Gujarat Election 2022: AAPના રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકે સોંપાઈ જવાબદારી

રાઘવ ચઢ્ઢાએ બે દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ ગુજરાતમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. AAP સાંસદ તરફથી ટ્વીટ કરીને તેમણે મોટી જવાબદારી મળવા તરફ ઈશારો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. પાર્ટી ગમે તે જવાબદારી આપે, હું ભાજપના 27 વર્ષના કુશાસન સામે લડવા તૈયાર છું.

Gujarat Election 2022: AAPના રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકે સોંપાઈ જવાબદારી
'આપ'ના રાઘવ ચઢ્ઢાની ગુજરાતના સહપ્રભારી તરીકે નિમણૂક
| Edited By: | Updated on: Sep 18, 2022 | 2:37 PM

ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Election 2022 ) પડઘમ વાગી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી  (AAP) પણ સક્રિય થઈ રહી છે અને હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha)સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સાંસદ છે અને તેમણે પંજાબની ચૂંટણીમાં પણ ઘણી મહત્વની જવાબદારી નિભાવી હતી. હવે આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે પણ સક્રિય થઈ ગઈ છે અને ચૂંટણીમાં સફળતા મેળવવા માટે રાઘવ ચઢ્ઢાની સહપ્રભારી તરીકે નિમણૂક  કરવામાં આવી છે.

રાઘવ ચઢ્ઢા હાલ રાજ્યસભાના સાંસદ છે અને તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તેઓ પંજાબ આમ આદમી પાર્ટીના કો ઈન ચાર્જ છે. નેશનલ એક્ઝક્યુટિવ કમિટીના સભ્ય અને આમ આદમી પાર્ટીના પ્રવકતા છે.

રાઘવ ચઢ્ઢાએ બે દિવસ પહેલા આ અંગે આપ્યા હતા સંકેત

રાઘવ ચઢ્ઢાએ  બે દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ ગુજરાતમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. AAP સાંસદ તરફથી ટ્વીટ કરીને તેમણે મોટી જવાબદારી મળવા તરફ ઈશારો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. પાર્ટી ગમે તે જવાબદારી આપે, હું ભાજપના 27 વર્ષના કુશાસન સામે લડવા તૈયાર છું.

રાઘવ ચઢ્ઢાએ દિલ્હી અને પંજાબમાં મહત્વના પદો પર સેવા આપી છે. હવે પાર્ટી તેમને ગુજરાતમાં પણ ઉતારવાની યોજના બનાવી રહી છે. આમ આદમી પાર્ટીએ સાંસદ રાઘવને ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાનોમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેની સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ દરેક જવાબદારી માટે સંપૂર્ણપણે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતમાં રાઘવ ચઢ્ઢાની મહત્વની ભૂમિકા છે. આ જ કારણ છે કે ગુજરાત ચૂંટણીમાં જીત માટે પાર્ટી પણ તેમની તરફ જોઈ રહી છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં પણ રાઘવને મેદાનમાં ઉતારશે. હવે રાઘવ ચઢ્ઢાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ગુજરાતમાં ભાજપના 27 વર્ષના કુશાસન સામે મજબૂત લડત આપશે. તે દરેક જવાબદારી માટે તૈયાર છે.