Gujarat Election 2022: ભાજપની બીજી ઉમેદવારોની યાદી જાહેર, 16 બેઠક પર હજુ પણ પેચ ફસાયેલો

મળતી માહિતી મુજબ, શાહના ગઢમાં આવતી એકપણ બેઠક પર હારનો સામનો ના કરવો પડે તે પ્રકારની રણનીતિ ઘડીને ઉમેદવાર જાહેર કરવા માટે ચર્ચા ચાલી રહી છે.

Gujarat Election 2022: ભાજપની બીજી ઉમેદવારોની યાદી જાહેર, 16 બેઠક પર હજુ પણ પેચ ફસાયેલો
Gujarat BJP
| Edited By: | Updated on: Nov 12, 2022 | 10:21 AM

 ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ભાજપે પોતાની પહેલી યાદીમાં 160 અને બીજી યાદીમાં 6 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ 16 બેઠક પર હજુ પણ પેચ ફસાયેલો છે. જેમાં ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠક એવી છે કે જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ તરીકે ગૃહપ્રધાન અમિત શાહની સીધી જ નજર આ બેઠક પર રહેલી છે. મળતી માહિતી મુજબ, શાહના ગઢમાં આવતી એકપણ બેઠક પર હારનો સામનો ના કરવો પડે તે પ્રકારની રણનીતિ ઘડીને ઉમેદવાર જાહેર કરવા માટે ચર્ચા ચાલી રહી છે.

ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા બેઠક ફસાયો પેચ

ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા જેવી વિધાનસભા બેઠક ઉપર હજુ પણ દાવેદારોના નામ પર ચર્ચા થઈ રહી છે. ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉમેદવાર સ્થાનિક હોય તેવી માંગ શરૂ કરી છે, ત્યારે સાંસદના મત વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગાબડું ન પડે અને જીતે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા થઈ રહી છે. આતરફ ખેરાલુ, પાટણ, રાધનપુર, હિંમતનગર જેવી બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત બાકી છે

Published On - 9:32 am, Sat, 12 November 22