ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તૈયારીઓના ભાગરૂપે ભાજપ (BJP) દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda) આજે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ આવતીકાલે એટલે કે 12 ઓક્ટોબરે બહુચરાજીથી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. અનેક કેન્દ્રીય પ્રધાનો પણ આ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે. અનેક રાજ્યોના CM પણ યાત્રામાં સામેલ થવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે આ ગૌરવ યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
BJP chief J P Nadda to flag off ‘BJP Gaurav Yatra’ in poll-bound #Gujarat, tomorrow @BJP4Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/hgfdNjELZV
— Tv9 Gujarati (@tv9gujarati) October 11, 2022
ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલથી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થવાનો છે. કુલ પાંચ યાત્રાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 12 અને 13 ઓક્ટોબરે નીકળવાની છે. આ યાત્રા સાત દિવસમાં 876 કિમી ફરી 21 જેટલી બેઠકને આવરી લેવામાં આવશે. આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સવારે બહુચરાજી અને બપોરે દ્વારકાથી ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. એક યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી ચાલશે. યાત્રાનો બીજો તબક્કો યાત્રાધામ ઉનાઈથી શરૂ થશે. આ યાત્રા 9 જિલ્લાની 33 વિધાનસભા બેઠકને આવરી લેશે. જે પછી એક યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી ચાલશે.
સરકારના વિકાસકાર્યોને જનતા વચ્ચે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. 21 વર્ષમાં ગુજરાતમાં જે વિકાસના કામો થયા છે તેને ભાજપ આ યાત્રા થકી જનતા સુધી પહોંચાડશે. જે ભાજપ માટે નબળી બેઠકો છે ત્યાં પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આ મતદારોને પણ ભાજપ રીઝવી શકે. આ ગૌરવ યાત્રામાં અનેક કેન્દ્રીય પ્રધાનો પણ જોડાશે. અનેક રાજ્યોના CM પણ આ યાત્રામાં સામેલ થશે. ગુજરાતમાં વધુમાં વધુ બેઠકોને આવરી લેવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા વધુમાં વધુ બેઠકોમાં મતદારો સુધી પહોંચાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાના શાસનકાળ દરમિયાન જે પણ જનહિતના કાર્યો કર્યા છે. તે ભાજપ જનતા સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો કરી રહ્યુ છે.
Published On - 10:03 am, Tue, 11 October 22