Gujarat Election 2022 : ચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસની કવાયત, પ્રદેશ કારોબારી બેઠકમાં નારાજ નેતાઓને મનાવવા જગદીશ ઠાકોરની ટકોર

|

Sep 19, 2022 | 7:29 AM

ચૂંટણી પૂર્વે પ્રદેશ કારોબારી અને ચૂંટણી સમિતિની બેઠકમાં હોદ્દેદારોની હાજરી અને પ્રદેશ કાર્યાલયે શરૂ થયેલ ચહલ-પહલથી કોંગ્રેસમાં (Gujarat Congress) સક્રિયતા જોવા મળી.

Gujarat Election 2022 : ચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસની કવાયત, પ્રદેશ કારોબારી બેઠકમાં નારાજ નેતાઓને મનાવવા જગદીશ ઠાકોરની ટકોર
Gujarat pradesh congress committee

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મહતમ બેઠકો હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે.ત્યારે 125 બેઠકોના લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલ કોંગ્રેસમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ કારોબારીમાં સોનિયા ગાંધીને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) સંગઠનની રચના માટે સત્તા આપતો ઠરાવ તેમજ રાહુલ ગાંધીને (Rahul Gandhi) પુનઃ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માંગ કરાઈ. તો સાથે જ ચૂંટણી પૂર્વે કોંગ્રેસની બેઠકોમાં હોદ્દેદારોની હાજરી અને પ્રદેશ કાર્યાલયે શરૂ થયેલ ચહલ-પહલથી કોંગ્રેસમાં સક્રિયતા જોવા મળી.

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ

વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election) અને આગામી કાર્યક્રમોની તૈયારીઓને લઈ કોંગ્રેસ પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં ચૂંટણી પહેલા નવરાત્રી અને દિવાળીના આગામી કાર્યક્રમ પણ નક્કી કરાયા હતા. ‘ભારત જોડો યાત્રા’ અંતર્ગત દરેક તાલુકા દિઠ 75 બાઇક રેલીનુ આયોજન કરવા આહ્વાન કરાયું હતુ. સાથે જ આગામી સમયમાં પ્રિયકા ગાંધીના બે રોડ શો યોજવાનું અને તેમાં મહિલાઓને જોડવા ગામેગામ જઇ તૈયારીઓ શરૂ કરવા સુચનાઓ આપવામાં આવી. આ ઉપરાંત કોંગ્રેસ નવરાત્રી (Navratri)  સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરશે. તેમજ આ બેઠકમાં પ્રજાના મુદાઓ પ્રાધાન્ય આપી કાર્યકર્તાઓ કામે લાગી જવા આહ્વાન કરાયું હતું.

ફરી રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માગ

પ્રદેશ કારોબારીમાં ગુજરાત સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને (Sonia Gandhi) સત્તા આપતો ગુજરાત કોંગ્રેસે ઠરાવ કર્યો હતો.મહત્વપૂર્ણ છે કે, ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરી હતી.વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.તમને જણાવી દઈએ કે,ગુજરાત કોંગ્રેસની (Congress Party) કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ચૂંટણી PRO શોભા ઓઝાની ઉપસ્થિતિમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આંતરિક વિખવાદને લઈને જગદીશ ઠાકોરની ટકોર

આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish thakor) હોદ્દેદારોને સંબોધિત કરતા ટકોર કરી કે કોંગ્રેસ માટે જીતની કેટલીક બેઠકો પર ઉમેદવારોની સંખ્યા વધારે છે. આવી બેઠકો પર જેને ટિકિટ નથી મળે એવાને અત્યારથી જ મનાવી લેવા, તેમને બાંહેધરી આપવી કે સરકાર બનશે તો તેમને કંઈ આપીશું. તાલુકા-જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કમિટી (Damage Control Committee) બનાવી નારાજ લોકોને અત્યારથી જ મનાવો. ઘરમાં વાસણ ખખડે તો એનો અવાજ બહાર ના જાય એની પણ ટકોર કરાઈ.

દરેક ચૂંટણીમાં બેક ફુટ પર રહેતી કોંગ્રેસ મિશન 2022માં (Mission Congress 2022)  ફ્રન્ટ ફૂટ પર રહેતા જિલ્લામાંથી આવેલ બાયોડેટા અને ઉમેદવાર પસંદગી માટે બાયોડેટા છણાવટ માટે ચૂંટણી સમિતિની બેઠક પણ મળી.જેમાં જે-તે જિલ્લાની બેઠકમાં ઉમેદવારોની છણાવટ કરી પ્રદેશ કાર્યાલયને લિસ્ટ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.

Next Article