
ગુજરાતની ગાંધીનગર ઉત્તર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 આ વખતની ટર્મમાં ભાજપે રીટાબેન પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને ગાંધીનગર ઉત્તર બેઠક પરથી રીટા પટેલની જીત નોંધાવી છે. રીટા પટેલ 25,000 મતે ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીતી ગયા છે. તેમની પાસે રૂપિયા 575717 ની જંગમ મિલકત છે. તેમણે PGDCA નો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે વિરેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 6064892 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને H.S.C સુધીનો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મુકેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 11365495 ની જંગમ મિલકત છે. તેઓ ધોરણ -11 પાસ છે.
વર્ષ 2017માં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સી.જે. ચાવડા અને ભાજપના અશોક પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં સી.જે. ચાવડાને 78,206 મત મળ્યા હતા અને તેમણે અશોક પટેલને હરાવ્યા હતા. અશોક પટેલને 73,432 મત પ્રાપ્ત થયા હતા. સી.જે. ચાવડાએ પ્રજાલક્ષી કાર્યો કરીને એક આગવી ઓળખ ઊભી કરી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ માટે જીત મેળવવી મુશ્કેલ છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં અંદાજીત 2.60 લાખ મતદારો છે. જેમાંથી 1.25 લાખ મહિલા મતદારો છે અને 1.35 લાખ પુરુષ મતદારો છે. જેમાં SC 40,000 અને ST 5,000 મતદારો, ક્ષત્રિય- ઠાકોર સમુદાયના 30,000 મતદારો, પાટીદાર સમાજના 20-22 હજાર મતદાર અને બ્રાહ્મણ 25,000 મતદારોના સમાવેશ થાય છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને તેથી જ ભાજપ માટે આ બેઠક પર જીત મેળવવી મુશ્કેલ છે. કોંગ્રેસના સૌથી વધુ મજબૂત મત વિસ્તારમાં બોરીજ, ઇન્દ્રોડા, ઘોડાકુવા, ગોકુલપુરા, આદિવાળા, પાલજનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