ભાજપે રાજકોટ પશ્ચિમ પર ડૉ. દર્શિતા શાહ, દક્ષિણ પર રમેશ ટિલાળા, પૂર્વમાં ઉદય કાનગડ અને ગ્રામ્યમાં ભાનુ બાબરિયાને આપી ટિકિટ

|

Nov 10, 2022 | 5:14 PM

Gujarat Election 2022: ભાજપે રાજકોટની ચારેય બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં રાજકોટ પશ્ચિમથી ડૉ. દર્શિતા શાહને મેદાને ઉતારાયા છે તો રાજકોટ દક્ષિણ બેઠક પરથી ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. આ તરફ રાજકોટ પૂર્વથી OBC ઉમેદવાર ઉદય કાનગડને મોકો અપાયો છે, જ્યારે રાજકોટ ગ્રામ્યથી ભાનુ બાબરિયાને રિપીટ કરવામાં આવ્યા છે.

ભાજપે રાજકોટ પશ્ચિમ પર ડૉ. દર્શિતા શાહ, દક્ષિણ પર રમેશ ટિલાળા, પૂર્વમાં ઉદય કાનગડ અને ગ્રામ્યમાં ભાનુ બાબરિયાને આપી ટિકિટ

Follow us on

રાજકોટની 4 બેઠક પર ભાજપે નવા ચહેરાઓેને તક આપી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીના સ્થાને ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વ બેઠક પર OBC સમાજના આગેવાન ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વમાંથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઈ છે. રાજકોટ દક્ષિણની બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટની ચારેય બેઠક પર ભાજપની ‘નો રિપીટ’ થિયરી

ભાજપે રાજકોટની 4 બેઠકો પર ‘નો રિપીટ’ થિયરી આપનાવી છે. ચારેય નવા ચહેરાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે. ગત વિધાનસભા ચૂંટણી 2017માં એક જૈન સમાજને, 2 પાટીદાર સમાજને અને એક અનામત બેઠક પર અનામત ઉમેદવારને ટિકિટ અપાઈ હતી. જો કે બે લેઉવા પાટીદાર સમાજની બેઠક હતી ત્યાં આ વખતે 2022ની ચૂંટણી પહેલા OBC સમાજ દ્વારા લોબિંગ કરવામાં આવ્યુ હતુ. ખુદ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેઓએ પણ લોબિંગ કર્યુ હતુ કે એક સીટ OBC સમાજને મળવી જોઈએ. જેના પરિણામે રાજકોટ પૂર્વ બેઠક પર અરવિંદ રૈયાણીનું નામ કપાયુ છે અને તેમના સ્થાને બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડને ટિકિટ અપાઈ છે. ઉદય કાનગડ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને મહાનગરપાલિકામાં પણ અનેક હોદ્દાઓ પર રહી ચુક્યા છે.

 રાજકોટની પરંપરાગત પશ્ચિમ બેઠક પર ડૉ. દર્શિતા શાહને ટિકિટ

રાજકોટની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકની જો વાત કરવામાં આવે તો આ સૌરાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ અને મોટી બેઠક કહી શકાય. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંથી ચૂંટણી લડીને જીત્યા જંગી બહુમતી સાથે જીત્યા હતા. આ વખતે આ બેઠક પર ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. ડૉ. દર્શિતાના પરિવારજનોને સંઘ સાથે બહુ જુનો નાતો રહ્યો છે. તેમના દાદા સંઘના પાયાના કાર્યકર જનસંઘના સમયથી રહ્યા છે. તેમના પિતા પણ સંઘ સાથે જોડાયેલા હતા. આથી તેમને આ સીટ પર ઉમેદવાર બનાવ્યા હોવાનું અને એ ખુદ પણ ભાજપના સક્રિય કાર્યકર હોવાથી ટિકિટ અપાઈ હોવાનું એક સમીકરણ દેખાઈ રહ્યુ છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને ટિકિટ

રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને ટિકિટ અપાઈ છે. રમેશ ટિલાળા માટે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ લોબિંગ કર્યુ હતુ. આથી તેમની માગને ધ્યાને લેવાઈ હોય તેવુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. આ ચારેય બેઠક પર જ્ઞાતિગત સમીકરણોનું પણ પૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ઉપરાંત નવા ચહેરાઓને પણ તક અપાઈ છે.

રાજકોટ ગ્રામ્યમાં ભાનુ બાબરિયાની પસંદગી

રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપે આ વખતે ભાનુ બાબરિયાને ટિકિટ આપી છે. ગત ટર્મમાં ભાજપે લાખા સાગઠિયાને ટિકિટ આપી હતી. ગ્રામ્ય બેઠક પર પણ ભાજપે મહિલા ઉમેદવારને સ્થાન આપ્યુ છે.

ધોરાજી બેઠક પર હજુ મંથન

રાજકોટ જિલ્લાની જો કુલ 8 બેઠકો છે તે પૈકી ધોરાજી બેઠક પર હજુ સુધી ભાજપે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથી. તેમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર વચ્ચે અત્યારે જબરદસ્ત લોબિંગ ચાલી રહ્યુ છે. ધોરાજી બેઠક પર અત્યાર સુધી ભાજપ કડવા પાટીદારને મેદાને ઉતારતી હતી, પરંતુ આ વખતે ત્યાં લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતારવામાં આવે તેવી શક્યતા છે. તેને લઈને આ લોબિંગ ચાલી રહ્યુ છે. આથી જ હજુ નામ જાહેર થવામાં વિલંબ થયો છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Next Article