Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે : ભૂપેન્દ્ર યાદવ

|

Sep 24, 2022 | 6:51 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. ગુજરાતના લોકો ભાજપ અને ભાજપે કરેલા વિકાસની સાથે છે તેમ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) નર્મદા ખાતે જણાવ્યું છે

Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે : ભૂપેન્દ્ર યાદવ
Bhupendra Yadav

Follow us on

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. ગુજરાતના લોકો ભાજપ અને ભાજપે કરેલા વિકાસની સાથે છે તેમ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) નર્મદા ખાતે જણાવ્યું છે.  ગુજરાતમાં વિધાનસભા ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપે પણ હાલ એકશન મોડમાં છે. જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત રાષ્ટ્રીય નેતાઓ પણ રાજ્યનું મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વારંવાર રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. તેમજ પીએમ મોદી 30 સપ્ટેમ્બરના ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

અનેક વિકાસકાર્યોની ભેટ આપશે વડાપ્રધાન મોદી

નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ  શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં29-30 સપ્ટેમ્બરએ PM મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો  પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં  વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી PM મોદી ભેટ આપશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટનું આયોજન

આ ઉપરાંત રાજ્યના યુવા મતદારોને પક્ષ સાથે જોડવા માટે ગુજરાત ભાજપ યુવા મોરચા(Bjp Yuva Morcho) દ્વારા રન ફોર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવશે. જેમાં દેશના પીએમ મોદીના જન્મ દિવસના રોજ સેવા પખવાડિયા અંતર્ગત શરૂ કરવામાં આવ્યા છે. રન ફોર ડેવલપમેન્ટ યુવા મોરચા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સેવા પખવાડિયા અંતર્ગત પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારેથી લઈ અત્યાર સુધી વિકાસના કામો કર્યા છે. તેમજ ગુજરાત નહિ દેશ અને દુનિયાના લોકો વિકાસ પુરુષ તારીખે ઓળખે છે. જેના પગલે યુવા મોરચા દ્વારા મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જે જગ્યાએ દોડનું આયોજન કરવામાં આવશે ત્યાં એક વિકાસની જગ્યાએથી બીજા વિકાસના સ્થળ સુધી દોડનું આયોજન કરાશે. આ દોડમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ 18 થી 25 વર્ષ સુધીના જોડાશે.

Published On - 6:48 pm, Sat, 24 September 22

Next Article