ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. જો ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે તેની બાદ પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકોથી વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે છે. ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM બટન પર પહોંચશે કે કેમ તે જોવુ રહ્યું.
કોંગ્રેસે વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા#Congress #Gujarat #GujaratElections2022 pic.twitter.com/tOlFZltIJK
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આવતીકાલે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/7GSl5SIso2
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂથવાદને લઈ મોટું નિવેદન આપ્યું. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી. ગુજરાતમાં ભાજપની જીતનું સારૂ વાતાવરણ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માગણી કરી હતી. જો કે ટિકિટની વહેંચણી બાદ સૌ કાર્યકરો કમળને વિજયી બનાવવા સક્રિય થયા છે. રાજકોટમાં ઉમેદવારી પત્ર ભરવાના સમયે ટિકિટ માગનારા સૌ કાર્યકરો એકસાથે જ ઉપસ્થિત રહ્યાં છે. વિજય રૂપાણીએ કહ્યુ રાજકોટના ચારેય ઉમેદવારો જંગી મતોથી જીતશે
કોંગ્રેસે વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમા રાજકોટ પૂર્વથી ઈન્દ્રનિલ રાજ્યગુરુને ટિકિટ આપી છે. રાપરથી બટુભાઈ અરેઠિયાને ટિકિટ આપી છે. વઢવાણથી તરૂણ ગઢવીને ટિકિટ આપી છે. ધારીથી ડૉ કિરિટ બોરીસાગરને ટિકિટ આપી છે. નાંદોદ હરેશ વસાવાને ટિકિટ આપી છે. નવસારીથી દિપક બારોટને ટિકિટ આપી છે. જ્યારે ગણદેવીથી અશોક પટેલને ટિકિટ આપી છે.
નવસારી: જલાલપોર કોંગ્રેસના ઉમેદવાર રણજિત પંચાલ ફોર્મ ભરવા નીકળ્યા #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/XVRSwRVD4B
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
સુરત : લિંબાયત બેઠકના સંગીતા પાટિલ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/IVd34eGib6
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરાને ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામ આપ્યુ છે. આ મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીના 8 વચનો કેન્દ્ર સ્થાને હશે. જેમા ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રીના વાયદા હશે. આ સાથે જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી પણ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાશે.
બોટાદ: યાદી જાહેર થયા બાદ જિલ્લા ભાજપમાં ભડકો, ઉમેદવાર બદલવાની માગ સાથે 500થી વધુ કાર્યકરોના રાજીનામા #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/35cAFNrxnQ
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
Gujarat Election 2022: ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ, 35થી વધુ સ્ટાર કેમ્પેઈન ચૂંટણીના મેદાને #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/tmfvrEns2M
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે પી નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભાઓ ગજવશે. તમામ નેતાઓની 20 થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. એ સિવાય 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન,ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવશે.
દાહોદ જિલ્લાની 6 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભર્યો જંગ જામવાના એંધાણ છે. દાહોદની 6 પૈકી 3 બેઠક ભાજપ પાસે અને 3 બેઠક કોંગ્રેસ પાસે હતી. ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા હવે ભાજપમાં જોડાતા આ બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી શકે છે. પરંતુ ઝાલોદ બેઠક પર મહેશ ભુરીયા ભાજપ માટે બાહુબલિ ઉમેદાર માનવામાં આવે છે. ત્યારે જો મહેશ ભુરીયાને ટિકીટ ન મળી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. બીજી તરફ દાહોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદાને ફરી ટિકીટ આપવામાં આવી છે. જ્યારે કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયા બાદ દેવગઢબારીયા બેઠક પર એનસીપીના ઉમેદવાર મેદાને ઉતરશે.
કાંધલ જાડેજાએ પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. NCPના ઉમેદવાર તરીકે કાંધલ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ-NCPના ગઠબંધન વચ્ચે કોંગ્રેસના વિરોધ છતા NCPમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. હજારો સમર્થકો સાથે કાંધલ જાડેજાએ ફોર્મ ભર્યું છે. ત્યારે કુતિયાણા બેઠકને લઈ કોંગ્રેસ-NCPનું કોકડું ગૂંચવાયું છે.
હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં હંગામી રાહત આપવા માટે અરજી કરી હતી. હાર્દિક પટેલે રજુઆત કરી હતી કે તેમના કુળદેવીનું મંદિર છે તે પણ મહેસાણા જિલ્લાની હદમાં આવેલુ છે. હાર્દિક પટેલના ઘણા સગા સંબંધીઓ પણ મહેસાણા જિલ્લામાં રહે છે. ત્યારે આ તમામ બાબતોને લઇને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેમને રાહત આપવામાં આવે. ત્યારે આ મામલે જ હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને રાહત આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીનો સાથે છોડી રાજભા ઝાલાએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ પ્રસંગે રાજભા ઝાલાએ જણાવ્યુ હતુ કે સંજોગો એવા નિર્માણ થયા એટલે ભાજપ છોડીને ગયો હતો. 20 મે 2020થી આપ પાર્ટી જોઈન કરી હતી. મારું વ્યક્તિગત જે પણ કઈ હતુ એનો લાભ આપ પાર્ટીને મળ્યો છે.
Gujarat Election 2022 LIVE: વિરમગામમાં ટિકિટ મળ્યાં બાદ હાર્દિક પટેલે વિરમ ગામની જનતાને ચૂંટણી વચન આપ્યું હતું કે ધારાસભ્ય બનીશ તો જે પગાર મળશે તે સામાજિક પ્રવૃતિઓ પાછળ ખર્ચીશ તેમજ પાંજરાપોળ, શિક્ષણ અને સમાજિક સેવાઓ પાછળ ખર્ચ કરીશ.
Gujarat Election 2022 LIVE: વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોમાં મધ્ય ગુજરાત ઝોનમાં ભારે રસાકસી જોવા મળે તેવી શક્યતા છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે ભાજપની જાહેર થયેલ યાદીમાં આણંદની સાત વિધાનસભામાંથી પેટલાદ સીટના ઉમેદવારનું નામ બાકી છે. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતા છે. જે વાતથી નારાજ થઇ નિરંજન પટેલ કેસરિયો ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રથમ તબક્કામાં બાકી રહેલ 20 નામોની ટૂંક સમયમાં જાહેરાત કરશે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના નારાજ કાર્યકરોને મારો કાંઠલો પકડવાનો હક છે. જેને પણ નારાજગી હોય એ મને મળી શકે છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં કોઈપણ પ્રકારનો સુધારો નહિ કરાય. ખાસ તો કુતિયાણા બેઠક માટે કોંગ્રેસ કોઈપણ પ્રકારની બાંધછોડ નહિ કરે.
Gujarat Election 2022 LIVE: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરતા ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું. તો સુરતમાં ભાજપના વિનુ મોરડિયાએ ઘોડા પર સવાર થઈને કતારગામથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. બીજી તરફ નવસારીમાં ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈએ વિજય મુહૂર્તમાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. તો અહીંયા ગણદેવીથી ભાજપના નરેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી…નરેશ પટેલે ચીખલીના બગલાદેવ નજીક પોતાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકી સમર્થકો સાથે રેલી યોજી હતી
Gujarat Election 2022 LIVE: જામનગર ઉત્તર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે માળખાગત સુવિધાના અભાવ સહિતના મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ ળઈ જઈશું. બાઇક રેલી કાઢીને તેઓ વિશાળ કાફલા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. 77 જામનગર ઉત્તર બેઠક ભાજપ ના રીવાબા રવિન્દ્ર જાડેજાની સામે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા મેદાનમાં છે.
Gujarat Election 2022 LIVE : જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે વીંછીયા રોડ ઉપર સભા કર્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ રેલી યોજીને ઢોલ નગારા સાથે ઉમેદવારી પત્રો ભરવા રવાના થયા હતા. અહીં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા,
Gujarat Election 2022 LIVE : તાજેતરમાં જ આપમાંથી ફરી પાછા ઘરવાપસી કરીને કોંગ્રેસમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ પૂર્વ બેઠક ઉપરથી ચૂંટણી લડષે. આ અંગે કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 2017માં ઇન્દ્રનીલ રાજયગુરૂનો ભાજપના વિજય રૂપાણી સામે થયો હતો પરાજય થયો હતો.
Gujarat Election 2022 LIVE : ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. તેઓ ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે ઘરે પૂજા-આરતી કરીને ભગવાનના આશીર્વાદ લીધા.. ત્યારબાદ તેઓ ઘર પાસેના મંદિરમાં શિવજીને દૂધ અને જળનો અભિષેક કરીને પૂજા કરી હતી તેમણે ટીવીનાઈન સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે- આ વખતે કોઈ ત્રિપાંખીયો જંગ નહીં થાય, ભાજપની જ જીત થશે. તેમણે આક્ષેપ કર્યો કે- વિરોધીઓના છાતીના પાટિયા બેસી ગયા છે,
Gujarat Election 2022 LIVE : કરજણ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બાદ હવે કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાએ નારાજગી વ્યક્ત કરીને કૉંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે.. સતીશ નિશાળીયાનો આક્ષેપ છે કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ટિકિટનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંગઠનના તમામ કાર્યકરો નારાજ છે અને ચૂંટણી લડવાના મૂડમાં છે
Gujarat Election 2022 LIVE : ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે ઘરે પૂજા-આરતી કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા.
