કેજરીવાલે ગુજરાતમાં ડરાવ્યાં, એક્ઝિટ પોલમાં AAP ને મળેલા વોટ ભાજપ-કોંગ્રેસ માટે જોખમરુપ

|

Dec 06, 2022 | 11:52 AM

આમ આદમી પાર્ટીના કેજરીવાલ ગુજરાતમાં જાહેર સભાને સંબોધતા અવારનવાર કહેતા હતા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. પરંતુ એક્ઝિટ પોલના સર્વે મુજબ તે શક્ય બની શકે તેમ લાગતુ નથી.

કેજરીવાલે ગુજરાતમાં ડરાવ્યાં, એક્ઝિટ પોલમાં AAP ને મળેલા વોટ ભાજપ-કોંગ્રેસ માટે જોખમરુપ
Arvinf Kejriwal, Aam Aadmi Party (file photo)

Follow us on

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જણાવતા હતા કે, ગુજરાતમાં તેમની સરકાર બની રહી છે. જો કે મતદાન સંપન્ન થયા બાદ રજુ થયેલ એક્ઝિટ પોલમાં કેજરીવાલની આશાઓ સાચી ઠરે તેવુ શક્ય લાગતુ નથી. પરંતુ એક્ઝિટ પોલમાં બતાવ્યા મુજબના વોટશેર ચોક્કસ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધારશે. જો કે એક્ઝિટ પોલના સર્વે મુજબ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં બહુ અલ્પ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે. જો કે પરંતુ એક્ઝિટ પોલનો સર્વે ચોક્કસપણે ભાજપ અને કોંગ્રેસ માટે જોખમરુપ વર્તાઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ ગુજરાતમાં જાહેર સભાને સંબોધતા અવારનવાર કહેતા હતા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. પરંતુ તે શક્ય બની શકે તેમ નથી. જો કે એક્ઝિટ પોલના સર્વે મુજબ આમ આદમી પાર્ટીને જે વોટ શેર મળી રહ્યા છે તે આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધારનારો અને અન્ય રાજકીય પક્ષો માટે ખતરારુપ છે.

આમ આદમી પાર્ટીએ ભવિષ્ય નક્કી કરી લીધું

ટીવી 9ના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 7 થી 10 બેઠકો સાંપડી શકે છે, પરંતુ વોટ શેર લગભગ 12 ટકા મળે તેમ છે. એ જ રીતે અત્યાર સુધીના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 20 ટકા વોટ મળવાની વાત કરવામાં આવી રહી છે. કોઈપણ રાજકીય પક્ષ માટે તેની પ્રથમ ચૂંટણીમાં જ 20 ટકા સુધીનો વોટ શેર મળવો એ ખૂબ જ ઉત્સાહજનક ગણાય છે.

એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર, આમ આદમી પાર્ટીને લગભગ 9 થી 21 બેઠકો ગુજરાતમાં મળી રહી છે. એ જ રીતે ABP-CVoterના સર્વેમાં આમ આદમી પાર્ટીને 3થી 11 બેઠકો મળી રહી છે. રિપબ્લિક પી માર્કના એક્ઝિટ પોલના સર્વેમાં આમ આદમી પાર્ટીને 2થી 10 બેઠકો મળે તેવા રિપોર્ટ રહ્યાં છે. તો ન્યૂઝ 24-ચાણક્યના એક્ઝિટ પોલના સર્વેમાં આમ આદમી પાર્ટીને 11 બેઠકો મળી રહી છે. ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલના સર્વે માં પણ આમ આદમી પાર્ટીને ઓછામાં ઓછી 11 બેઠકો મળી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આમ આદમી પાર્ટીનો વોટ શેર કોંગ્રેસ અને ભાજપ માટે જોખમ

તમામ એક્ઝિટ પોલમાં, આમ આદમી પાર્ટીને જે બેઠકો મળી રહી છે તેની સંખ્યા બહુ ઓછી દર્શાવવામાં આવી છે, પરંતુ બધાએ કહ્યું છે કે વોટ શેર પાર્ટી માટે સંતોષકારક છે. જો આજતકના એક્ઝિટ પોલના સર્વેના અનુમાન સાચા હોય તો પાર્ટીને રાજ્યમાં લગભગ 20 ટકા વોટ મળે છે. 20 ટકા વોટશેર ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે ચેતવણીની ઘંટડી સમાન છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વૃદ્ધિનો ગ્રાફ દિલ્લી અને પંજાબમાં જેવો રહ્યો છે તેવો જ રજૂ થયો છે. પાર્ટીએ ધીરે ધીરે ગુજરાતમાં પર પોતાની પકડને મજબૂત બનાવી લીધી છે.

દિલ્લીમાં અનેક પ્રયાસો છતાં, ભાજપ જેવા કેડરબેઝ પક્ષ પણ એમસીડીની ચૂંટણીમાં મોટા પાયે નિષ્ફળતાનો સામનો કરી રહ્યો હોવાનું જણાય છે. આદમી પાર્ટી જ્યાં સ્થાન બનાવી રહી છે, ત્યાં કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થાય છે. પંજાબ અને દિલ્લીમાં કોંગ્રેસનો સફાયો કર્યા બાદ આદમી પાર્ટી ગુજરાતમાં પણ કોંગ્રેસનો ખાત્મો બોલાવવા મક્કમ છે. દિલ્લી એમસીડી અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોંગ્રેસની વોટબેંક પર, ખાસ કરીને મુસ્લિમ મતો પર આમ આદમી પાર્ટીની પકડ વધી રહી છે.

રેવડી લોકોને લલચાવી રહી છે !

ગુજરાતમાં મોંઘી વીજળીથી ખેડૂતો અને વેપારીઓ બંને પરેશાન હોવાનો દાવો કરાયો છે. ખેડૂતો અને વેપારીઓ દ્વારા સસ્તી વીજળીની સતત માંગ કરવામાં આવી હતી તેમ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો. તો શું આને કેજરીવાલના દિલ્લી મોડલની સફળતાની શરૂઆત ગણી શકાય ? કેજરીવાલે તેમની ચૂંટણી સભાઓમાં ગુજરાતમાં શાળા શિક્ષણના ઘટતા ધારાધોરણ અને મજબૂત આરોગ્ય સુવિધાઓ વિશે સતત પ્રહાર કરતા રહ્યાં હતા.

ભારત જોડો યાત્રાની કોઈ અસર નહી

જે રીતે વિવિધ ચેનલના એક્ઝિટ પોલના સર્વે રજૂ કરાયા તેમા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પણ કોંગ્રેસ પર કોઈ અસર ગુજરાતની ચૂંટણીમાં દેખાતા નથી. રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીથી લગભગ દૂર રહ્યા હતા. પ્રિયંકાએ તેની અપેક્ષા મુજબની મહેનત પણ કરી ન હતી. પડોશી રાજ્ય રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેની રાજકીય લડાઈને કાબૂમાં ન રાખવાને કારણે પણ લોકોનો કોંગ્રેસ પક્ષ પર રહ્યોસહ્યો વિશ્વાસ ઊઠી ગયો હોવાનું કહેવાય છે. આ બધા મુદ્દાઓ તો આખરે આમ આદમી પાર્ટી માટે ફાયદાકારક સાબિત થયા ગણાય છે.

Next Article