
2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર બનશે, તો જૂની પેન્શન યોજના (pension yojna) લાગુ કરીશું. એક દિવસની માસ CL પર ગયેલા અને રાજ્ય સરકારથી (gujarat govt) નારાજ શિક્ષકો માટે આ રેવડીની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં સરકારથી નારાજ પ્રાથમિક શિક્ષકોના મત મેળવવા કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોરે (jagdish thakor) દાવો કર્યો કે અન્ય રાજ્યોમાં જો જૂની પેન્શન યોજના લાગુ થઇ શકે તો ગુજરાતમાં કેમ નહીં. તેઓએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections 2022) પહેલા વાયદાઓનો વેપાર ચરમસીમા પર પહોંચ્યો છે. ખેડૂત, યુવાઓ, મહિલાઓને વાયદાઓ આપ્યા બાદ હવે કોંગ્રેસે (Congress) રાજ્યના માછીમારોને વાયદો આપ્યો છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યના માછીમારો માટે સંકલ્પ પત્ર જાહેર કરતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhvadhiya) જણાવ્યું કે હાલના 40 હજાર બોટ માટે લાંગરવા માટેના બંદરો, પ્રોસેસિંગ યુનિટો બધું જ કોંગ્રેસે શરૂ કરેલું છે. કોંગ્રેસે શરૂ કરેલી માછીમારોની રાહત યોજનાઓ ભાજપે બંધ કરી હતી તે કોંગ્રેસની નવી સરકારમાં પુનઃ શરૂ કરાશે. ભાજપ સરકારમાં માછીમારોનો અધિકાર વેચી ઉદ્યોગકારોને આપવામાં આવ્યો.
Published On - 8:24 am, Sun, 18 September 22