ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) ગમેત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. તો કોંગ્રેસની પણ (Congress) ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે કોંગ્રેસ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક મળશે. જેમાં AICC ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં ભાગ લેશે.
બીજી તરફ ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) બેઠકમાં ભાગ લેવા હાલ દિલ્હી પહોંચ્યા છે. બે દિવસની સીઇસીની બેઠક બાદ નિર્વિવાદિત બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે. માહિતી મુજબ કોંગ્રેસ સિંગલ દાવેદાર અને નિર્વિવાદીત બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે. તો કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવાર (BJP) જાહેર થવાની પણ રાહ જોવાશે. પ્રથમ યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામ નહીં સામેલ હોય તેવી જાણકારી છે.
મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર (Congress Campaign) કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે. જો કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરશે.
(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)