Bhavnagar: 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં, 2.5 કિલોમીટર લાંબો રોડ શો કરી અનેક વિકાસકાર્યોની આપશે ભેટ

|

Sep 19, 2022 | 11:18 PM

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આગામી સમયમાં ગુજરાતનો (PM Modi Gujarat Visit) ઝંઝાવાતી પ્રવાસ કરવાના છે અને તેનો આરંભ નવરાત્રિમાં જ થઈ જશે. 

Bhavnagar: 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં, 2.5 કિલોમીટર લાંબો રોડ શો કરી અનેક વિકાસકાર્યોની આપશે ભેટ
Pm Narendra Modi
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Pm Narendra Modi) આ મહિનામાં  29 સપ્ટેમ્બરે ભાવનગરની (Bhavnagar) મુલાકાત લેશે. ભાવનગરમાં તેઓ 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. વડાપ્રધાનની  ભાવનગર ખાતેની સભામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 2 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આગામી સમયમાં ગુજરાતનો (PM Modi Gujarat Visit) ઝંઝાવાતી પ્રવાસ કરવાના છે અને તેનો આરંભ નવરાત્રિમાં જ થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. તેમજ જવાહર મેદાન ખાતે ભવ્ય સભાને પણ સંબોધશે. વડાપ્રધાનના આગમનને લઇ અધિકારીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હજારોની સંખ્યામાં જાહેર જનતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઇ અમરેલી, બોટાદ તેમજ ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ અને રાજકીય નેતાઓની કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજાઇ હતી. જેમાં તમામ રૂપરેખા સાથે વડાપ્રધાનના કાર્યક્રમને જાહેર કરવામાં આવ્યો હતો. આ સભામાં બે લાખથી વધુ લોકો જોડાવાની સંભાવના છે. તેમજ નરેન્દ્ર મોદીનો બેથી અઢી કિલોમીટરનો રોડ શો ભાવનગરમાં પ્રથમ વખત યોજાશે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ચૂંટણી અગાઉ વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી પ્રવાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે.રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી (PM Modi Gujarat visit) ફરી એકવાર ગુજરાત આવશે.

અનેક વિકાસકાર્યોની ભેટ આપશે વડાપ્રધાન મોદી

નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં 29-30 સપ્ટેમ્બરએ PM મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો (Ambaji) પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં (modasa) વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી PM મોદી ભેટ આપશે.

 

Published On - 8:22 pm, Mon, 19 September 22

Next Article