છે.
ગાંધીનગર ઉત્તરથી ભાજપે રીટા પટેલને મેદાને ઉતાર્યા છે. આજે રીટા પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે. મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લામાં પહેલી વખત ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ગાંધીનગરના મેયર રહી ચૂકેલા રીટા પટેલે જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ગુજરાત ઈલેક્શન 2022 : વાવ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર થોડીવારમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા ભાભરથી રેલી કાઢી તેમણે શક્તિ પ્રદર્શન કર્યુ છે. દેશી ઢોલ અને DJ ના તાલે ટ્રેક્ટરમાં બેસીને ગેનીબેને રેલી કાઢી છે. સુઈગામ પ્રાંત કચેરીમાં ઉમેદવારી નોંધાવશે.
વેજલપુર વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર વાહન રેલી સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. વેજલપુર વિધાનસભામાં મુસ્લિમ મતો બહુમતીમાં છે, જ્ઞાતિગત સમીકરણો કોંગ્રેસની તરફેણમાં હોવાથી અહીં ખરાખરીનો જંગ જામશે. કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે ભાજપે વેજલપુરમાં અમિત ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે.
રાજકારણમાં પક્ષો એકબીજા પર અનેક પ્રહારો કરતા હોય છે. પરંતુ બીજી તરફ રાજકારણ ભૂલીને રાજકીય ખેલદિલી પણ દેખાડતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ફોર્મ ભરવા એકસાથે પહોંચ્યા હતા. જ્યાં બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. અને રાજકીય ખેલદિલીની ભાવનાનું ઉત્તમ ઉદ્દાહરણ પુરૂ પાડ્યુ છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જેથી પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી હતી. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. સુરતજિલ્લાની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. પ્રથમ તબક્કામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સહિત અનેક નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
Published On - 10:36 am, Tue, 15 November 22