Gujarat Election 2022 LIVE : રાજકોટ ભાજપના 4 ઉમેદવાર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરશે . બહુમાળી ચોક ખાતે ચારેય ઉમેદવારો માટે જાહેર સભા આઐયોજિત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની હાજરીમાં ઉમેદવારો ફોર્મ ભરશે . મનસુખ માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ આ ચૂંટણીમાં પોતાનો જ રેકોર્ડ તોડશે.
Gujarat Election 2022 LIVE : મહેસાણા વિધાનસભા ચૂંટણીને લઈ વિસનગરમાં બીજો મોટો અપસેટ સર્જાયો છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ કાંસા અપક્ષ ઉમેદવારી કરશે. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જસુભાઈ પટેલ છે તેમણે વિસનગરમાં સમર્થકોની બેઠક બોલાવી છે. તેમણે સોશિયલ મીડિયામાં અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
Gujarat Election 2022 LIVE : કોંગ્રેસના નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી શકયતા, પેટલાદ બેઠક પર કોંગ્રેસ ભરત સિંહ સોલંકીને ટીકીટ આપવાની શકયતાને પગલે નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
Gujarat Election 2022 LIVE : પાદરા બેઠક પર દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામા અપક્ષમાંથી ચૂંટણી લડશે તેઓ બરોડા ડેરીના ચેરમેન છે અને વર્ષ 2012માં દિનેશ પટેલ 75527 મતો સાથે વિજેતા થયા હતા.
Gujarat Election 2022 LIVE : એન.સી.પી. અને કોંગ્રેસ વચ્ચે બેઠક થવાની શક્યતા છે આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંગે ચર્ચા થવાની શકયતા અંગે વિચારણા થઈ શકે છે બેઠક માટે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક થઈ શકે છે
Gujarat Election 2022 LIVE : સાવરકુંડલા વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત ફોર્મ ભરવાના છે. ત્યારે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે તેમને જીતનો પૂરો વિશ્વાસ છે એને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં પાંચે પાંચ બેઠક કોંગ્રેસ પક્ષ જીતશે.. કોરોના કાળના સમયમાં કોંગ્રેસના નેતાઓએ અમરેલી જિલ્લામાં ખૂબ જ કામ કર્યું છે..લોકોના જે પ્રશ્નો છે તેમને કોંગ્રેસ પક્ષે વાચા આપી છે. આથી પ્રતાપ દુધાતને પૂરો વિશ્વાસ છે કે લોકો કોંગ્રેસ પક્ષ ઉપર કળશ ઢોળશે અને કોંગ્રેસ પક્ષ અમરેલી જિલ્લાની પાસે પાંચ વિધાનસભાની બેઠક જીતીને લાવશે.
Gujarat Election 2022 LIVE : કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે ખાસ તો કોંગ્રેસે ભાજપની જેમ જ કોઈ જોખમ ન લેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પોતાના ધારાસભ્યોને જ જવાબદારી સોંપી છે કે તેઓ પોતાની સત્તા સાચવી રાખે. કોંગ્રેસની બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર થઈ ગયા છે. આ યાદી જાહેર થતા જ લલિત વસોયા સાથએ જોડાયેલી અટકળોનો અંત આવ્યો છે.
કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી#GujaratElection2022 #GujaratElections #Gujarat #Congress #TV9News pic.twitter.com/8r0IWpH2Qk
— Tv9 Gujarati (@tv9gujarati) November 10, 2022
Gujarat Election 2022 LIVE : ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ કપાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. ભાજપના કટ થયેલા નેતાઓ ભાજપ સામે રણશિગુ ફૂંકી રહ્યા છે અને કેટલાકે તો યાદીમાંથી નામ કપાતાની સાથે જ આમ આદમી પાર્ટીનો સાથ લઈ લીધો હતો તો ઘણાએ રાજીનામા ધરી દીધા હતા. તો વાઘોડિયા, કરજણ, પાદરા, બોટાદ સહિત જેમના નામ કપાયા છે તે ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
Published On - 10:10 am, Fri, 11 November 22