Gujarat : ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ! પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ હાથનો સાથ છોડી કરશે ‘કેસરિયા’

|

Aug 03, 2022 | 12:39 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) અગાઉ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.

Gujarat : ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ! પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ હાથનો સાથ છોડી કરશે કેસરિયા
Gujarat Congress

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections)  પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તો આ બધાની વચ્ચે કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે.મહેસાણા જિલ્લાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલ (Naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમારે (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.

કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત

ગુજરાતના રાજકારણમાં ઉગતો સિતારો હાર્દિક પટેલે 2 જુને 15 હજાર કાર્યકરો સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.તે બાદ પણ કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત છે.મહેસાણા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.નરેશ રાવલે (naresh raval)  પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં હું અને રાજુ પરમાર 17 મી ઓગસ્ટના રોજ 11 વાગ્યે ભાજપમાં (BJP) જોડાઈશું.સાથે જ નારાજ નરેશે કહ્યું કે,છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસમાં સમસ્યાઓ હતી,પરંતુ તેના કારણોમાં અત્યારે પડતા નથી.ટીમ વર્કનો કોંગ્રેસમાં મોટો અભાવ છે. સાચી પરિસ્થિતિ ન જાણીને બેક બાઇટિંગ કરવું એ સ્થિતિ કોંગ્રેસમાં હોવાનુ જણાવ્યુ છે.વધુમાં ઉમેર્યું કે,હાઇકમાન્ડ સાથે અને પ્રદેશ સ્તરના નેતાઓ સાથે ઘણા બધા કડવા અનુભવો રહ્યા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

નરેશ પટેલ પાર્ટીથી નારાજ

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી પક્ષમાં અવગણનાને કારણે નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. જેને કારણે તેણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat election 222) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડી શકે છે.

Published On - 12:39 pm, Wed, 3 August 22

Next Article