Gujarat Election : હવે યુવા મતદારોને આકર્ષવા ભાજપની મથામણ, યુવા સંમેલન થકી કરશે ‘શક્તિપ્રદર્શન’

|

Sep 07, 2022 | 12:23 PM

અમદાવાદ દિનેશ હોલ ખાતે ભાજપ યુવા મોરચો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (Gujarat BJP Chief C R Paatil) અધ્યક્ષતામાં દિગ્વિજય યુવા દિવસની ઉજવણી કરશે.

Gujarat Election : હવે યુવા મતદારોને આકર્ષવા ભાજપની મથામણ, યુવા સંમેલન થકી કરશે શક્તિપ્રદર્શન
Gujarat Election 2022

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) પહેલા દરેક પક્ષ એક્શનમાં છે, ત્યારે ભાજપ પણ યુવા સંમેલન થકી શક્તિપ્રદર્શન કરશે. જેના ભાગરૂપે આગામી 11 સપ્ટેબરે ભાજપ યુવા સંમેલન યોજશે. અમદાવાદ દિનેશ હોલ ખાતે ભાજપ યુવા મોરચો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (Gujarat BJP Chief C R Paatil) અધ્યક્ષતામાં દિગ્વિજય યુવા દિવસની ઉજવણી કરશે. આ સંમેલનમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) હાજર રહે તેવી શકયતા છે.એટલું જ નહીં સદસ્યતા અભિયાન હેઠળ જોડાયેલા નવા યુવાનોને સંમેલનમાં ભાજપ (gujarat BJP)આવકારશે અને 2022ની ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા ભાજપ પ્રયાસ કરશે.

ચૂંટણીને લઇ ભાજપ 365 દિવસ એક્શન મોડમાં !

વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે (BJP) તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાંચ રાજ્યોના કાર્યકર્તાઓ પ્રચાર (Campaign) માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરો બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવ્યા છે. આ કાર્યકર્તાઓને ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના ભાજપના કાર્યકર્તાઓને સોંપાઈ છે, જ્યારે બિહાર ભાજપના કાર્યકરોને સૌરાષ્ટ્રમાં (Saurashtra)  પ્રચાર-પ્રસારની કામગીરી સોંપવામાં આવી છે. આ કાર્યકરો બે દિવસ દરમિયાન પ્રચારની રણનીતિ ઘડશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ પણ હવે સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયુ છે. ભાજપે આ વખતે પ્રચાર માટે અન્ય રાજ્યોમાંથી પણ કાર્યકરો બોલાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ કાર્યકરો તેમને સોંપાયેલી જવાબદારી મુજબ જે તે ઝોનમાં પ્રચારની રણનીતિ ઘડશે. છેલ્લા ઘણા સમયથી ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરેક જિલ્લામાં જઈને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે સંવાદ કરે છે. જેમાં ચૂંટણી પ્રચારની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવે છે.

Published On - 12:20 pm, Wed, 7 September 22

Next Article