Gujarat Election 2022 : રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ, વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું

રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર વજુભાઇ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગણી કરી હતી. આપને જણાવી દઈએ કે, વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Gujarat Election 2022 : રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ, વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
Gujarat Election
| Edited By: | Updated on: Nov 08, 2022 | 12:06 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ દરેક રાજકીય પાર્ટી ઉમેદવારો ઉતારવા મથામણ કરી રહી છે. આ બધાની વચ્ચે ટિકિટ માટે ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ છે. રાજકોટની પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ જોવા મળી છે. આ બેઠકમાં વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, વજુભાઇ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગણી કરી હતી. આપને જણાવી દઈએ કે, વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વિજય રૂપાણીએ તેમના બદલે નિતીન ભારદ્વાજને ટિકિટ મળે તે માટે રજૂઆત કરી હતી. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ લોબિંગ કરી રહ્યા છે. ડે.મેયર દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, અનિલ દેસાઇએ પણ ટિકિટ માટે દાવેદારી કરી છે. કડવા પાટીદાર સમાજે પણ ટિકિટની માગણી કરી છે.

ચૂંટણી પહેલા પાટીદાર બાદ ઠાકોર સમાજ મેદાને

વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર બાદ ઠાકોર સમાજ મેદાને આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજને ટિકિટ આપવાની માગ સાથે જેતપુરમાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ. વાંકાનેર, ધ્રાંગધ્રા, ધારી, લાઠી, રાજકોટ, કચ્છ પશ્ચિમ સહિતની સમાજની બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે બેઠક અંગે કહ્યું, ટિકિટ નહીં મળે તો સરકારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અમારા સમાજનું જયાં વોટિંગ હોય ત્યાં ઠાકોર સમાજ અથવા OBC અને ST સમાજની ટિકિટ કપાવી ના જોઈએ. તમામ સમાજનું લોબિંગ હોય તો અમારા સમાજનું લોબિંગ કેમ ન હોય તેવો પ્રમુખે સવાલ કર્યો હતો.